Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝAfghanistan: તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ કમાન

Afghanistan: તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ કમાન

Afghanistan
Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)માં આખરે તાલિબાન સરકારની રચાઈ થઇ ગઇ છે. જો કે તેને કાર્યકારી સરકાર તરીકે જણાવવામાં આવે છે. એટલે કે આગામી સમયમાં તેમાં ફેરફાર થઈ શકે છે. આ કાર્યકારી સરકારના વડા મુલ્લા મોહમ્મદ હસન (Mullah Mohammad Hasan)અખુંદ હશે. અબ્દુલ ગની બરાદાર એટલે કે મુલ્લા બરાદર તેમના નાયબ હશે. મુલ્લા યાકૂબને સંરક્ષણ મંત્રી અને સિરાજુદ્દીન હક્કાનીને ગૃહમંત્રી (Home Minister)બનાવવામાં આવ્યા છે. શેર અબ્બાસ સ્ટેનિકઝાઈને નાયબ વિદેશ મંત્રી (Deputy Foreign Minister)ની જવાબદારી સોંપવામાં આવી છે. ખૈરઉલ્લાહ ખૈરખાવાને માહિતી મંત્રી અને ઝબીઉલ્લાહ મુજાહિદને માહિતી મંત્રાલયમાં નાયબ મંત્રી તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે તો અબ્દુલ હકીમને ન્યાય મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનની કમાન કોને સોંપાઇ?

એક રિપોર્ટ અનુસાર તાલિબાનના સુપ્રીમ લીડર હૈબતુલ્લા અખુંદઝાદાએ અફઘાનિસ્તાન (Afghanistan)માં નવી તાલિબાન (Taliban) સરકારની કમાન મુલ્લા મોહમ્મદ હસન અખુંદને સોંપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ જવાબદારી માટે મુલ્લા બરાદરનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું. ઘણી વખત એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે નવી અફઘાન સરકારના નેતા બનશે. પરંતુ અંતે મુલ્લા હસન અખુંદને નવી સરકારના વડા બનાવવામાં આવ્યા છે.

પત્રકાર પરીષદમાં કરાઇ જાહેરાત

તાલિબાન (Taliban)ના પ્રવક્તા હબીઉલ્લા મુજાહિદે ગઇકાલે મંગળવારે કાબુલમાં એક પત્રકાર પરીષદમાં આ જાહેરાત કરી હતી. મુજાહિદે એ પણ જાહેરાત કરી હતી કે મુલ્લા બરાદર, મુલ્લા અખુંદના નાયબ તરીકે કામગીરી સંભાળશે.

આ પણ વાંચો: Kabul: પાકિસ્તાન વિરોધી પ્રદર્શનકારીઓ પર તાલિબાનની ફાયરિંગ, પત્રકારોની કરી ધરપકડ

એ જ રીતે, અમીર મુતાક્કીને વિદેશ મંત્રી (Foreign Minister)અને શેર અબ્બાસ સ્ટેનિકઝાઈને તેમના નાયબ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી સરકારમાં સિરાજુદ્દીન હક્કાની નવા ગૃહ મંત્રી અને મુલ્લા યાકૂબ નવા સંરક્ષણ મંત્રી છે. મુજાહિદે ન્યાય મંત્રી (Minister of Justice)તરીકે અબ્દુલ હકીમની નિંમણૂકની જાહેરાત પણ કરી હતી.

મુલ્લા હસન અખુંદ છે કોણ?

મુલ્લા મોહમ્મદ હસન અખુંદ તાલિબાન (Taliban)માં નિર્ણય લેતી સંસ્થા રહબારી શૂરાના વડા છે. એવું કહેવાય છે કે આ તાલિબાનનું સૌથી મોટું અને મહત્વનું સંગઠન છે. તેનો ચીફ મુલ્લા હસન અખુંદ કંદહારનો રહેવાસી છે અને સશસ્ત્ર આંદોલન શરૂ કરનારા લોકોમાં તેનું નામ સામેલ છે.

અખુંદ છેલ્લા 20 વર્ષથી રહબારી શૂરાનું કામ સંભાળી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે તેમને નવી અફઘાન સરકાર (Afghan Government)ની કમાન સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અખુંદને ધાર્મિક નેતા તરીકે પણ ઘણી ખ્યાતિ મળી છે. અગાઉની તાલિબાન સરકાર દરમિયાન અખુંદ પહેલા વિદેશ મંત્રી અને બાદમાં નાયબ વડાપ્રધાન (Deputy Prime Minister) હતા.

તાલિબાન (Taliban)ના સભ્ય તરીકે મુલ્લા હસન અખુંદ સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદી (Terror)ઓની યાદીમાં સામેલ છે. વર્ષ 2001 માં બામિયાનમાં બુદ્ધની વિશાળ પ્રતિમા પર બોમ્બ ધડાકામાં પણ તેને ભૂમિકા ભજવી હોવાનું કહેવાય રહ્યું છે. તે જોવાનું બાકી છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિશ્વભરની સરકારો તેમના નેતૃત્વ હેઠળની નવી અફઘાન સરકારને માન્યતા આપશે કે નહીં. અહીં એક રસપ્રદ બબાત એ જણાવી દઈએ કે નવી સરકારના મંત્રી (Minster)ઓની યાદીમાં એક પણ તાલિબાની નેતાનું નામ નથી. જ્યારે કાબુલ કબજે કર્યા બાદથી તાલિબાન દાવો કરી રહ્યું છે કે તે દરેકને સાથે લઇ જવા માગે છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નવી સરકાર (Government)વચગાળાની હોઈ શકે છે, જેમાં ભવિષ્યમાં ફેરફાર શક્ય છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે અગાઉ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સરકાર બનાવવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે, માત્ર કેટલીક તકનીકી બાબતો બાકી છે. જણાવી દઇએ કે તુર્કી, ચીન, રશિયા, ઈરાન, પાકિસ્તાન અને કતારને પણ તાલિબાન દ્વારા સરકાર રચના સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ દેશ તાલિબાનનું સમર્થન કેમ કરી રહ્યું છે જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment