તાલિબાન: તાલિબાનએ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી છે, આવું કહેવામાં આવે તો કંઈ જ ખોટું નથી. કારણ કે અફઘાનિસ્તાનમાંથી વાયરલ થઈ રહેલી ક્રૂરતાની તસ્વીરો જોઈને દિલ હચમચી જાય છે. વર્તમાન સમયમાં અફગાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે, અને ત્યાંની દયનીય સ્થિતિ ઘણી વખત સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી છે. (Female Mannequins) મહિલાઓની સ્થિતિ દયનીય થઈ ગઈ છે કેટલાંક વિડીયો સોશિયલ મીડિયા પર દિવસે ને દિવસે વાયરલ થતા હોય છે.
તાલિબાની મહિલાઓના પૂતળાઓના માથાને કાપી રહ્યા છે:
આ દરમિયાન સોશિયલ મીડિયા (Viral Video) પર વિડીયો વધુ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો દુકાનોની બહાર મહિલાઓના પૂતળાઓનું માથું કાપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાન અધિકારીઓએ આવા આશ્ચર્યજનક કૃત્ય અંગે પોતાની સ્પષ્ટતા પણ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ઈસ્લામના નિયમો થી વિરુદ્ધ છે. ઇસ્લામમાં મહિલાઓને (un-islamic) માથું ખુલ્લુ રાખવાની છૂટ નથી માથું ઢાંકવું જરૂરી છે. મજાની વાત એ છે કે તાલીબાનીઓ ના નિયમો પૂતળા પર પણ લાગુ છે.
This is Herat where the Taliban authorities have asked clothing shops to behead all “female mannequins” calling them “un-Islamic”. Herat was called “the pearl of Khurasan” by Rumi and has been considered the cultural capital of #Afghanistan. pic.twitter.com/CUBA6fSE74
— Zia Shahreyar l ضیا شهریار (@ziashahreyar) January 3, 2022
સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો: (Taliban)
ટ્વિટર પર વિડિયો શેર કરતી વખતે, બીબીસી પત્રકાર ઝિયા શહરયારે લખ્યું કે હેરાતમાં (Herat) તાલિબાન અધિકારીઓએ કપડાંની દુકાન પર તમામ મહિલાઓના પૂતળાઓને બિન-ઇસ્લામિક ગણાવીને શિરચ્છેદ કરવા કહ્યું છે. જોકે ઈરાનના પ્રખ્યાત કવિ રુમીએ હેરાતને ખોરાસાનનું મોતી કહ્યું હતું અને તેને અફઘાનિસ્તાનની રાજધાની પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: જેલમાં કેદીઓ માટે બોલવાઈ ડાન્સર, સોશિયલ મીડિયામાં વાયરલ થયો અશ્લીલ ડાન્સ
દુકાનોની બહાર જોવા મળશે શિરચ્છેદ પૂતળા:
અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાથી લઈને સંસ્કૃતિને ઇસ્લામિક સંસ્કૃતિમાં ઢાળવાના નામે બરબાદ કરનાર તાલિબાનની આ ક્રૂરતાના ચિત્રો નવા નથી. કહેવામાં આવી રહ્યું છે કે પૂતળા હટાવવાના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે દુકાનોએ સવાલ ઉઠાવ્યા ત્યારે શિરચ્છેદ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો. જો કે દુકાનોની બહાર પૂતળા લાગેલા હોય તો તે માથા વગરના હશે. મતલબ કે અફઘાનિસ્તાનના હેરાતમાં લોકો શિરચ્છેદ કરાયેલ પૂતળાઓ જોઈને દુકાનોમાં પ્રવેશ કરશે અને કપડાં ખરીદશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4