Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝAfghanistan: અમેરિકાના પરત ફરતાની સાથે જ તાલિબાને પંજશીર પર હુમલો કર્યો, 7 થી વધુ આતંકી ઠાર

Afghanistan: અમેરિકાના પરત ફરતાની સાથે જ તાલિબાને પંજશીર પર હુમલો કર્યો, 7 થી વધુ આતંકી ઠાર

Afghanistan
Share Now

અમેરિકા અફઘાનિસ્તાન (Afghanistan )થી પરત ફરતાની સાથે જ તાલિબાને પોતાનો અસલી રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે. ગઇકાલે સોમવારે રાત્રે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)થી પોતાનુ છેલ્લુ વિમાન રવાના કરી રહ્યું હતુ, ત્યારે તાલિબાનના લડવૈયાઓએ પંજશીર પર હુમલો કર્યો હતો.

7 થી વધુ તાલિબાની લડવૈયા ઠાર

તાલિનબાન (Taliban)વિરુદ્ધ લડાઇ લડી રહેલા નોધર્ન એલાયન્સે દાવો કર્યો છે કે, ગઇકાલે સોમવારની રાત્રે તાલિબાની લડવૈયાઓએ પંજશીર ઘાટીમાં દાખલ થવાની કોશીશ કરી હતી. તે સમયે બંને બાજુએથી ગોળીબારી શરૂ થઇ ગઇ હતી. આ લડાઇમાં મળતી માહિતી મુજબ 7 થી વધુ તાલિબાની લડવૈયાઓના મોત થયા છે.

નોઘર્ન એલાન્સ મુજબ, તેના પણ બે લડવૈયાઓ આ હુમલામાં માર્યા ગયા છે. તાલિબાને અફઘાનિસ્તાન (Afghanistan)પર કબજો જમાવી લીધો છે, પરંતુ તે હજુ સુધી પંજશીર પર કબજો નથી જમાવી શક્યા. અહીં અહમદ મસૂદની આગેવાનીમાં નોધર્ન એલાયન્સના લડવૈયાઓએ તાલિબાન (Taliban)ના લડલૈયાઓ વિરૂદ્ધ લડાઇ શરૂ કરી છે.

આ પણ વાંચો: Taliban: અમેરિકાની હાર દુનિયાભરના હુમલાખોરો માટે એક શીખ છે

શેર-એ-પંજશીર અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદ અને અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ (Acting President)અમરૂલ્લા લાહેવીની આગેવાનીમાં નોધર્ન એલાયન્સ દ્વારા તાલિબાન વિરુદ્ધ એક મોરચો ખોલ્યો છે. ગત્ત કેટલાક દિવસોમાં તાલિબાને ઘણી વખત અહીં દાખલ થવાની કોશીશ કરી છે, પરંતુ દર વખતે તે ફેલ થયા છે. ગત્ત કેટલાક દિવસોમાં દાવો કરાયો હતો કે તાલિબાનના 300 આતંકી અહીં માર્યા ગયા હતા.

જોકે બંને તરફથી વાતચીતની કોશીશ પણ કરવામાં આવી રહી છે. તાલિબાને ગત્ત દિવસોમાં દાવો કર્યો હતો કે, તે પંજશીરના લોકો સાથે વાત કરી રહ્યા છે. જ્યારે નોધર્ન એલાયન્સના અહમદ મસૂદે ક્લીયર કર્યુ હતુ કે, તે તાલિબાન સાથે વાતચીત કરવા તૈયાર છે. હાલની સરકારને લઇને પણ ચર્ચામાં છે. પરંતુ જો તાલિબાન લડાઇ ઇચ્છે તો લડાઇ પણ લડવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે આખરે 20 વર્ષ બાદ અમેરિકી સેનાએ(US Milatry) અફઘાનિસ્તાન(Afghanistan) છોડી દીધુ છે.  અમેરિકાનું છેલ્લું વિમાન અમેરિકન કમાન્ડર, રાજદૂતને લઈને નિકળ્યુ હતુ. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અપેક્ષા મુજબ કાબુલમાંથી(Kabul) ઘણા લોકોને બહાર નિકાળી શકાયા નથી. અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ કાબુલ એરપોર્ટને તાલિબાનોએ સંપૂર્ણ રીતે કબ્જે કરી લીધું છે. આ તકે તાલિબાનોએ હવામાં ફાયરિંગ કરીને તેની ઉજવણી પણ કરી હતી. 

રાષ્ટ્રપતિ જો બાઇડેને અમેરિકી સેનાની પ્રશંસા કરી 

સેનાની વાપસી પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનનું(Joe Biden) નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય હાજરી સમાપ્ત થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં ખતરનાક સ્થળોએ સેવા આપવા બદલ હું અમારા કમાન્ડરોનો આભાર માનું છું. વધુમાં તેમણે કહ્યું કે, આ મિશનમાં વધુ સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.

રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden)કહ્યું કે છેલ્લા 17 દિવસમાં અમારા સૈનિકોએ અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી એરલિફ્ટ કરી છે. આશરે 1,20,000 થી વધુ અમેરિકન નાગરિકો, અમારા સાથીઓ અને યુનાઇટેડ સ્ટેટ્સના અફઘાન સાથીઓને બહાર નિકાળવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠકમાં બોલ્યા જો બાઇડેન

યુએસ રાષ્ટ્રપતિ (US President)જો બાઇડેને આજે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની(UN Council) બેઠકમાં અફઘાનિસ્તાન અંગેના ઠરાવ પર બોલતા કહ્યું કે, આ ઠરાવ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તાલિબાન પાસેથી આગળ શું અપેક્ષા રાખે છે.  અમેરિકી જનરલ કેનેથ એફ મેકેન્ઝીએ કહ્યું કે, હું અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની વાપસી પૂરી થવાની અને અમેરિકન નાગરિકો અને અફઘાનિઓને બહાર નિકાળવા માટેના લશ્કરી મિશનને પૂર્ણ કરવાની જાહેરાત કરું છું.

તાલિબાને કાબુલની ઓફર કરી હતી, અમેરિકાએ ફગાવી દીધી

તાલિબાને અમેરિકા (America)ને કાબુલ પર કબજો કરવાની તક આપી હતી, પરંતુ અમેરિકી સૈન્યએ(US Military) તેની ઓફર ઠુકરાવી દીધી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાન લડવૈયાઓએ ખૂબ જ ઝડપથી કાબુલ પર કબજો જમાવવાનું શરૂ કર્યું હતું. તેના કારણે અમેરિકન સેનાના અધિકારીઓને તાલિબાન સાથે મળીને સમજૂતી કરવી પડી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment