અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નું વર્ચસ્વ દિવસને દિવસે સતત વધી રહ્યુ છે. અફઘાની સેના અને તાલિબાની (Taliban)ઓ વચ્ચે જંગ સતત ચાલી રહ્યો છે, પરંતુ ગત ત્રણ દિવસમાં જ તાલિબાન તરફથી હુમલાઓ વધી ગયા છે. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં તાલિબાને 5 પ્રાંતીય રાજઘાની પોતાના કબ્જે કર્યા છે.
અફઘાનિસ્તાને 5 પ્રાંતીય રાજધાની પર કબજો જમાવ્યો
તાલિબાને (Taliban) સોમવારે જ અફઘાનિસ્તાન (Afghanistan)ના સર એ પુલ પર કબજો જમાવ્યો છે. જ્યાંથી થોડા સમય પહેલા અમેરિકી (America) ફોર્સ પરત ફરી છે. ત્યારબાદ તાલિબાને (Taliban) હુમલો (Attack)કરવાનું ઝડપી કરી દીધુ હતુ. આ સાથે જ કુલ પાંચ પ્રાંતીય રાજધાની છે, જે હાલમાં તાલિબાન (Taliban)ના કબજામાં છે. કુંદુજ, સર એ પોલ અને તાલોકન શહેરમાં તાલિબાનો (Taliban)નો કબજો છે. આ તમામ શહેર પર છેલ્લા ત્રણ દિવસમાં જ તાલિબાનો (Taliban)એ કબજો જમાવ્યો છે. જ્યારે કે ગત્ત અઠવાડીયામાં જ તાલિબાનો (Taliban)એ કેટલાક અન્ય શહેર પર પણ કબજો જમાવી લીધો છે.
અમેરિકા હજુ પણ એક્ટિવ
અફઘાનિસ્તાને (Afghanistan)પોતાની સેનાને પરત બોલાવ્યા બાદ અમેરિકા (America) હજુ પણ એક્ટિવ રહેવા માગે છે. અમેરિકી વિદેશ વિભાગે કહ્યુ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન (Taliban)ની સૈન્ય વ્યવસ્થાની વધતી જતી ગતિ, જેના કારણે પક્ષો વચ્ચેના શસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોને નુકસાન પહોંચ્યુ જે ગંભીર ચિંતાનો વિષય છે.
યુવતીની કરી હતી હત્યા
નોંધનીય છે કે અફઘાનિસ્તાન થી અમેરિકી સેના પરત ફર્યા બાદ ત્યાં ફરીથી તાલિબાનનો આતંક વધી ગયો છે. તાલિબાને તમામ હદ પાર કરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન (Taliban) ના આતંકી (Terrorist)ઓએ એક યુવતીને એ કારણોસર હત્યા કરી, કારણ કે તેને ટાઇટ કપડા પહેર્યા હતા અને તેની સાથે કોઇ યુવક નહતો.
તાલિબાનોનો સંપુર્ણ કબજો
મળતી માહિતી મુજબ, ઘટના ઉત્તરી બલ્ખ પ્રાંતના સમર કાંદિયાનના એક ગામની છે, જે ગામામાં તાલિબાનો એ સંપુર્ણ કબજો જમાવ્યો છે. બલ્ખના પોલીસ પ્રવક્તા આદિલ શાહે જણાવ્યું કે યુવતીનું નામ નાજનીન હતુ અને તેની ઉંમર 21 વર્ષ હતી.
તાલિબાનોએ આરોપ નકાર્યા
પોલીસ (Police) પ્રવક્તાએ વઘુમાં જણાવતા કહ્યું કે યુવતી પોતાના ઘરેથી બલ્ખની રાજધાની મજાર-એ-શરીફ જઇ રહી હતી. તે પોતાના ઘરથી ગાડીમાં બેસી રહી હતી તે દરમિયાન જ આતંકી (Terrorist)એ ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું કે યુવતીએ બુર્ખો પહેર્યો હતો, પરંતુ તાલિબાને આ તમામ લગાવેલા આરોપોને નકાર્યા છે.
યુવતીઓ અને મહિલાઓ પર અત્યાચાર
અફઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાનો (Taliban) નો કબ્જો વધી રહ્યો છે, તેવી જ રીતે યુવતીઓ અને મહિલાઓ પર અત્યારચાર પણ વધી રહ્યા છે. તાલિબાનો યુવતી અને મહિલાઓનું અપહરણ કરી રહ્યા છે અને તેના આતંકીઓ તેના જબદસ્તીથી લગ્ન કરાવી રહ્યા છે.
સ્થાનિકો ડરથી કાબુલ જઇ રહ્યા છે
તાલિબાન (Taliban) નો વધતા જતા વિસ્તારથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. સ્થાનિક લોકો મહિલાઓ અને યુવતીઓને કાબુલના સુરક્ષિત સ્થળ પર મોકલી રહ્યા છે, જેથી તેને આતંકી (Terrorist)ઓથી બચાવી શકાય.
સૂચના કેન્દ્રના વડાની પણ હત્યા કરી હતી
ઉલ્લેખનિય છે કે તાલિબાન (Taliban) આતંકવાદી (Terrorist)ઓએ શુક્રવારે કાબુલના દારૂલ અમન રોડ પર અફઘાનિસ્તાન સરકારના મીડિયા અને સૂચના કેન્દ્રના વડા દાવા ખાન મેનાપાલની હત્યા કરી હતી. તાલિબાન ના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે જવાબદારી લેતા ટ્વિટર પર આતંકવાદીઓના વખાણ કર્યા હતા.
આતંકીઓના અત્યાચાર બાદ બાળકને ગંભીર બિમારી
મળતી માહિતી મુજબ તાલિબાને (Taliban) ગત્ત અઠવાડીયામાં 35થી વધુ લોકોની હત્યા કરી છે. જેમાં સૌથી વધુ હત્યા લઘુમતી હજારા સમુદાયના લોકોની થઇ છે. તો એ હદે તાલિબાનોએ આતંક ફેલાવ્યો છે કે બાળકે અત્યાચારને જોયા બાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં તાલિબાનોની ક્રૂરતા, યુવતીની ગોળી મારી કરી હત્યા
Android: http://bit.ly/3ajxBk4