Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝતાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ડિરેક્ટરને પદ્દ પરથી હટાવ્યા

તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ડિરેક્ટરને પદ્દ પરથી હટાવ્યા

Afghanistan Cricket Board
Share Now

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશના ક્રિકેટ પર પણ આફત આવી રહી છે. તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board)ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હામિદ શિનવરીને પદ્દ પરથી દુર કર્યા છે. શિનવરીએ પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર સોમવારે આ વાતની જાણકારી આપતા કહ્યું કે અનસ હક્કાનીએ તેને પદ્દ પરથી હટાવ્યા છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board) ના પદ્દ પરથી કેમ હટાવાયા

અનસ તાલિબાનના નવા ઇટિયર મિનિસ્ટર સિરાજુદ્દીન હક્કાનીનો નાનો ભાઇ છે. હામિદે જણાવ્યું કે તેને પદ્દ પરથી હટાવવાનું કોઇ કારણ જણાવ્યું નથી, પરંતુ જણાવવામાં આવ્યુ છે કે નસીબુલ્લાહ હક્કાની તેનુ સ્થાન લેશે. હજુ સુધી એ નથી જાણવા મળ્યુ કે નસીબુલ્લાહ કોઇ રીતે સિરાજુદ્દીનના કોઇ સંબંધી છે કે નહીં. તાલિબાને (Taliban)અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ હુકમનામુ જાહેર કરતા કહ્યું હતુ કે મહિલા (Women)ઓ કોઇ પણ રમતમાં ભાગ નહીં લે, જેમાં ક્રિકેટ પણ સામેલ છે. આ હુકમનામાને લઇને દુનિયા ભરમાં તાલિબાનની આકરી ટીકા થઇ રહી છે.

અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટ (Women Cricket)પર પ્રતિબંધના વિરોધમાં હાલમાં એસીબી (ACB)એ અફઘાનિસ્તાન (Afghanistan)મેન્સ ટીમની મેચ રદ્દ (Match Cancel)કરી દીધી છે. એસીબીના ફેસબુક  પેજ પર પણ જાહેરાત કરવામાં આવી છે કે નસીબુલ્લાહ હક્કાની નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.

આ પણ વાંચો: કાબુલમાં અફઘાન મૂળના ભારતીય બિઝનેસમેનનું અપહરણ

અફઘાન મૂળના ભારતીય બિઝનેસમેનનું કાબુલ (Kabul)માં બંદુકના નાળચે અપહરણ કરવામાં આવ્યુ છે. તેનુ નામ બંસરી લાલ અરેન્દેહી છે. બંસરી શિખ સમાજમાંથી આવે છે. જોકે અત્યાર સુધી એ વાત સામે નથી આવી કે તેનુ અપહરણ કોને કર્યું છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તાલિબાની (Taliban)લડવૈયાઓએ તેનું અપહરણ કર્યું છે.

વિરોધીઓ પર હુમલો કરી રહ્યું છે તાલિબાન

તાલિબાન વિરોધીઓ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી રહ્યું છે. હવે તેને અફઘાનિસ્તાનના સ્નાઇપર નૂરની ઘાતકી હત્યા (Murder)કરી છે. પોતાની પ્રથમ કોન્ફરન્સમાં તાલિબાને દાવો કર્યો હતો કે તે અમેરિકા અથવા બ્રિટિશ સેના માટે કામ કરી ચુકેલા કોઇ પણ શખ્સને નુકસાની નહીં પહોંચાડે. બદલાની ભાવનાથી કામ નહીં કરે. પરંતુ તાલિબાન લડવૈયાઓએ આ વચનને ઘોળીને પી જતા નૂરના પરિવારની સામે જ તેની હત્યા કરી નાખી છે. નૂરને ગોળી (Shoot)ઓ મારવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનના સ્નાઇપર નૂર બ્રિટન (Britan)ની ખાસ ફોર્સ માટે કામ કરતો હતો. તે બ્રિટન દ્વારા પ્રશિક્ષિત અફઘાનિસ્તાન યૂનિટ સીએફ 333 નો એક ભાગ હતો. નૂરના યૂનિટ સાથે જોડાયેલા ઘણા લોકો 15 ઓગષ્ટના રોજ કાબુલ એરપોર્ટ પહોંચીને પોતાનો જીવ બચાવીને નાશી છુટ્યા હતા, પરંતુ નૂર ત્યાં જ રહી ગયો હતો.

આ તકે એક ખાનગી એજન્સિએ જણાવ્યું હતુ કે, અફઘાન સ્નાઇપરે હત્યાના એક દિવસ પહેલા જ મદદ માગી હતી. તેઓએ પોતાના એક સાથીને મેસેજ પણ મોકલ્યો હતો કે તેને કાબુલની બહાર નિકળવુ છે. પૂર્વ અફઘાન સરકાર (Afghan Government)માં દુભાષિય માટે કામ કરનારા એક શખ્સે ખાનગી ન્યૂઝને જણાવ્યું કે, નૂરે તેને રવિવારે મેસેજ કરીને મદદ માગી હતી, પરંતુ તે કઇ કરે તે પહેલા જ તેની હત્યા થઇ ગઇ.

તાલિબાનના સરદાર મુલ્લા બરાદર જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment