તાલિબાને ફરી એક વખત અફઘાનિસ્તાનમાં ક્રૂરતાનું પ્રદર્શન કર્યું છે. કાબુલ (Kabul)માં પાકિસ્તાન વિરોધી પ્રદર્શન દરમિયાન એકઠી થયેલી ભીડને અલગ પાડવા માટે તાલિબાને ફાયરિંગ કર્યુ હતું. આજે મંગળવારે કાબુલ (Kabul)ના અલગ-અલગ વિસ્તારોમાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શન થઇ રહ્યું છે.
Protest in Kabul – with around 1,000 men and women gathered. Chanting slogans against Pakistan, alleging they supported the Taliban in Panjshir… many mentioning the ISI chiefs visit… some also demanding women’s rights. Taliban fighters present too. pic.twitter.com/iOxDsyDpeR
— Secunder Kermani (@SecKermani) September 7, 2021
કાબુલ (Kabul)માં કર્યું ફાયરિંગ
સ્થાનિક મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ તાલિબાની લડવૈયાઓએ કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસ પાસે ફાયરિંગ કર્યું હતુ. અહીં મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તા રેલીઓ કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ પેલેસની નજીક જ કાબુલ સેરેના હોટલ છે, જ્યાં પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇના પ્રમુખ ગત્ત એક અઠવાડીયાથી રોકાયેલા છે.
#Breaking (Asvaka Exclusive)
Happening now near Presidential Palace.
Taliban open fire on anti-Pakistan protesters who were marching towards ARG & Kabul Serena Hotel where the #Pak ISI director is living. pic.twitter.com/XvtMcM3OcI— Aśvaka – آسواکا News Agency (@AsvakaNews) September 7, 2021
તલિબાને પત્રકાર અને કેમેરામેનની કરી ધરપકડ
તાલિબાન દ્વારા એ પત્રકાર અને કેમેરામેનની ધરપકડ કરી છે, જે આજે મંગળવારે થઇ રહેલા પ્રદર્શનને કવર કરી રહ્યાં હતાં. અફઘાનિસ્તાનમાં ગત્ત એક-બે દિવસથી સતત પાકિસ્તાન વિરૂદ્ધ પ્રદર્શન થઇ રહ્યાં છે. અફઘાન નાગરિક પાકિસ્તાન દ્વારા પંજશીરમાં કરેલા હુમલાનો વિરોધ કરી રહ્યાં છે.
પાકિસ્તાની વાયુસેનાએ તાલિબાનની કરી હતી મદદ
ઉલ્લેખનિય છે કે આતંકવાદી સંગઠન તાલિબાન (Taliban)અને આતંકોનો અડ્ડો ગણાતુ પાકિસ્તાન (Pakistan)વચ્ચે ગઠબંધનના સબુત દિવસેને દિવસે સામે આવી રહ્યાં છે. પાકિસ્તાની વાયુસેના પંજશીર (Panjshir)માં તાલિબાન (Taliban)લડવૈયાઓની મદદ કરવા પહોંચી હતી, જ્યાં તેમને સ્થાનિક લડવૈયાઓ દ્વારા પડકારવામાં આવી રહ્યાં હતા. મળતી માહિતી મુજબ ડ્રોનની મદદથી અહીં બોમ્બમારો પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Taliban ને ફરી મળ્યો પાકિસ્તાનનો સાથ! પંજશીરમાં PAF એ કર્યો બોમ્બમારો
પાક ISI ચીફે કરી હતી તાલિબાન (TALIBAN)સાથે મુલાકાત
જણાવી દઈએ કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)ના વડા તાલિબાન નેતાઓ સાથે મુલાકાત, સુરક્ષા અને સરહદી મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અફઘાનિસ્તાન ગયા હતા. તેમની મુલાકાત બાદ જ પાકિસ્તાની વાયુસેના (Pakistani Air Force)એ પંજશીર પર બોમ્બમારો કર્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ બેઠક અંગે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિઝ ઇન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર જનરલ ફૈઝ હમીદે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું અને તાલિબાનના કબજાથી લઇને અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવાના તેના પ્રયાસમાં બદલાવને લઇને વાતચીત કર હતી.
પાકિસ્તાને ભારત અને અફઘાન સરહદ પર…
જણાવી દઈએ કે પાકિસ્તાની વાયુસેના (Pakistani Air Force)એ બલુચિસ્તાનમાં અફઘાનિસ્તાન (Afghanistan)સાથે તેની પૂર્વ સરહદ પર સ્થિત એક એર બેઝને શરૂ કર્યું છે. તે જ સમયે, કોટલી અને રાવલકોટ ખાતે ભારતીય સરહદની નજીક આવેલા વિસ્તારોમાં બે ઉપગ્રહ મથકોને પણ ચાલુ કરવાની સ્થિતિમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રો પાસેથી ગઇકાલે રવિવારે આ સમગ્ર માહિતી પ્રાપ્ત થઇ છે.
સૂત્રોના પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ, પાકિસ્તાની વાયુસેના પાસે 12 વાયુસૈનિક અને ઉપગ્રહ મથકો છે. તે આ મથકોને સમયાંતરે શરૂ કરવાની સ્થિતિમાં રહેવાની સૂચનાઓ આપવાનું ચાલુ રાખે છે. ફેબ્રુઆરી 2019 માં બાલાકોટ (Balakot)માં હવાઈ હુમલા (Airstrike)બાદ ભારતીય સેનાએ તેના તરફથી કાર્યરત મથકમાં વધારો કર્યો છે. સૂત્રોએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, પાકિસ્તાન એરફોર્સના તમામ મથક ભારતીય સેનાના રડાર પર છે. અધિકારીઓ સતત તેમની હિલચાલ પર નજર રાખી રહ્યાં છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4