Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝતાલિબાને પોતાના જ સુપ્રીમ લીડર અખુંદજાદાની કરી હત્યા, મુલ્લા બરાદરને બંધક બનાવ્યો

તાલિબાને પોતાના જ સુપ્રીમ લીડર અખુંદજાદાની કરી હત્યા, મુલ્લા બરાદરને બંધક બનાવ્યો

Hibatullah Akhundzada
Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)માં સત્તા મેળવ્યા બાદ બે જૂથના ઘર્ષણે તાલિબાન (Taliban)ને મોટો ઝટકો આપ્યો છે. બ્રિટન (Britan)ના એક મેગેઝીને દાવો કર્યો છે કે સત્તાના સંઘર્ષમાં તાલિબાન (Taliban)ના ટોંચના નેતા હિબતુલ્લાહ અખુંદજાદા (Akhundzada)નું મોત નિપજ્યુ છે અને નાયબ વડાપ્રધાન મુલ્લા બરાદર (Mullah Baradar)ને બંધક બનાવવામાં આવ્યો છે. સત્તા માટે આ સંઘર્ષ તાલિબાનના જ બે જૂથો વચ્ચે થયો હતો. મેગેઝીને એ પણ જણાવ્યું કે હક્કાની જૂથોની સાથેના સંઘર્ષમાં સૌથી વધુ નુકસાન મુલ્લાહ બરાદરને જ પહોંચ્યું છે.

આ પણ વાંચો: તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ડિરેક્ટરને પદ્દ પરથી હટાવ્યા

બરાદરને બનાવ્યો બંધક

આ અથડામણ બાદ બરાદર (Baradar)કેટલાક દિવસો સુધી લાપતા થઇ ગયો હતો અને હવે ફરી એકવાર તે કંઘારમાં જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર બરાદરે આદિવાસી નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેનુ સમર્થન પણ તેને મળે છે. જોકે બરાદર પર દબાવ બનાવીને તેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. મેગેઝીને દાવો કર્યો છે કે આ વીડિયોથી એવુ સિગ્નલ મળે છે કે બરાદરને બંઘક બનાવવામાં આવ્યો છે. 

અખુંદજાદાનું મોત- રિપોર્ટ

અખુંદજાદાને લઇને રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હજુ સુધી એ સામે નથી આવ્યુ કે તે ક્યાં છે. તે ઘણા સમયથી ન તો જોવા મળ્યો છે કે ન તો તેને કોઇ મેસેજ જાહેર કર્યો છે. તેવામાં એ આશંકા લગાવવામાં આવી છે કે અખુંદજાદાની મોત નિપજ્યું છે. તાલિબાનમાં આ પહેલા સત્તાને લઇને સંઘર્ષ જોવા મળ્યો નહતો. તાલિબાન અને હક્કાની નેટવર્ક 2016 માં એક થઇ ગયા હતા.

બરાદરની કોશિશ હતી કે તે તાલિબાન (Taliban)ની એક અલગ છાપ રજુ કરે જેથી દુનિયા તેને માન્યતા આપે. તે જ હક્કાની નેટવર્ક આત્મઘાતી હુમલાનું કેન્દ્ર બન્યુ છે. અફઘાનિસ્તાન (Afghanistan)માં શરણાર્થિઓના મંત્રી ખલીલ હક્કાની (Khalil Haqqani) ને સંયુક્ત રાષ્ટ્રએ પોતાની આતંકીઓની યાદીમાં સામેલ કર્યું છે.

હક્કાનીનું સીધુ કનેક્શન પાકિસ્તાન સાથે

એક પાસુ એ પણ છે કે હક્કાનીનું સીધુ કનેક્શન પાકિસ્તાન (Pakistan)સાથે છે. પાકિસ્તાન પણ તાલિબાન સરકાર (Taliban Government)માં હક્કાનીનો દબદબો ઇચ્છે છે જેથી તેના માટે પોતાના મનસુબા પુરા કરલામાં સહેલાઇ રહે.

તાલિબાનના સરદાર મુલ્લા બરાદર જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment