Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનમાં તાલિબાનોની ક્રૂરતા, યુવતીની ગોળી મારી કરી હત્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનોની ક્રૂરતા, યુવતીની ગોળી મારી કરી હત્યા

Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)થી અમેરિકી સેના પરત ફર્યા બાદ ત્યાં ફરીથી તાલિબાનનો આતંક વધી ગયો છે. હવે તાલિબાને તમામ હદ પાર કરી છે. અફઘાનિસ્તાનમાં (Afghanistan)તાલિબાન (Taliban) ના આતંકી (Terrorist)ઓએ એક યુવતીને એ કારણોસર હત્યા કરી, કારણ કે તેને કપડા ટાઇટ પહેર્યા હતા અને તેની સાથે કોઇ યુવક નહતો.

કાંદિયાનમાં તાલિબાનોનો સંપુર્ણ કબજો

મળતી માહિતી મુજબ, ઘટના ઉત્તરી બલ્ખ પ્રાંતના સમર કાંદિયાનના એક ગામની છે, જે ગામામાં તાલિબાનો (Taliban) એ સંપુર્ણ કબજો જમાવ્યો છે. બલ્ખના પોલીસ પ્રવક્તા આદિલ શાહે જણાવ્યું કે યુવતીનું નામ નાજનીન હતુ અને તેની ઉંમર 21 વર્ષ હતી.

તાલિબાની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી

પોલીસ (Police) પ્રવક્તાએ વઘુમાં જણાવતા કહ્યું કે યુવતી પોતાના ઘરેથી બલ્ખની રાજધાની મજાર-એ-શરીફ જઇ રહી હતી. તે પોતાના ઘરથી ગાડીમાં બેસી રહી હતી તે દરમિયાન જ આતંકી (Terrorist)એ ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું કે યુવતીએ બુર્ખો પહેર્યો હતો, પરંતુ તાલિબાને આ તમામ લગાવેલા આરોપોને નકાર્યા છે.

યુવતીઓ અને મહિલાઓ પર અત્યાચાર

અફઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાનો (Taliban) નો કબ્જો વધી રહ્યો છે, તેવી જ રીતે યુવતીઓ અને મહિલાઓ પર અત્યારચાર પણ વધી રહ્યા છે. તાલિબાનો (Taliban) યુવતી અને મહિલાઓનું અપહરણ કરી રહ્યા છે અને તેના આતંકીઓ તેના જબદસ્તીથી લગ્ન કરાવી રહ્યા છે.

કઇ રીતે જાહેરાત કરે છે?

એક ખાનગી મીડિયાના રિપોર્ટ અનુસાર તાલિબાન (Taliban) નવા વિસ્તાર પર કબ્જો જમાવે, તે જ સમયે તે મસ્જિદો દ્વારા પોલિસકર્મિઓ અને સરકારી કર્મીઓની પત્નિઓ અને વિધવાઓને પોતાના કબ્જામાં સોંપવાની જાહેરાત કરે છે.

સ્થાનિકો ડરથી કાબુલ જઇ રહ્યા છે

તાલિબાન (Taliban) નો વધતા જતા વિસ્તારથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. સ્થાનિક લોકો મહિલાઓ અને યુવતીઓને કાબુલના સુરક્ષિત સ્થળ પર મોકલી રહ્યા છે, જેથી તેને આતંકી (Terrorist)ઓથી બચાવી શકાય.

આર્મી તાલિબાનો પર હાવી

અફઘાનિસ્તાનના તખાર અને બદાખશાન વિસ્તારમાં મહિલાઓની જબરદસ્તીથી લગ્ન કરાવવા અંગેનું સામે આવ્યુ છે. તેવી જ રીતે બામ્યાન પ્રાંતમાં પણ આવો જ કેસ સામે આવ્યો છે. મહત્વનું છે કે બામ્યાનથી અફઘાની આર્મી (Army)એ તાલિબાનો (Taliban)ને ત્યાંથી નશાડ્યા છે.

સૂચના કેન્દ્રના વડાની પણ હત્યા કરી હતી

 ઉલ્લેખનિય છે કે  તાલિબાન (Taliban) આતંકવાદી (Terrorist)ઓએ શુક્રવારે કાબુલના દારૂલ અમન રોડ પર અફઘાનિસ્તાન (Afghanistan) સરકારના મીડિયા અને સૂચના કેન્દ્રના વડા દાવા ખાન મેનાપાલની હત્યા કરી હતી. તાલિબાન (Taliban) ના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે જવાબદારી લેતા ટ્વિટર પર આતંકવાદીઓના વખાણ કર્યા હતા.

35 થી વધુ લોકોની હત્યા

મળતી માહિતી મુજબ તાલિબાને (Taliban) ગત્ત અઠવાડીયામાં 35થી વધુ લોકોની હત્યા કરી છે. જેમાં સૌથી વધુ હત્યા લઘુમતી હજારા સમુદાયના લોકોની થઇ છે.

આતંકીઓના અત્યાચાર બાદ બાળકને ગંભીર બિમારી

માતા ખાન જિલ્લામાં એક બાળકે પોતાના વિસ્તારમાં સાત દિવસ સુધી તાલિબાન (Taliban) ના અત્યાચારને જોયા બાદ ગંભીર બિમારી સાથે ગુરૂવારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

નિમરોજ પ્રાંતમાં જરાંગ પર અંકુશ મેળવ્યા બાદ તાલિબાને (Taliban) સાર્વજનિક મિલ્કતોને લુંટી અને સ્થાનિક લોકોના ઘરમાં પણ લુંટ ચલાવી હતી. તો હેલમંદ પ્રાંતમાં લશ્કર ગાહ અને તેની આસપાસના વિસ્તારોમાં તાલિબાનોએ  (Taliban) લુંટ, હત્યા કરવી અને લોકોને બંધક બનાવ્યા હોય તે અંગેના અફઘાનિસ્તાન (Afghanistan) મીડિયામાં કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક મહિલાઓને જમવાનું બનાવવા અંગે પણ મજબુર કરી તેના કપડા અને સોનુ લઇ જઇ રહ્યા છે. જ્યારે બાળકોને તેના માતા-પિતાની નજર સામે જ ગોળી મારી રહ્યા છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો આતંક, મોતની સંખ્યામાં દરરોજ વધારો

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment