Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝAfghanistan : તાલિબાનના રાજમાં બેંકના આ એક નિર્ણયથી અફઘાનિસ્તાનમાં આવી શકે છે ભુખમરો

Afghanistan : તાલિબાનના રાજમાં બેંકના આ એક નિર્ણયથી અફઘાનિસ્તાનમાં આવી શકે છે ભુખમરો

Afghanistan
Share Now

15 ઓગષ્ટથી અફઘાનિસ્તાન (Afghanistan)પર તાલિબાને (Taliban)કબજો જમાવી લીઘો છે. પરંતુ હજુ સુધી 15 દિવસ બાદ પણ સરકાર બની શકી નથી. અનિશ્ચિતતાના પગલે અવ્યવસ્થા અફઘાનિસ્તાનમાં હાવી થતી જઇ રહી છે. અફઘાનિસ્તાન (Afghanistan)માં બેંકોની હાલત એટલી હદ્દે ખરાબ થઇ ગઇ છે કે લોકો પોતાના જ પૈસા લેવા માટે ભટકી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ તાલિબાને હવે લોકોને બેંકમાંથી પૈસા કાઢવા પર પણ પાબંધી લગાવી દીધી છે.

અઠવાડીયામાં 200 ડોલરની લિમિટ નક્કી કરાઇ

એક ખાનગી મીડિયાએ દાવો કર્યો છે કે સેન્ટ્રલ બેંક ઓફ અફઘાનિસ્તા (Central Bank Of Afghanistan)ને આદેશ બહાર પાડી જણાવ્યું છે કે, લોકો અઠવાડીયામાં કેટલા પૈસા કાઢી શકે છે. ડે અફઘાનિસ્તાન બેંકે તમામ પ્રાઇવેટ અને ઇન્ટરનેશનલ બેંકોને નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના ગ્રાહકને અઠવાડીયામાં 200 અમેરિકી ડોલર અથવા 20,000 અફઘાની રકમથી વધુ કાઢવા ન આપે. નિર્દેશમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે, નિર્ણય અફઘાનિસ્તામાં નિર્માણ પામેલી આર્થિક હાલાતોના પગલે કામચલાઉ ધોરણે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Afghanistan : અમેરિકાના અફઘાન છોડ્યા પહેલા કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો

કાબુલ એરપોર્ટ પર 40 ડોલરમાં પાણીની બોટલ

અફઘાનિસ્તાનમાં દિવસેને દિવસે બગડી રહેલી હાલાત વચ્ચે અઠવાડીયામાં 200 ડોલરની રકમ ક્યા સુધી ચાલી શકે છે તેનો અંદાજો તમે પણ હાલમાં સામે આવેલા વીડિયો પરથી લગાવી શકો છો. આ વીડિયોમાં એક અફઘાન નાગરિક કાબુલ એરપોર્ટ (Airport)પર વહેંચાઇ રહેલી ખાવા પીવાની ચીજ વસ્તુઓની જાણકારી આપી રહ્યો છે. વીડિયોમાં તેને જણાવ્યું કે, આ સમયે પાણીની બોટલના 40 અમેરિકી ડોલર એટલે કે 3500 અફઘાની છે. એટલુ જ માત્ર નહીં ભાતની પ્લેટના 100 અમેરિકી ડોલર એટલે કે 8600 અફઘાનીની ચુકવણી કરવી પડશે.

જો ભાત અને પાણીની આ કિંમતનો તમે અંદાજો લગાવો તો બે સભ્યના એક અફઘાની પરિવારનું પેટ એક દિવસ ભરવા માટે 200 અમેરિકી ડોલર પણ નહીં થઇ શકે.

પોતાના જ પૈસા માટે લોકો ઉતર્યા રસ્તાઓ પર

અફઘાનિસ્તાનમાં નિજામ બદલ્યા બાદથી કેટલીક બેંક બંધ છે. કાબુલમાં કોઇ પણ બેંકિંગ સર્વિસ ઉપલબ્ધ નથી. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીઓ પોતાને ત્યાં કામ કરનારા કર્મીઓને સેલેરી પણ નથી આપી શકતી જેના પગલે મુશ્કેલીમાં વધારો થતો જઇ રહ્યો છે. 28 ઓગષ્ટના રોજ રાજધાની કાબુલથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં લોકો બેંકોથી પોતાના પેસા કાઢવાને લઇને વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શન કર્યા બાદ કેટલીક કલાકોમાં જ સેન્ટ્રલ બેંકમાંથી પૈસા કાઢવા પર રોક લગાવી દેવાનો નિર્ણય સામે આવ્યો હતો. ડે અફઘાનિસ્તાન બેંકે દેશમાં ચાલી રહેલી તમામ બેંક (Bank)ને સેન્ટ્રલ બેંકના નિયમ- કાયદાના હિસાબે પોતાનું કામ શરૂ રાખવા સુચના આપી છે.

ઉલ્લેખનિય છે કે તાલિબાનના કબજા બાદથી દેશમાં અફરાતફરી મચી છે. કટ્ટરપંથી ઇસ્લામવાદી તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો મેળવ્યા બાદથી અમેરિકા પોતાની ફ્લાઇટ (Flight)દ્વારા અમેરિકી નાગરિકોને અમેરિકા પરત લઇ જઇ રહ્યા છે. અમેરિકાએ કાબુલ એરપોર્ટ પરથી 1,14,000 થી પણ વધુ નાગરિકોનું રેસ્ક્યુ કર્યુ છે. જોકે સત્તાવાર રીતે ગઇકાલે મંગળવારે આ અભિયાન સમાપ્ત થઇ જશે અને હજારો અમેરિકી સૈનિક અફઘાન છોડી દેશે.

એરપોર્ટ પાસે વિસ્ફોટ

ઉલ્લેખનિય છે કે આ પહેલા અફઘાનિસ્તાન ના કાબુલ (Kabul)એરપોર્ટ પાસે ગુરૂવારે એક બાદ એક જોરદાર વિસ્ફોટ (Blast)થયા હતા. અમેરિકી સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ હુમલાઓમાં 13 અમેરિકન સૈનિકો શહીદ થયા છે જ્યારે લગભગ 18 નાગરિકો ઘાયલ થયા છે. આ ઉપરાંત 60 અફઘાનના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કુલ 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ પ્રથમ બ્લાસ્ટ કાબુલના હામીદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના એબી ગેટ પર થયો હતો. તે સમયે દેશ છોડવાનો પ્રયાસ કરનારા લોકોની ભારે ભીડ એરપોર્ટ પર જમા હતી. થોડા જ સમય બાદ, એરપોર્ટ નજીક બેરોન હોટલ પાસે બીજો બ્લાસ્ટ (Blast) થયો. અમેરિકાના સંરક્ષણ સચિવ જોન કિર્બીએ કાબુલ એરપોર્ટના ગેટ પાસે બ્લાસ્ટની જાહેરાત કરી હતી. અમેરિકી સંરક્ષાલય અનુસાર મૃત્યુ પામેલા અમેરિકનોમાં 13 સૈનિક સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલા (Attack)ઓ કરવામાં ફિદાયીન પણ સામેલ હતા. એક ખાનગી ન્યુઝ મીડિયાએ બે અમેરિકી અધિકારીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એક આત્મઘાતી હતો. હુમલામાં માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ હતા.

તાલિબાન (Taliban)ના પરત ફર્યા બાદથી કાબુલ એરપોર્ટ (Kabul Airport)પર સતત અફરા તફરી મચી છે. હવે ત્યાં બ્લાસ્ટ (Blast)થયા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઇ છે. આ પહેલા એવી આશંકા હતી કે એરપોર્ટ પર ટૂંક સમયમાં આતંકવાદી હુમલો થઈ શકે છે, જે હવે સાચો સાબિત થયો છે.

જણાવી દઈએ કે ભલે અમેરિકા ધીમે ધીમે અફઘાનિસ્તાનથી પોતાની સેના પરત બોલાવી રહ્યું છે, પરંતુ કાબુલ એરપોર્ટ હજુ પણ યુએસ આર્મી હેઠળ છે.

એરપોર્ટ નજીક થયા બે બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ પ્રથમ બ્લાસ્ટ કાબુલના હામીદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Airport)ના એબી ગેટ પર થયો હતો. તે સમયે દેશ છોડવાનો પ્રયાસ કરનારા લોકોની ભારે ભીડ એરપોર્ટ પર જમા હતી. થોડા જ સમય બાદ, એરપોર્ટ નજીક બેરોન હોટલ પાસે બીજો બ્લાસ્ટ (Blast) થયો. અમેરિકાના સંરક્ષણ સચિવ જોન કિર્બીએ કાબુલ એરપોર્ટના ગેટ પાસે બ્લાસ્ટની જાહેરાત કરી હતી. અમેરિકી સંરક્ષાલય અનુસાર મૃત્યુ પામેલા અમેરિકનોમાં 13 સૈનિક સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલા (Attack)ઓ કરવામાં ફિદાયીન પણ સામેલ હતા. એક ખાનગી ન્યુઝ મીડિયાએ બે અમેરિકી અધિકારીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એક આત્મઘાતી હતો. હુમલામાં માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ હતા.

તાલિબાન (Taliban)ના પરત ફર્યા બાદથી કાબુલ એરપોર્ટ પર સતત અફરા તફરી મચી છે. હવે ત્યાં બ્લાસ્ટ (Blast)થયા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઇ છે. આ પહેલા એવી આશંકા હતી કે એરપોર્ટ પર ટૂંક સમયમાં આતંકવાદી હુમલો થઈ શકે છે, જે હવે સાચો સાબિત થયો છે.

જણાવી દઈએ કે ભલે અમેરિકા ધીમે ધીમે અફઘાનિસ્તાનથી પોતાની સેના પરત બોલાવી રહ્યું છે, પરંતુ કાબુલ એરપોર્ટ હજુ પણ યુએસ આર્મી હેઠળ છે. બ્લાસ્ટના થોડા સમય પહેલા, કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ઇટાલિયન લશ્કરી વિમાન (Plane)પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઇટાલીના સંરક્ષણ સૂત્રોએ આ વાતની જાહેરાત કરતા કહ્યું કે આ ફાયરિંગમાં વિમાન કે કોઇ મુસાફરને નુકસાન થયું નથી. 

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment