Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબજો, દેશનું નામ બદલાવવાનો નિર્ણય

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબજો, દેશનું નામ બદલાવવાનો નિર્ણય

Share Now

કાબુલ (Kabul)માં દાખલ થયાની સાથે જ તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરી લીધો છે. આ સાથે જ તાલિબાન (Taliban)ના આતંકી ગઇકાલે રવિવારે રાત્રે અફઘાનિસ્તાન (Afghanistan)ના રાષ્ટ્રપતિના ભવનમાં ઘુસી ગયા હતા. એટલુ જ માત્ર નહીં ત્યાં તલિબાનોએ પોતાનુ નિશાન પણ છોડી દીધુ. જણાવી દઇએ કે ગઇકાલે રવિવારે તાલિબાન કાબુલમાં ધુસી ગયા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિએ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધુ હતુ.

અશરફ ગનીના હટ્યા અને સત્તા પરિવર્તન બાદ તાલિબાન (Taliban) તરફથી હવે મૌવાના અબ્દુલ ગની બરાદરને રાષ્ટ્રપતિ (President) બનાવી શકે છે. જણાવી દઇએ કે અશરફ ગની દેશ છોડીને જતા રહ્યા છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ (Vice president)અમરૂલ્લા સાલેહે પણ અફઘાનિસ્તાન છોડી દીધુ છે. તાલિબાન હવે અફઘાનિસ્તાનને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન નામ આપી શકે છે.

લોકોને ચેતવણી

તાલિબાને (Taliban) જાહેરાત કરી છે કે હવે અફઘાનિસ્તાનમાં શરિયા કાનુન લાગુ થશે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે કોઇ પણ દેશ છોડવાની કોશિશ ન કરે. તાલિબાને સરકારી કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યુ કે 20 વર્ષ પહેલા તાલિબાન શાસનમાં જેવી રીતે કામ કરતા હતા, હવે તેવી જ રીતે તે ફરી કામ કરે. તાલિબાને વધુમાં જણાવ્યું કે એક નવી શરૂઆત કરે અને ભ્રષ્ટાચાર અને કૌભાંડથી સાવધાન રહે.

રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાન (Taliban) દાખલ

નોંધનીય છે કે તાલિબાનના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં આતંકી રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થઇ અને બેસ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં ખુરશી, સોફા પર આતંકી બેસતા નજરે ચઢી રહ્યા છે. તાલિબાને ગઇકાલે રવિવારે જાહેરાત કરી કહ્યુ હતુ કે કાબુલમાં રહેલા તમામ હેડક્વાર્ટરને પોતાના કબ્જામાં લઇ લીધા છે. એવા પણ ફોટા (Photo) સામે આવ્યા હતા કે જેમાં આતંકી અફઘાનિસ્તાનનો સરકારી ઝંડો નિકાળી અને પોતાના ઝંડા લગાવી રહ્યા હતા.

રસ્તા (Road)ઓ પર ટ્રાફીક

જણાવી દઇએ કે તાલિબાનના લડવૈયાઓએ કાબુલ શહેરની બહારના વિસ્તારોમાં ગઇકાલે રવિવારે પ્રવેશ કરી લીધો હતો. જેનાથી સ્થાનિકોમાં ભયના માહોલ ફેલાયો હતો. એયરપોર્ટ (Airport), રસ્તા (Road)ઓ પર લોકોની ભીજ  નજરે આવી રહી હતી. તાલિબાને અત્યાપર સુધીમાં અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. કંધાર, હેરાત, મજાર-એ-શરીફ અને જલાલાબાદ જેવા શહેરો સહિત 34 માંથી 25 પ્રાંતીય રાજધાની પર કબજો કરી લીધો છે.  

ઉલ્લેખનિય છે કે આ પહેલા ગઇકાલે રવિવારે તાલિબાને (Taliban) એક નિવેદન બહાર પાડતા કહ્યુ કે તે વચન આપે છે કે કોઇ પણ નાગરિક અથવા સેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે. તાલિબાનના જણાવ્યાં અનુસાર પુરા દેશ પર હવે તેમનો કબ્જો છે.

તાલિબાન સેના અને સરકારી કર્મી (Government Employee)ઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

તાલિબાને કહ્યુ કે, અમારો ઇરાદો કોઇ સાથે બદલો લેવાનો નથી. કાબુલા (Kabul)માં સરકારી નોકરી કરનારા કર્મીઓ અને સેનાને અમે માફ કરી દીધા છે અને તે તમામ સુરક્ષિત છે. કોઇ પણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે. તમામ આપણા જ દેશના છે.

લોકો દેશ ન છોડે

તાલિબાને પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, તમામ લોકો ઘર પર જ રહે અને દેશ છોડવાની કોશિશ ન કરે. અમે ઇચ્છી રહ્યા છે કે તમામ અફઘાની પોતાને ભવિષ્યના ઇસ્લામી વ્યવસ્થામાં એક જવાબદાર સરકાર (Government)ને જોવે.

આ તમામ વચ્ચે અફઘાનિસ્તાન સરકારના મંત્રી (Minister)નું કહેવુ છે કે કાબુલ પર હુમલો નહીં થાય અને સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થશે. તેઓએ વધુમાં કહ્યુ કે કાબુલની સુરક્ષૈની જવાબદારી સુરક્ષાદળોની છે. તાલિબાને કાબુલને ઘેર્યા બાદ હવે એ વાતની આશંકા વધી ગઇ છે કે આગામી 24 કલાકમાં અફઘાની રાષ્ટ્રપતિ અશરફ ગની રાજીનામુ આપી શકે છે. 

અન્ય શહેર પર પણ તાલિબાન (Taliban)નો કબજો

 ઉલ્લેખનિય છે કે આ પહેલા શુક્રવારે દેશના બીજા અને ત્રીજા મોટો શહેર પશ્ચિમના હેરાત અને દક્ષિણના કંધાર પર નિયંત્રણ બાદ તાલિબાને (Taliban) હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહ પર કબ્જો કરી લીધો છે.

Taliban Returns In Afghanistan

લગભગ બે દાયકાના યુદ્ધ સમયે હેલમંદમાં અનેક સૈનિકોના મોત નિપજ્યા હતા. દક્ષિણી વિસ્તાર પર કબ્જાનો મતલબ છે તાલિબાને 34 પ્રાંતમાંથી અડધાથી પણ વધુની રાજધાની પર કબ્જો જમાવી લીધો છે. તેવામાં હવે અમેરિકા (America) કેટલાક અઠવાડીયા બાદ પોતાના અફધાનિસ્તાન (Afghanistan)માં રહેલા સેનાને પરત બોલાવવાની છે. તાલિબાને દેશના બે તૃતિયાંશ ભાગ પર કબ્જો કરી લીધો છે.

નોંઘનીય છે કે શુક્રવારે ઉગ્રવાદીના ગ્રુપે દક્ષિણમાં હેલમંદ સિવાય ઉરૂજગાન અને જાબુલ પ્રાંતની રાજધાનિઓ પર કબ્જો કરી લીધો છે. હેલમંદમાં પ્રાંતીય પરિષદના વડાનું કહેવુ છે કે તાલિબાને ભારે યુદ્ધ બાદ પ્રાંતીય રાજધાની લશ્કરગાહ પર કબ્જો કરી લીધો છે અને સરકારી મિલ્કત પર પોતાનો ઝંડો ફરકાવી દીધો છે. તેઓએ વધુમાં કહ્યુ કે લશ્કરગાહની બહાર સ્થિત રાષ્ટ્રીય સેનાની ત્રણ જગ્યાઓ સરકારના કાબુમાં છે.

તાલિબાને આ પહેલા અફઘાનિસ્તાનના સર એ પુલ પર કબજો જમાવ્યો હતો. જ્યાંથી થોડા સમય પહેલા અમેરિકી (America) ફોર્સ પરત ફરી હતી. ત્યારબાદ તાલિબાને હુમલો (Attack)કરવાની ઝડપ વધારી દીધી હતી. આ સાથે જ કુલ પાંચ પ્રાંતીય રાજધાની છે,  જે હાલમાં તાલિબાનના કબજામાં છે. કુંદુજ,  સર એ પોલ અને તાલોકન શહેરમાં તાલિબાનોનો કબજો છે. આ તમામ શહેર પર ત્રણ દિવસમાં જ તાલિબાનો (Taliban)એ કબજો જમાવ્યો હતો. જ્યારે કે ગત્ત અઠવાડીયામાં જ તાલિબાનોએ કેટલાક અન્ય શહેર પર પણ કબજો જમાવી લીધો છે.

આ પણ વાંચો: અંતે કાબુલનો પણ ઘેરાવ, સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે સોંપવા તૈયારી

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

  

No comments

leave a comment