Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝમહિલા મંત્રી ન બની શકે, તે બાળકોને જન્મ આપવા માટે જ છે: તાલિબાન

મહિલા મંત્રી ન બની શકે, તે બાળકોને જન્મ આપવા માટે જ છે: તાલિબાન

Taliban
Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)સરકાર બન્યા બાદ ફરી તે પોતાના નિવેદનથી પરત ફરવાનો માહોલ ઉભો કરી રહ્યાં છે. 15 ઓગષ્ટના રોજ કાબુલ પર કબજો કર્યા બાદ તાલિબાને કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે મહિલાઓને બરોબરીનો દરજ્જો આપીશુ. તેને રાજકારણમાં પણ પ્રવેશ આપવામાં આવશે. પરંતુ હવે તાલિબાન (Taliban)પ્રવક્તા એક ખાનગી ચેનલ સામે આ તે કેવી દલીલ કરી રહ્યાં છે. તાલિબાની પ્રવક્તાએ ખાનગી ચેનલના ઇન્ટરવ્યુ દરમિયાન કહી રહ્યાં છે કે, કોઇ પણ મહિલાને મંત્રી બનાવવામાં આવશે નહીં. મહિલાઓનું કામ તો માત્ર બાળકોને જન્મ આપવાનું છે.

તાલિબાન (Taliban)પ્રવક્તાએ કહ્યું- મહિલાઓ ભારણ સહન ન કરી શકે

સ્થાનિક મીડિયા પાસેથી એક વાયરલ થયેલા વીડિયોમાં પત્રકાર તાલિબાન પ્રવક્તા (Taliban spokesperson)ને સવાલ પુછી રહ્યોં છે. જેનો જવાબ આપતા તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે, એક મહિલા મંત્રી ન બની શકે, આ એવુ છે જ્યારે તમે તેના ગળામાં કંઇક નાંખી રહ્યાં છો જેને તે સંભાળી શકે નહીં. એક મહિલા માટે કેબિનેટમાં હોવુ જરૂરી નથી, તેને બાળકોને જન્મ આપવો જોઇએ. મહિલા પ્રદર્શનકારી પૂરા અફઘાનિસ્તાન (Afghanistan)નું પ્રતિનિધિત્વ નથી કરતી.

આ પણ વાંચો: Taliban ના શિક્ષણ મંત્રીનું અનોખુ જ્ઞાન- ડીગ્રીની કોઇ વેલ્યુ નહીં, તેના વગર પણ અમે સત્તામાં

તાલિબાન વિરૂદ્ધ મહિલાઓ કરી રહી છે પ્રદર્શન

ઉલ્લેખનિય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા બાદથી મહિલાઓમાં અફરા તફરી મચી ગઇ છે. ગત્ત કેટલાક દિવસોમાં કાબુલ સહિત અનેક શહેરોમાં તાલિબાન સરકાર વિરૂદ્ધ પ્રદર્શન થઇ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ પ્રદર્શનોની આગેવાની મહિલાઓ કરે છે. તાલિબાનને આ પ્રદર્શનમાં કોઇ રસ નથી. આ જ કારણ છે કે પ્રદર્શનકારી મહિલાઓ, લોકલ જનતા ઉપરાંત કવરેજ કરી રહેલા પત્રકારો પર તાલિબાન ગુસ્સો નિકાળી રહ્યું છે. મહિલાઓને લાકડી દ્વારા મારવામાં આવી રહી છે. ત્યાં હાજર પત્રકારોને પણ મારવામાં આવ્યા હતા. કેટલાક પત્રકારોની તો ધરપકડ કરી અને તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તાલિબાને એ પણ જાહેરાત કરી છે કે પરમિશન વિના કોઇ પણ પ્રદર્શનની મંજૂરી નથી. સોશિયલ મીડિયા પર તાલિબાની લડવૈયા દ્વારા મહિલાઓને મારી રહ્યાં હોય તેવા અનેક વીડિયો વાયરલ થયા છે.

દૂતાવાસ પર હુમલો કરી અને વચન તોડ્યુ

માત્ર મહિલાઓને લઇને જ નહીં, તાલિબાને વિદેશી દૂતાવાસોને લઇને પણ પોતાના વચનથી પલટવાર કરતા નજરે ચઢ્યા છે. તાલિબાને પહેલા દાવો કર્યો હતો કે, દૂતાવાસો સહિત અન્ય દેશના રાજદૂતોની સંસ્થાઓમાં દખલગીરી નહીં કરે. તેઓએ વિદેશીઓને પણ પરત ફરવાની અપીલ કરી હતી. પરંતુ હાલમાં  તાલિબાની લડવૈયાઓ દ્વારા કાબુલમાં નોર્વેના દૂતાવાસ પર કબજો કર્યો હોવાના સમાચાર મળ્યા છે. જ્યાં તોડફોડ કરી અને ઘણા પુસ્તકોને નુકસાન પહોંચાડ્યુ હોય તેવા ફોટો પણ સામે આવ્યા છે.

આ દેશ તાલિબાનનું સમર્થન કેમ કરી રહ્યું છે જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment