Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeનેચર & વાઈલ્ડ લાઈફવાયરલ વીડિયો : હાથીના બચ્ચાંનું પરિવાર સાથે મિલન, માતાને જોઈને બચ્ચું થયું ખુશ

વાયરલ વીડિયો : હાથીના બચ્ચાંનું પરિવાર સાથે મિલન, માતાને જોઈને બચ્ચું થયું ખુશ

elephant
Share Now

તાજેતરમાં, હાથીના એક નાના બચ્ચાંનો વીડીયો સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યો છે. (Tamilnadu) તમિલનાડુ વનવિભાગે એક હાથીના બચ્ચાંને તેના પરિવાર સાથે મળાવ્યું. નીલગિરિના પહાડોમાં મુદુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આ પહેલ કરવામાં આવી છે.  ટ્વિટર પર શેર કરેલો વીડિયો બતાવે છે કે અધિકારીઓએ હાથીના બચ્ચાંના પરિવારને શોધવા માટે ઓપરેશનનું નેતૃત્વ કેવી રીતે કર્યું. વીડિયોમાં હાથીનું બચ્ચું બચાવ ટીમનો ધ્યાનપૂર્વક પીછો કરતું જોઇ શકાય છે.

(Tamilnadu)  તમિલનાડુના અગ્ર સચિવ (પર્યાવરણ અને વન) સુપ્રિયા સાહુએ વીડિયો શેર કર્યો અને વન અધિકારીઓના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે લખ્યું કે, “મુદુમલાઈમાં TN ફોરેસ્ટર્સ દ્વારા હાથીના બચ્ચાંને બચાવ્યા બાદ હાથીના પરિવાર સાથે ફરી મિલાપ કરાવવામાં આવ્યો. આ વીડિયો ખૂબ જ હૃદયસ્પર્શી છે. અધિકારીઓને અભિનંદન.

સુપ્રિયા સાહુએ બીજો એક વીડીયો શેર કરતા એમાં કહ્યું કે, “હાથી પર અવિશ્વસનીય રીતે પ્રેમ પ્રગટ થઈ રહ્યો છે, જેનું TN ફોરેસ્ટર્સ દ્વારા પરિવારમાં ફરીથી મિલન કરાવ્યું”.

સાંકડા ઊંચા ભાગ પર ચડતો આ નાનો હાથી વિડીયોમાં દેખાય છે. પછી તે થોડીવાર માટે એક જગ્યાએ રોકાઈ છે. અને વીડિયોમાં બચ્ચું તેની માને જોયા બાદ ખુશીથી અવાજ કરતો જોવા મળે છે. થોડીવાર પછી, નાનું બચ્ચું તેની માતા તરફ દોડે છે.

શિકાર વિરોધી નિરીક્ષકોનો ઉલ્લેખ કરતા IAS અધિકારીએ લખ્યું કે, “માતા પાસે જતી વખતે હાથીનું બચ્ચું ખુશ થઈને અવાજ કરે છે. ઘણા અભિનંદન સચિન, વેંગટેશ પ્રભુ, પ્રસાદ, વિજય, જ્યોર્જ પ્રવીણસન, થંબા કુમાર, અનીશ કુમાર અને APW ટીમ પંડાલુર. ” આ બધા જ અધિકારીઓ નીલગિરિ જિલ્લાના પંડાલુર તાલુકામાં નિમણૂક થયેલા છે.

આ પણ વાંચો : વિશ્વનો સૌથી નાનો વાંદરો, કેમ ઓછી થઈ રહી છે આ વાંદરાની વસ્તી

મુદુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્ય એક ટાઈગર રિજર્વ છે. કોઇમ્બતુરથી આશરે 150 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ નીલગિરિની ટેકરીઓ પર સ્થિત છે. આ અભયારણ્ય કર્ણાટક અને કેરળની સરહદ પર આવે છે.આ સંરક્ષિત વિસ્તારમાં ભારતીય હાથી, વાઘ અને ભારતીય દીપડાની સાથે અનેક લુપ્તપ્રાય પ્રજાતિઓનું ઘર છે.

આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment