Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઑટો & ગેજેટ્સટાટા સમૂહ એર ઈન્ડિયાની ઘરવાપસી કરવા સજ્જ, બોલી લગાવી

ટાટા સમૂહ એર ઈન્ડિયાની ઘરવાપસી કરવા સજ્જ, બોલી લગાવી

Tata Group Air India Acquisition : Tata Sons and Ajay Singh of Spicejet Files Bid for Govt Carrier
Share Now

નવી દિલ્હી : ભારતની સૌથી મોટી એરલાઈન્સ અને સરકાર માટે ખોટનો ડુંગરો બની રહેલ એર ઈન્ડિયા એરલાન્સને વેચવા માટે મોદી સરકારે છેલ્લા એક વર્ષની કાર્યરત છે. સરકાર રાષ્ટ્રીય એરલાઈન્સમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચવાની તૈયારી સાથે આગળ વધી રહી છે. જોકે એર ઈન્ડિયાના વિનિવેશ માટે એક સારા સમાચાર આવ્યા છે. એર ઈન્ડિયા માટે ટાટા સમૂહે બોલી લગાવી(Tata Group Air India Acquisition )ને સરકારને રાહત આપી છે.

Tata Group Air India Acquisition

Tata Group Air India Acquisition

બોલી લગાવવાના અંતિમ દિવસે ટાટા સમૂહે એર ઈન્ડિયા એરલાઈન્સ માટે બોલી લગાવી છે. આ સિવાય એર ઈન્ડિયાના ખાનગીકરણમાં અન્ય દિગ્ગજ એરલાઈન્સ સ્પાઈસ જેટના સ્થાપક અને પ્રમોટર અજય સિંહે પણ બોલી લગાવી છે.

એર ઇન્ડિયાને સૌથી પહેલા જેઆરડી ટાટા દ્વારા વર્ષ 1932માં ટાટા એરલાઇનના નામે શરૂ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યુ અને તેની માલિકી ભારત સરકાર પાસે જતી રહી છે.

ટાટા સમૂહે ગઈકાલે લગાવેલ બોલી અંતિમ તબક્કામાં પહોંચે અને સૌથી વધુ બીડ હશે તો સંભવિત છે કે ફરી કદાચ એર ઇન્ડિયા ટાટા સમૂહમાં જોડાઈ(Tata Group Air India Acquisition ) શકે છે.

આ પણ વાંચો  : સરકારની લ્હાણી: AGR રાહતની સાથે ટેલિકોમ સેક્ટરમાં 100% વિદેશી રોકાણની મંજૂરી

Air India Loss

નાણાંકીય વર્ષ 2020 એટલેકે 31 માર્ચ, 2020 સુધીમાં દેશની તિજોરીને એર ઈન્ડિયાને કારણે 70,820 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે,તેમ નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી વીકે સિંહે 5મી ઓગષ્ટે સંસદના ચોમાસા સત્રમાં જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં ઈન્ડિયન એરલાઈન્સનું એર ઈન્ડિયા સાથે મર્જર કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદથી જ એર ઈન્ડિયાને કારણે દેશની તિજોરીને ફટકો પડી રહ્યો છે.

Tataની એરલાઈન્સમાં નોંધપાત્ર હિસ્સેદારી

ટાટા સમૂહ પાસે અગાઉથી જ બે એરલાઇન્સ કંપનીઓમાં હિસ્સેદારી ખરીદી રાખી છે, જેમાં એક કંપની એર એશિયા ઇન્ડિયા છે, જે લો-કોસ્ટ એરલાઇન છે. તો બીજી એરલાઇન્સ કંપની વિસ્તારા છે, જે ઈન્ટરાનેશનલ બ્રાંડ છે. જો કે હજી સુધી એ સ્પષ્ટ થઇ શક્યુ નથી કે ટાટા ગ્રૂપે કઇ કંપની તરફથી એર ઇન્ડિયા માટે બિડ કરી છે.

Tata Sons made offer through its 100% arm Talace Private Ltd while Singh placed the financial bids in his personal capacity along with some investment fund

એર ઈન્ડિયામાં 100% સ્ટેક સેલની વિચારણા

એર ઇન્ડિયા પર લગભગ 43,000 કરોડ રૂપિયાનું દેવુ છે. સરકાર એર ઇન્ડિયાનો સંપૂર્ણ 100 ટકા હિસ્સો વેચવા ઇચ્છે છે. ડિસઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે એર ઈન્ડિયાને રૂ .23,000 કરોડના દેવા સાથે નવા માલિકીને ટ્રાન્સફર કરવામાં આવશે અને બાકીનું દેવું સરકારી માલિકીની એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AIAHL)ને ટ્રાન્સફર કરવામાં આવશે.

આ ઉપરાંત આ કંપનીની એરલાઇન્સની સંપત્તિઓ જેવી કે મુંબઈમાં એર ઈન્ડિયાનું બિલ્ડિંગ, દિલ્હીમાં એરલાઈન્સ હાઉસ, દિલ્હીના કનોટ પ્લેસમાં 4 એકર જમીન અને દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં વિવિધ હાઉસિંગ સોસાયટીઓ વગેરે જાળવી રાખશે.

આ પણ વાંચો  : Ola E-સ્કૂટરનું વેચાણ શરૂ : જાણો ફિચર્સ અને Price; ગુજરાતમાં મળશે ખાસ ડિસ્કાઉન્ટ

JRD ટાટાએ શરૂ કરી હતી એરલાઈન કંપની

જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી ટાટા (JRD Tata)એ 1932માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. બ્રિટનના શાહી રોયલ એર ફોર્સના પાયલોટ હોમી ભરૂચા ટાટા એરલાઈન્સના પહેલા પાયલોટ હતા જ્યારે જેઆરડી ટાટા અને નેવિલ વિન્સેન્ટ બીજા અને ત્રીજા પાયલોટ હતા. જેઆરડી ટાટાએ કરાંચીથી મુંબઈની ફ્લાઈટ માટે ઉડાન ભરી હતી. 15 ઓક્ટોબર 1932એ આ ઉડાન દરમિયાન તેના પ્લેનમાં ટપાલ હતી. બોમ્બે પછી નેવિલ વિંસેન્ટ આ પ્લેનને ઉડાવીને ચેન્નાઈ લઈ ગયા હતા.

Air India Selloff: Will Ratan be crowned the diamond who was lost in 1953?

દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ બદલાયું કંપનીનું નામ

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન જેઆરડી ટાટા ફક્ત ઉદ્યોગપતિ સુધી જ સીમિત ન હતા. એરક્રાફ્ટમાં તેમણે રસ દાખવ્યો અને 1929માં જેઆરડી ટાટાને પાયલોટનું લાયસન્સ મળ્યું. તે ભારતમાં પહેલા વ્યક્તિ હતા, જેમને પાયલોટનું લાયસન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ સમયે વિમાન સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જ્યારે ફરીથી વિમાન સેવાઓ શરૂ થઈ ત્યારે 29 જુલાઈ 1946ના રોજ ટાટા એરલાઈન્સનું નામ બદલીને તેનું નામ એર ઈન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો  : IPO બજારની તેજી મોટી આફતના એંધાણ ? અડધાથી વધુ IPO માત્ર ઓફર ફોર સેલ

Air India Selloff: Will Ratan be crowned the diamond who was lost in 1953?

1953માં થયું રાષ્ટ્રીયકરણ

આઝાદી પછી 1947માં એર ઈન્ડિયા (AIr India Sell Off)ની 49 ટકા ભાગીદારી સરાકરે લઈ લીધી હતી. 1953માં તેનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું. ઓગસ્ટ 1953માં સરકારે તમામ 9 ખાનગી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી દીધું. હવે એર ઈન્ડિયા સરકારના હાથથી ફરી એકવાર ખાનગી હાથમાં જવાની(Tata Group Air India Acquisition ) છે. સરકારની યોજના 2021ના અંત સુધી તેને ખાનગી હાથમાં સોંપી આપવાની છે. ટાટા ગ્રુપે એર એશિયા ઈન્ડિયાના માધ્યમથી એર ઈન્ડિયાન માટે બીડ લગાવી છે અને તેના અધિકારી છેલ્લા કેટલાક મહિનામાં સમગ્ર ભારતમાં એરલાઈન સાઈટ્સનો પ્રવાસ કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment