નવી દિલ્હી : રતન ટાટા(Ratan Tata) અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલ વિવાદ(Tata-Mistry Feud)માં એક નવો વળાંક આવ્યો છે. શાપુરજી પલોનજી ગૃપ(Shapoorji Pallonji Group)ના પ્રમોટર્સોએ રોકાણકારોને ડિબેન્ચર વેચીને ૬૬૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે આ ડિબેન્ચર વેચાણ માટે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના શેરોને ગીરવે મુકવામાં આવશે. મિસ્ત્રી પરિવારની કંપનીએ આ અંગે ૨૫ સપ્ટેમ્બરના રોજ કંપની રજીસ્ટ્રાર પાસે દસ્તાવેજ જમા કરાવ્યા હતા.
Tata-Mistry Feud
કાયદાકીય જાણકારોનું કહેવું છે કે મિસ્ત્રી પરિવારના આ પ્રયાસથી ટાટા ગ્રુપની સાથે ચાલી રહેલ ધર્ષણ વધશે. આ પહેલા ટાટા સન્સ આ પ્રકારના પ્રયાસોનો વિરોધ કરી ચુક્યું છે. મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં ૧૮ ટકા હિસ્સેદારી છે. સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)ને ઓક્ટોબર ૨૦૧૬માં ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી જ ટાટા ગ્રુપ અને મિસ્ત્રી પરિવારની વચ્ચેના સબંધોમાં કડવાશ આવી ગઈ છે. બંને માંધાતાઓ વચ્ચે આ મુદ્દે કાયદાકીય લડાઈ ચાલી રહી છે.
આ પણ વાંચો : પૃથ્વી થિયેટરને સંકટથી બહાર લાવવા આગળ આવ્યા રાકેશ ઝુનઝુનવાલા
ટાટા સન્સનો હિસ્સો ગીરવે મુકશે
એસપી ગ્રુપ પર આ સમયે મોટું દેવું છે. આ કારણ જ છે કે ગ્રુપના પ્રમોટર ડીબેન્ચર ઈશ્યુ કરીને નાણાં એકત્ર કરવા માંગે છે. જેનો ઉપયોગ ગ્રુપની કંપનીઓની બેંક લોનનું એડવાન્સ પેમેન્ટ કરવામાં કરાશે. સાથે જ ગ્રુપની કંપનીઓને વર્કિંગ કેપિટલની પણ જરૂર પડશે. મિસ્ત્રી પરિવારની કંપની સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને કંપની રજિસ્ટારની પાસે જે દસ્તાવેજ જમા કરાવ્યા છે તે અનુસાર પ્રમોટર્સ ગૃપની કંપની ઇવનગેલોસ વેન્ચર્સ(Evangelos Ventures) મારફતે ૬૬૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે. આ ઈશ્યુ માટે ટાટા સન્સના શેરો ગીરવે મુકવામાં આવશે. સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ટાટા સન્સમાં ૯.૧૮૫ ટકા હિસ્સેદારી છે.
સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશ(Sterling Investment Corp)ને ટાટા સન્સના શેરોને સ્ટાન્ડડ ચાર્ટડ બેંકમાં ગીરવે મુકેલા છે. શાપુરજી પલોનજી એન્ડ કોર્પોરેશન લિમિટેડની લોનના બાકી ચૂકવવાના ૨૮૦૦ કરોડ રૂપિયાની અવેજીમાં તે ગીરવે મુકવામાં આવ્યા હતા. જો કે દસ્તાવેજો અનુસાર આ લોનની ગત મહીને સમય પહેલા ચુકવણી કરી દેવામાં આવી હતી. આ અંગે શાપુરજી પલોનજી એન્ડ કંપની અને ટાટા સન્સ અને સ્ટાન્ડડ ચાર્ટડ બેન્કે ટીપ્પણી કરવાનો ઇનકાર કરી દીઘો છે.
સુપ્રિમનો સુપ્રિમ ફેંસલો આવી ચૂક્યો છે
સુપ્રિમ કોર્ટે ૨૬ માર્ચના રોજ આપેલા(Tata-Mistry Feud) ચુકાદામાં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવવાના કંપનીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જો કે આ અંગે કોર્ટે કઈ પણ કહ્યું ન હતું કે મિસ્ત્રી પરિવાર ટાટા સન્સના શેરોમાં ગીરવે મૂકી શકે કે નહિ. સમગ્ર મામલાની જાણકારી ધરાવતાં વકીલે કહ્યું હતું કે આ વાતનો કોઈ ઉલ્લેખ નથી કે ટાટા સન્સના શેરોને ગીરવે મૂકી શકાય કે નહીં પરંતુ શેરોનું યોગ્ય મુલ્ય નક્કી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ પરિભાષિત કરવામાં આવી છે જેનો અર્થ એ છે કે શેરોને ટ્રેડ કરી શકાય છે.
આ પણ વાંચો : Sarva Pitru Amas નિમિતે આ રીતે કરો શ્રાદ્ધ તર્પણ અને દાન-પુણ્ય
દેવાના ડુંગર હેઠળ શાપુરજી પલોનજી સમૂહ
૧૫૦ વર્ષ જુના એસપી ગ્રુપ પર અંદાજે ૨૦૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. તેઓ પોતાનું દેવું ઉતારવા માટે પોતાની સંપતિને વેચી રહ્યા છે. કંપનીએ હાલમાં જ યુરેકા ફોર્બ્સમાં મહત્તમ હિસ્સેદારી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એડવાન્ટ ઇન્ટર નેશનલને ૪૪૦૦ કરોડ રૂપિયામાં વેચી દીઘી હતી. ગ્રુપની અન્ય એક કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર પણ દેવું ઉતારવા માટે ભાગીદાર શોધી રહી છે. એસબીઆઈના નેતૃત્વ હેઠળની બેન્કોના એક કંસોટીરીયમે ગત વર્ષે ઓક્ટોબરમાં કંપની માટે વન ટાઈમ રીસ્ટ્રક્ચરીંગને મંજુરી આપી હતી. રીઝર્વ બેંકના કોરોના રાહત કાર્યક્રમ હેઠળ કંપનીને આ રાહત આપવામાં આવી હતી, જેનાથી કંપનીને લોન રીપેમેન્ટ કરવા માટે ૨ વર્ષની રાહત મળી હતી.
આ પણ વાંચો : હોમ લોન માટે કરી રહ્યાં છો Apply ? તો આ બાબતોની અચૂક ધ્યાન રાખો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4