અમદાવાદ : દેશની ટોચની કાર અને કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક કંપનીએ કાચા માલના વધારાને પગલે અંતે વાહનોના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. ચીન અને દુનિયાથી આવતા જરૂરી રો મટીરિયલના ભાવમાં વધારો થતા કંપનીએ કોમર્શિયલ વાહનોના ભાવમાં વધારો(Tata Motors Price Hike) ઝીંક્યો છે.
Tata Motors Price Hike
ટાટા મોટર્સે મંગળવારે જણાવ્યું હતું કે તે વધતા ઇનપુટ ખર્ચની અસરને સરભર કરવા માટે 1 ઓક્ટોબરથી તેના કોમર્શિયલ વાહનોની શ્રેણીમાં લગભગ 2 ટકાનો ભાવવધારો(Tata Motors Price Hike) કરશે. ઓટો ઉત્પાદકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડેલ અને વાહનના વેરિએન્ટને આધારે 2 ટકાની આસપાસનો વધારો કરવામાં આવશે.
છેલ્લા એક વર્ષમાં સ્ટીલ અને કિંમતી ધાતુઓ જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ક્રમશ વધારો થયો છે. તેના કારણે ઓટો ઉત્પાદકો માટે ઇનપુટ ખર્ચમાં વધારો થયો છે.
આ પણ વાંચો : રેકોર્ડ : BSEએ 3 મહિનામાં જોડ્યાં નવા 1 કરોડ રોકાણકારો
સ્ટીલ અને અન્ય કિંમતી ધાતુઓ જેવી જરૂરી પ્રોડકટસના કિંમતમાં સતત વધારો થતા કંપનીને પ્રોડક્ટ્સની કિંમતમાં વધારો કરીને સામાન્ય બોજ હળવો(Tata Motors Price Hike) કરવાની ફરજ પડી છે.
ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સની દેશનું સૌથી મોટી ઉત્પાદક કંપની છે જેમાં ટ્રક, બસ અને હલકા વેપારી વાહનોનો સમાવેશ થાય છે.
મારૂતિએ પણ વધારો હતો ભાવ
આ મહિનાની શરૂઆતમાં દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSI)એ સેલેરિયો સિવાય તેની સમગ્ર પ્રોડક્ટ રેન્જના ભાવમાં 1.9 ટકાનો વધારો કર્યો હતો. કંપનીએ નોંધ્યું હતું કે તેણે વિવિધ ઇનપુટ ખર્ચમાં વધારાને કારણે ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે.
ચોંકાવનારી વાત એ હતી કે મારૂતિ સુઝુકી દ્વારા આ ભાવવધારો વર્ષનો ત્રીજો ભાવ વધારો હતો.
Two Wheelers પણ મોંઘા થયા
ટુ-વ્હીલર સેગમેન્ટમાં હીરો મોટોકોર્પે(Hero MotoCorp Price Hike) પણ આ વર્ષે આત્યારસુધી જ ત્રણ વખત કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ 20 સપ્ટેમ્બરથી તેની મોટરસાઇકલ અને સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમતમાં 3,000 રૂપિયાનો વધારો કર્યો છે.
ટૂ-વ્હીલર કંપનીએ જાન્યુઆરીમાં તેની મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતોમાં અગાઉ 1,500 રૂપિયા અને એપ્રિલમાં ફરી 2,500 રૂપિયાનો વધારો કર્યો હતો.
આ પણ વાંચો : દેશમાં ઇલેક્ટ્રિક કાર-બાઈક નહિ, આ EV વાહન બની રહી છે લોકોની પ્રથમ પસંદ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4