ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહયો છે જેમાં ઇલેકર્ટિક ફોર વ્હીલ અને ટૂ-વ્હીલ શામેલ છે. વાત કરીએ ઇલેક્ટ્રિક ફોર વ્હીલની તો ભારતમાં અત્યારે 2 જ કંપનીની કાર રસ્તાઓ પર વધારે જોવા મળે છે. જેમાં ટાટા અને MG મોટર્સ શામેલ છે. દેશમાં કોમ્પેક્ટ SUVનું વેચાણ વધી રહ્યું છે જેમાં બ્રેઝા, વેન્યુ, TUV સહિતની ગાડીઓ શામેલ છે પણ વાત કરીએ તો ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ SUVની ભારતમાં સૌથી વધારે વેચાણ ટાટાની નેકસન ઇલેક્ટ્રિક સૌથી આગળ છે.
વાત કરીએ નેકસનના વેચાણની તો જૂન 2021માં કારનું સૌથી વધારે વેચાણ થયું હતું. જૂનમાં આ કારના 650 યુનિટ ભારતમાં વેચાયા હતા જેમાં 33%નો વધારો નોંધાયો છે. જો મે 2021ની સાથે તુલના કરીએ તો મેમાં 486 યુનિટ નું વેચાણ કર્યું હતું. ભારતના ઈલેક્ટ્રોનિક વાહનના બજારમાં ટાટા નેક્શન 71% હિસ્સો ધરાવે છે.
MGની ZS EV
ભરતીય ઈલેક્ટ્રોનિક કાર માર્કેટમાં ટાટાના સૌથી મોટા હરીફની વાત કરીએ તો તેમ MG એકમાત્ર કંપની છે MGની વાત કરીએતો તેની ZS EVનું જૂન 2021માં 250 યુનિટ વેચાણ કર્યું હતું જે સાથેજ ZS EV ભારતમાં સૌથી વધારે વેચાયેલી કારમાં બીજા સ્થાન પર આવી ગઈ છે. મે 2021માં આ કારના 102 યુનિટ વેચાય હતા જે નેક્શનની તુલનામાં ઘણા ઓછા છે. ત્યાર બાદ કંપનીના વેચાણમાં 145%નો વધારો નોંધાયો હતો. MGની ZS EV ભરતીય ઇલેક્ટ્રિક બજારમાં 27.3% હિસ્સો ધરાવવાની સાથે 2જા નંબર પર પણ છે.
ટાટા મોટર્સે આ કારને જાન્યુઆરી 2020માં વેચવાની શરૂઆત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કંપનીએ આ કારના 5,500 જેટલા યુનિટનું વેચાણ કર્યું છે. વધતાં જતાં વેચાણને લઈને એવું અનુમાન લગાવી શકાય છે. કે કારનું વેચાણ ભવિષ્યમાં વધવાની શક્યતાઓ છે.
pc- autocar India
નેક્શન ઇવી સ્પેશિફિકેશન
નેક્શન ઇવીમાં ઇલેક્ટ્રિક મોટર જોવા મળે છે જે 27bhp અને 245Nm ટોર્ક જનરેટ કરે છે, કારમાં 30.2kWhની બેટરી આપવામાં આવે છે. જેણે 0 થી 80% સુધી ચાર્જ થવામાં 1 કલાક જેટલો સમય લાગે છે અને ફૂલ ચાર્જ કર્યા પછી કારની 312kmની છે. સાથે કારમાં ઓટોમેટિક ગિયર ટ્રાન્સમિશન આપવામાં આવે છે. કંપનીએ હલમાંજ ભારતમાં નેક્સન ઇવીનું ડાર્ક વર્ઝનને લોન્ચ કર્યું છે.
વધતાં જતાં પેટ્રોલ ડીઝલના ભાવના કારણે અને એન્જિન કારને જાળવણીમાં વધારે ખર્ચ આવવાના કારણે ભારતમાં ઇલેક્ટ્રિક કારના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક વાહનનું વેચાણ વધારવા માટે સરકાર પણ ઘણા લાભો આપતી હોય છે. ઈલેક્ટ્રોનિક વાહન એ માત્ર પર્યાવરણ માટેજ નહીં પરંતુ આર્થિક રીતે પણ વધારે ફાયદા કારક છે.
આ પણ વાંચો:બહાર ફરવાનું થયું મોંઘું, ખાનગી બસના ભાડાંમાં 20% સુધીનો વધારો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android:http://bit.ly/3ajxBk4