નવી દિલ્હી : ભારતીય ઈતિહાસ અત્યાર સુધીના સૌથી ખાનગીકરણ(LIC બાકી છે) એર ઈન્ડિયામાં ભારતના સૌથી સ્વચ્છ છબી ધરાવતા ઉદ્યોગ સમૂહ ટાટા સન્સે બાજી મારી છે. એર ઈન્ડિયાના ખાનગીકરણ માટે સરકાર મરણિયા પ્રયાસ કરી રહી હતી. સરકારે એક બાદ એક બોલી માટેની અંતિમ તારીખો વધારી હતી પરંતુ આજે આવેલ અહેવાલ અનુસાર એર ઈન્ડિયાને નવો ખરીદાર(Tata Sons Win Air India) મળી ગયો છે.
Tata Sons Win Air India
દેશની સૌથી મોટી અને એકમાત્ર સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને સરકારે વેચવા કાઢી હતી. સતત ખોટનો ખાડો બની ગયેલ એર ઈન્ડિયાના ખાનગીકરણ માટે સરકારે અરજીઓ મંગાવી હતી. કદ પ્રમાણે અતિશય મોટી એર ઈન્ડિયાને માત્ર બે ખરીદાર જ મળ્યાં હતા જેમાં ટાટા સમૂહ અને અજય સિંઘના નેજા હેઠળનું ખાનગી રોકાણકારોનું સમૂહ એમ બે જ બીડર હતા અને અંતે અમિત શાહના નેજા હેઠળની બનેલ એર ઈન્ડિયાના ખાનગીકરણની માટે પેનલે આજે ટાટા સન્સની બોલી(Tata Sons Win Air India)ને મંજૂરી આપી છે.
આ પણ વાંચો : आज पहली तारीख है : આજથી બદલાશે આ 7 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
Air India Loss
નાણાંકીય વર્ષ 2020 એટલેકે 31 માર્ચ, 2020 સુધીમાં દેશની તિજોરીને એર ઈન્ડિયાને કારણે 70,820 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે,તેમ નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી વીકે સિંહે 5મી ઓગષ્ટે સંસદના ચોમાસા સત્રમાં જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં ઈન્ડિયન એરલાઈન્સનું એર ઈન્ડિયા સાથે મર્જર કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદથી જ એર ઈન્ડિયાને કારણે દેશની તિજોરીને ફટકો પડી રહ્યો છે.
Tataની એરલાઈન્સમાં નોંધપાત્ર હિસ્સેદારી
ટાટા સમૂહ પાસે અગાઉથી જ બે એરલાઇન્સ કંપનીઓમાં હિસ્સેદારી ખરીદી રાખી છે, જેમાં એક કંપની એર એશિયા ઇન્ડિયા છે, જે લો-કોસ્ટ એરલાઇન છે. તો બીજી એરલાઇન્સ કંપની વિસ્તારા છે, જે ઈન્ટરાનેશનલ બ્રાંડ છે. જો કે હજી સુધી એ સ્પષ્ટ થઇ શક્યુ નથી કે ટાટા ગ્રૂપે કઇ કંપની તરફથી એર ઇન્ડિયા માટે બિડ કરી છે.
એર ઈન્ડિયામાં 100% સ્ટેક સેલની વિચારણા
એર ઇન્ડિયા પર લગભગ 43,000 કરોડ રૂપિયાનું દેવુ છે. સરકાર એર ઇન્ડિયાનો સંપૂર્ણ 100 ટકા હિસ્સો વેચવા ઇચ્છે છે. ડિસઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે એર ઈન્ડિયાને રૂ .23,000 કરોડના દેવા સાથે નવા માલિકીને ટ્રાન્સફર કરવામાં આવશે અને બાકીનું દેવું સરકારી માલિકીની એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AIAHL)ને ટ્રાન્સફર કરવામાં આવશે.
આ ઉપરાંત આ કંપનીની એરલાઇન્સની સંપત્તિઓ જેવી કે મુંબઈમાં એર ઈન્ડિયાનું બિલ્ડિંગ, દિલ્હીમાં એરલાઈન્સ હાઉસ, દિલ્હીના કનોટ પ્લેસમાં 4 એકર જમીન અને દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં વિવિધ હાઉસિંગ સોસાયટીઓ વગેરે જાળવી રાખશે.
આ પણ વાંચો : Sivaji Ganesan ના જન્મદિવસ નિમિતે ગૂગલે ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા
ટાટાની જ હતી એર ઈન્ડિયા ?
ભારતના ઓટો સેક્ટરને પાટે ચઢાવનાર જેઆરડી ટાટાને ભારતમાં હવાઈ ક્ષેત્રના જન્મમદાતા પણ માનવામાં આવે છે. મહત્વની વાત એ છે કે તેમણે સૌથી પહેલા ટાટા એરલાઇન્સની શરુઆત કરી હતી.
ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 1930માં તેમણે આગા ખાન સ્પર્ધામાં ભાગ લેવા માટે ભારતથી ઇંગ્લેન્ડ વચ્ચે એકલા હવાઈ પ્રવાસ કર્યો હતો. ત્યારબાદના બે વર્ષ પછી JRD Tataએ શરૂ કરી હતી ટાટા એરલાઇન્સ કે જેને ટાટા એર સર્વિસ પણ કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત કે ટાટા એરલાઈન્સનું નામ બદલીને પછી એર ઈન્ડિયા રાખવામાં આવ્યું હતુ, જી હાં એટલેકે આજની એર ઈન્ડિયા JRD ટાટાની દેન છે.
PC : HUMLOG
બીજા વિશ્વયુદ્ધ બાદ આ ટાટા એર સર્વિસ જેને બાદમાં ટાટા એરલાઈન્સ નામ આપવામાં આવ્યું તેનું પબ્લિક લિમિટેડ કંપની એટલેકે સરકારી કંપની બનાવવામાં આવી અને નામ બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું હતુ.
વર્ષ 2000-2001માં સરકારે એર ઈન્ડિયાના ખાનગીકરણના પ્રયાસ કર્યા હતા પરંતુ, તે નિષ્ફળ નીવડુયાં હતા અને ત્યારબાદથી જ કંપની સતત ખોટના ખાડા(Air India Loss)માં ચાલતી હતી અને અંતે હવે તે ખોટનો પહાડ બની ગઈ છે. જોકે આગામી સમયનું પણ તેનું આઉટલુક હજી અનિશ્ચિત જ વર્તાઈ રહ્યું છે.
સ્પાઈસજેટ પણ મેદાને
ભારતની લો કોસ્ટ એરલાઈન્સ સ્પાઈસજેટના પ્રમોટર અજય સિંઘે એર ઈન્ડિયા માટે 1 અબજ ડોલરનું ફંડ એકત્ર કરવાની તૈયરી આદરી હતી. રસપ્રદ વાત એ છે કે અજય સિંઘ એર ઈન્ડિયામાં 100% હિસ્સેદારી ખરીદવા ઈચ્છુક છે.
આ પણ વાંચો : એક સપ્તાહમાં બે કંપનીઓના શેર થયા ડબલ, શું તમે પૈસા કમાયા કે નહિ ?
અજય સિંઘની યોજના
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર એર ઈન્ડિયા માટે અજય સિંઘ એક સ્પેશયલ પર્પઝ વ્હિકલ(SPV) થકી બોલી લગાવશે. અજય સિંઘની સાથે અમેરિકાના બે ફંડ પણ એર ઈન્ડિયાને ખરીદવા ભંડોળ આપશે. આ SPVમાં અજય સિંઘ(Ajay Singh)પાસે ઓછામાં ઓછી 26% હિસ્સેદારી હશે અને બાકીની અમેરિકી રોકાણકારો પાસે હશે.
અમેરિકના બે ફંડે આ એસપીવીમાં અંદાજે 70 કરોડ ડોલરના રોકાણની તૈયારી દર્શાવી છે. જોકે આ અંગે હજી અંતિમ નિર્ણય કરવામાં નથી આવ્યો. વાટાઘાટો ચાલી રહી છે, અંતિમ નિર્ણય ઓગષ્ટ સુધીમાં થઈ શકે છે.
અજય સિંઘ પણ અંદાજે 300 મિલિયન ડોલરના રોકાણની તૈયારી કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે નિયમોને અનુસરવા અને પૈસા એકત્ર કરવા માટે અજય સિંઘ સ્પાઈસજેટમાં પણ હિસ્સેદારી વેચી શકે છે અને અમુક હિસ્સો ગીરવે પણ મુકી શકે છે. સ્પાઈસજેટ તેના કાર્ગો યુનિટને પણ લિસ્ટ કરાવવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજનામાં સ્પાઈસજેટ એક્સપ્રેસમાં પણ હિસ્સો અજય સિંઘ વેચશે અને નિયમો અનુસાર તેમણે OFS પણ લાવવો જ પડશે.
આપને જણાવી દઈએ કે Ajay Singhની સ્પાઈસજેટમાં 60% હિસ્સેદારી છે અને અહેવાલ અનુસાર અજય સિંઘ એક તૃતાંક્ષ હિસ્સો વેચી શકે છે. સ્પાઈસજેટનું બજાર મૂલ્ય ગઈકાલના બંધ ભાવ 80 રૂપિયા પ્રમાણે 4850 કરોડ રૂપિયા છે અને 60% હિસ્સેદરી પ્રમાણે અજય સિંઘ પાસે 2900 કરોડનો સ્ટેક છે.
આ પણ વાંચો : અંબાણીનો એક્કો: સતત 10મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, અદાણીની સંપત્તિ સૌથી ઝડપી વધી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4