Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝટાટાની થઈ મહારાજા : ટાટા સન્સે એર ઈન્ડિયાને 18,000 કરોડમાં જીતી

ટાટાની થઈ મહારાજા : ટાટા સન્સે એર ઈન્ડિયાને 18,000 કરોડમાં જીતી

Tata Group Air India Acquisition : Tata Sons and Ajay Singh of Spicejet Files Bid for Govt Carrier
Share Now

નવી દિલ્હી : ભારતની સૌથી મોટી એરલાઈન અને ભારતની એકમાત્ર સરકારી એરલાઈન એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયામાં સરકારે એક મહત્વનો મુકામ પાર કર્યો છે. એર ઈન્ડિયાની ખાનગીકરણની પ્રક્રિયાના અંતે સરકારને સરકારી એરલાઈનનો ખરીદાર(Tata Sons Won Air India) મળ્યો છે.

Tata Sons Won Air India

Tata Sons Won Air India

એર ઈન્ડિયા માટે સરકારને કુલ બે બિડ મળી હતી. દેશના સૌથી ધનાઢ્ય સમૂહ ટાટા સમૂહની ટાટા સન્સ અને અજય સિંઘના નેજા હેઠળના એક રોકાણકારોના સમૂહે એર ઈન્ડિયા માટે બોલી લગાવી હતી.

સરકાર માટે ખોટનો ખાડો બની ગયેલ એર ઈન્ડિયાને ખરીદવા માટે ટાટા સન્સે 18,000 કરોડની બોલી લગાવી છે. આ(Tata Sons Won Air India) 18,000 કરોડમાંથી ટાટા સન્સે 15,300 કરોડ દેવાના હસ્તાંતરણ માટે ચૂકવ્યાં છે એટલેકે એર ઈન્ડિયાનું 15,300 કરોડનું દેવું હવે ટાટા ચૂકવશે અને 2700 કરોડની ચૂકવણી સરકારને રોકડમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની પુણ્યતિથિ નિમિતે જાણો તેમના સંઘર્ષ અને તેમની કૃતિઓ વિશે

હવે કોઈને પણ સવાલ થશે કે એર ઈન્ડિયા પર કુલ કેટલું દેવું હતુ ? આજે ટાટા સૌથી હાઈએસ્ટ બિડર છે તેવી જાહેરાત કરતા સમયે દીપમ સેક્રેટરીએ કહ્યું કે માર્ચ, 2021ના નાણાંકીય વર્ષના અંતે એર ઈન્ડિયા પર કુલ રૂ. 46,239 કરોડનું દેવું હતુ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment