અમદાવાદ : ટેક્સ ભરીને દેશના વિકાસમાં સહભાગીદાર થવાની સામાન્ય જનતાને મોદી સરકારની નેમમાં લોકો જોડાઈ રહ્યાં છે. સામે પક્ષે મોદી સરકાર કરદાતાઓને એ પણ આશ્વાસન આપે છે કે યોગ્ય ટેક્સની આકરણી કરીને સંભવિત તમામ રીફંડ(Tax Refund)પણ તાત્કાલિક પરત ચૂકવવામાં આવશે અને આજ પ્રકારનો દાખલો ફરી એક વખત જોવા મળી રહ્યો છે.
Tax Refund
આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે 1 એપ્રિલથી 4 ઓક્ટોબર વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ 53.54 લાખથી વધુ કરદાતાઓને ટેક્સ રીફંડ કર્યા છે. આ કરદાતાઓને ટેક્સ બોડીએ 82,229 કરોડ રૂપિયાથી વધુની રકમ પરત કરી છે.
CBDT issues refunds of over Rs. 82,229 crore to more than 53.54 lakh taxpayers from 1st April, 2021 to 04th October, 2021. Income tax refunds of Rs. 20,510 crore have been issued in 51,88,762 cases &corporate tax refunds of Rs. 61,719 crore have been issued in 1,65,397 cases(1/2)
— Income Tax India (@IncomeTaxIndia) October 6, 2021
આવકવેરા વિભાગે માહિતી આપી કે 51,88,762 કેસોમાં રૂ. 20,510 કરોડનું વ્યક્તિગત આવકવેરા રીફંડ જારી કરવામાં આવ્યું છે અને જ્યારે 1,65,397 કેસોમાં 61,719 કરોડનું કોર્પોરેટ ટેક્સ રીફંડ(Tax Refund) જારી કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે બુધવારે તેના સત્તાવાર ટ્વિટર પર આ માહિતી ઉપલબ્ધ કરાવી હતી.
આ પણ વાંચો : ‘દાંડિયા’નો ઈતિહાસ હવે બન્યો ‘ભૂતકાળ’ !
રીફંડ પ્રોસેસ
આજકાલ એવો સમય છે કે સામાન્ય માનવી પોતાના રોજિંદા કામોમાં જ એટલો વ્યસ્ત હોય છે ને કે તેને પોતાના માટે અને અન્ય બહારના કામ કરવા અને જોવા માટેનો સમય જ નથી હોતો. માત્ર અંગત કે સામાજિક કામ જ નહિ પરંતુ આર્થિક એટલેકે પૈસાને લગતા કામ અને હિસાબી ચોપડાના કામો માટે સમય નથી મળતો.
તેથી OTT India Gujarati કરદાતાઓને તેમના ટેક્સ રીફંડની સ્થિતિ તપાસવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે આજે રીફંડ તપાસવાની પ્રક્રિયા અંગે અહિ જણાવી રહ્યું છે.આવકવેરા વિભાગના ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્કની વેબસાઇટ દ્વારા કરદાતાઓ તેમના રીફંડની સ્થિતિ ઓનલાઇન ખૂબ જ સરળ રીતે ચકાસી શકે છે.
આ પણ વાંચો : મુસ્લિમ કારીગરો બનાવે છે નવરાત્રિના દાંડિયા, દેશ-વિદેશમાં પ્રખ્યાત છે ગોધરાના દાંડિયા
તો આવો તમને જણાવીએ કે રીફંડની સ્થિતિ તપાસવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે ?
- તમારી રીફંડની સ્થિતિ તપાસવા માટે, તમારે પહેલા ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્કની વેબસાઇટ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html ની મુલાકાત લેવી પડશે
- આ પછી, તમારી સામે જે પેજ ખુલશે તેના પર, તમારે તમારો પાન નંબર દાખલ કરવો પડશે અને જે વર્ષ માટે રીફંડ બાકી છે તે ભરવું પડશે
- આ પછી, તમારે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે અને આગળ વધવાના વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમારી રીટર્ન સ્થિતિ સ્ક્રીન પર બતાવવામાં આવશે
આ પણ વાંચો : બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે નવલા નોરતાની શરૂઆત-આવો જાણીએ પવિત્ર યાત્રાધામ અંબાજીનો અનેરો મહાત્મય
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4