Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝવિશ્વના સૌથી લોકપ્રિય નેતા પીએમ મોદી ટ્વિટર પર પ્રભાવશાળી લોકોની યાદીમાં બીજા નંબર પર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પીએમ મોદી ટ્વિટર પર પ્રભાવશાળી લોકોની યાદીમાં બીજા નંબર પર

pm modi
Share Now

પીએમ મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. દેશના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે પીએમ મોદી. જી હા, ટ્વિટર પર 50થી વધારે પ્રભાવશાળી લોકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા નંબર પર છે. પહેલા સ્થાન પર અમેરિકન ગાયક ટેલર સ્વિફ્ટને જગ્યા મળી છે. કન્ઝ્યૂમર ઈન્ટેલિજેન્સ કંપની બ્રેંડવોચના વાર્ષિક રિસર્ચના આધાર પર આ લિસ્ટ તૈયાર છે. જેમાં પીએમ મોદીને ટ્વીટર પર બીજા સૌથી અસરકારક વ્યક્તિના રુપમાં રજુ કરવામાં આવ્યા છે. એટલે કે ટ્વિટર પર તેમની આગળ કોઈ ઔર નેતા ન ટકી શકે.

taylor swift

સચીન તેન્ડુલકરનું પણ નામ, સચિન સતત નબળા વર્ગ માટે અવાજ ઉઠાવતા રહે

આ યાદીમાં સચિન તેન્ડુલકરનું નામ પણ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે આ લિસ્ટમાં સચિને અમેરિકન એક્ટર ડવેન જોનસન, લિયોનાર્ડો ડિકૈપ્રિયો અને અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા સહિત અનેક હસ્તિઓને પાછળ છોડી દીધા છે. કંપનીએ કહ્યું કે સચિન સતત નબળા વર્ગ માટે અવાજ ઉઠાવતા રહે છે. એટલા માટે તેમના સહયોગી બ્રાન્ડના પ્રાસંગિક અસરકારક અભિયાનના ચાલતા તેમના ફેન ફોલોઈંગ ઘણા વધારે છે. આના ચાલતા તેમણે આ લિસ્ટમાં 35માં નંબર પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઘરના ઘરનું સ્વપ્ન થશે સાકાર, ‘‘આવાસ માસ’’ મા લાભાર્થીઓને મળશે સહાય

યૂનિસેફ સાથે જોડાયેલા છે તેન્ડુલકર

sachin tendulkar ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન, રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા સચિન એક દશકથી વધારે સમયથી યૂનિસેફ સાથે જોડાયેલા છે અને તેમના 2013માં દક્ષિણ એશિયાના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા હતા. સચિન તેન્ડુલકરે ગ્રામીણ અને શહેરી ભારત બન્નેમાં સ્વાસ્થ્ય, ખેલ સાથે જોડયેલા અનેક પાસાઓનું સમર્થન કર્યુ છે. ક્રિકેટની વાત કરીએ તો સચિને અનેક એવા રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવા અશક્ય નજરે પડે છે.

પ્રિયંકાના પતિને પણ મળી જગ્યા

બ્રૈંડવોચની આ યાદીમાં પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસ, નિકી મિનાજ, બેયોન્સે, લુઈસ ટોમલિંસન, બ્રૂનો માર્સ, લિયામ પાયને અને તાકાફૂમી હોરીને પણ સામેલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ આ લિસ્ટમાં 61 ટકા પુરુષો છે. જેમાં 39 ટકા મહિલાઓ છે. લિસ્ટમાં 67 ટકા લોકો અમેરિકાથી છે. તો 13 ટકા લોકો બ્રાઝિલથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીવાર ગ્લોબલ એપ્રૂવલ રેટિંગમાં ટોચનું સ્થાન જાળવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીવાર ગ્લોબલ એપ્રૂવલ રેટિંગમાં ટોચનું સ્થાન જાળવ્યું છે. તેમણે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકેનું બહુમાન મેળવ્યું છે. તેમણે લોકપ્રિયતાની રેસમાં અમેરિકી પ્રમુખ જો બાઇડેન અને જર્મનીના ચાંસેલર એન્જેલા મર્કલ જેવા આ યાદીમાં સામેલ 13 મહાનુભાવોને વટાવી ગયા છે. તેમને 70 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. એક ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજી મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ હાલમાં અઠવાડિક ધોરણે વિવિધ દેશોમાં સરકારી નેતાઓ માટે એપ્રૂવલ રેટિંગને ટ્રેક કરે છે. તેણે તાજેતરમાં જણાવાયું છે કે પીએમ મોદીનું એપ્રૂવલ એ વિશ્વના અન્ય તમામ નેતાઓમાં સૌથી ટોચનું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment