Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝ“યે હૌસલા કૈસે તુટે” તપતી ગર્મીમાં ઊંટ પર બેસીને ગુરુઓ આપી રહ્યાં છે શિક્ષણ

“યે હૌસલા કૈસે તુટે” તપતી ગર્મીમાં ઊંટ પર બેસીને ગુરુઓ આપી રહ્યાં છે શિક્ષણ

Rajsthan
Share Now

કોરોના વાયરસનો દેશભરમાં કહેર વર્તી રહ્યો છે, દેશમાં 3 કરોડને પાર કોરોના વાયરસનો આંકડો પહોંચી ગયો છે, ત્યારે કોરોના આવતાની સાથે જ શાળાઓ, કોલેજ બંધ છે, જેથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે, પણ આ ઓનલાઇન શિક્ષણ માત્ર શહેરોમાં જ જોવા મળે છે. ત્યારે રાજસ્થાનના ટીચર્સ ( Rajasthan Teachers) દ્વારા એક  અનોખુ અભિયાન ચલાવવામાં આવ્યુ છે, ( Rajasthan Teachers) રાજસ્થાનના ટીચરનો આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. નાના ગામડાઓમાં તેમજ દુર જ્યાં નેટવર્ક ન પકડાતુ હોય, જેની પાસે ફોન કે લેપટોપની સુવિધાન ન હોય તે શિક્ષણથી વંચિત રહી જાય છે.

Online Education

Image Courtsey : ET

“ યે હૌસલા કૈસે તુટે ”

એક કહેવત છે ને કે, હૌસલા અને હિંમત હોય તો બધુ જ કરી શકાય છે, મન હોય તો માંડવે જવાય, તે રીતે પોતાના હૌસલા અને હિંમતને શિક્ષકે કોરોનાના કપરા કાળમાં તુટવા ન દીધી અને હિંમત હાર્યા વગર પોતાના શિષ્યોને આ ગુરુઓની ઊંટ સવારી શિક્ષણ આપવા માટે નીકળી પડી.

 

પણ કઇ રીતે?  તમે સાંભળીને નવાઇ લાગશે તો જોઇ લો આ વીડિયો જે વાઇરસ થઇ રહ્યો છે. રાજસ્થાનની (Rajasthan Teachers) તપતી ગર્મીમાં પણ ઊંટ પર બેસીને આ શિક્ષકોની ટોળી જાણે કહી રહી હોય કે અહીં અમે છીએ ત્યાં સુધી બાળકોના ભવિષ્ય પર કોઇ આંચ નહી આવે. બાળકોના ભવિષ્યની ચિંતા કરતા આ શિક્ષકો રાજસ્થાનના બાડમેરમાં એક અભિયાન ચલાવ્યુ હતુ.

 તપતી ગર્મીમાં ઊંટ સવારી કરીને આપે છે શિક્ષણ

આ અભિયાનમાં શિક્ષકોએ તપતી ગર્મીમાં ઊંટ પર સવારી કરીને ગ્રામીણ ક્ષેત્રો તરફ જાય છે, અને શાળાના બાળકોને ભણાવી રહ્યાં છે. ગર્વમેન્ટ હાયર સિનિયર સ્કુલ ભીમથલના પ્રીંસીપાલ રુપ સિંહ જાખડ અને થોડા શિક્ષકો આ અભિયાનમાં તેમનો સાથે આપી રહ્યાં છે.

 

એક તરફ જ્યાં પૈસા હોવા છતાં સારી શાળામાં બાળકોને એડમિશન માટે ધક્કા ખાવા પડતાં હોય ચે, બીજી બાજુ એવા ટીચર્સ પણ નથી હોતા જે તેમને સરખુ જ્ઞાન આપી શકે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ટીચર્સે ફરી સાબિત કર્યું છે કે તેમના માટે પહેલુ તેમનું કામ છે.

ગર્વમેન્ટ હાયર સિનિયર સ્કુલ ભીમથલના પ્રીંસીપાલ રુપ સિંહ જાખડ આ નેક અભિયાનની પ્રશંસા કરતા કહે છે કે, હું આવી શિક્ષકોની ટીમને સલામ કરુ છુ, આ અભિયાનના પ્રયત્નને આગળ પણ આજ રીતે વધારતા રહીશુ.

કોરોનાની ગાઇડલાઇનનું પાલન

શિક્ષકો ભણાવવાની સાથે સાથે બાળકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું પણ સમજાવે છે, માસ્ક, સેનિટાઇઝર વગેરે સાથે રાખવાનું કહે છે. તેમજ પોતે પણ આ વસ્તુઓનું વિતરણ કરી રહ્યાં છે.

દેશમાં આવા શિક્ષકો મળી જાય તો પછી કોઇ શિષ્ય જ્ઞાન વગર નહી રહે અને સાથે સાથે પાયાથી પણ એ બાળકો ઘડાશે, પોતાનું અને પરિવારના સભ્યોનેપણ આગળ આવવામાં મદદ કરી શકશે, એક બાળક ભણે છે તો સાથે સાથે એનુ ઘર અને પરિવાર પણ આગળ આવે છે, કારણ કે એના ભણતર જ એ તેમા ઘડતણનો પાયો હોય છે. 

શહેરોમાં રહેતા અને ઊંચા પગાર ધોરણે નોકરી કરતાં ટીચરોમાં પોતાના શિષ્યો પ્રત્યેની આવી ચિતા ભાગ્યે જ જોવા મળે. ત્યારે દેશને આવા શિક્ષકોની જરુર છે જે બાળકોને ભણતરની સાથે સાથે ઘડતણ પણ આપે.

આવા જ દેશ વિદેશના સમાચાર, ક્રાઇમ અને રમત-ગમતના સમાચારો માટે તમે જોતાં રહો માત્ર OTT india…

આ પણ વાંચો:  હવે અમદાવાદમાં પણ માણી શકશો રૉબોટિક ગેલેરીની અદ્દભૂત દુનિયા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment