Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeઇતિહાસદેશના આર્દશ શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની રોચક વાતો

દેશના આર્દશ શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની રોચક વાતો

sarvepalli radhakrishnan
Share Now

આજે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે શિક્ષક દિવસ (Teachers’ Day), પણ શું તમને ખબર છે કે આ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે? નાના હતા ત્યારે શાળામાં આ દિવસે બાળકો જુદાં જુદા વિષયોના ટીચર બનીને આ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. દરેકનાં જીવનમાં એક શિક્ષકની ભુમિકા અલગ અલગ હોય છે, શિક્ષા મેળવીને વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે વિશેષ ભુમિકા નિભાવે છે. સફળતા તેને જ મળે છે જે જીવનમાં મહેનત કરે છે. 

શિક્ષક તે નથી જે છાત્રોના દિમાગમાં જઇને જબરદસ્તી તથ્યોને નાંખે, પણ તે છે જે આવનારા કાલના પડકારો માટે પણ તૈયાર હોય: ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન

Sarvepalli Radhakrishnan - Wikipedia

Image Courtsey: Wikipedia

 

શા માટે ઉજવાય છે?

ભારતના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ(Dr Sarvepalli Radhakrishnan) તેમના શિક્ષમાં આપેલા યોગદાન માટે આજના દિવસે દર 5 સપ્ટેમ્બરનાં રોજ શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવે છે. આઝાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિની રીતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન (Dr Sarvepalli Radhakrishnan)નું નામ ભારતીય અક્ષરોમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ(Sarvepalli Radhakrishnan)

ભારતની સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યની પરંપરાનું ખુબ જ મહત્વ છે, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888 માં થયો હતો.

Sarvepalli Radhakrishnan

Image Courtsey: Wikipedia

તે એક વિદ્વાન હતા, તેમણે પોતાના જીવનમાં 40 વર્ષ એક શિક્ષકના રુપમાં ભારતના ભવિષ્યને સારુ બનાવવા બનાવ્યા હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણએ કહ્યું હતુ કે જ્યારે મારો જન્મદિવસ મનાવવામાં આવે ત્યારે શિક્ષકોનું સમ્માન થાય.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે થોડા મિત્રો, તેમના પુર્વ છાત્રો તેમને મળવા માટે પહોંચ્યા હતા, ત્યાં તેમણે સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ ભવ્ય રીતે ઉજવ્યો હતો.

સપ્ટેમ્બરનો દિવસ ટીચર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત

ત્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનએ કહ્યું હતુ કે મારો જન્મ દિવસ મનાવવા માટે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે. જે બાદથી ભારતમાં 5 સપ્ટેમ્બરનો દિવસ ટીચર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત થઇ. જે આજે પણ ચાલુ છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન(Dr Sarvepalli Radhakrishnan) એ પોતાની શિક્ષા 1896 માં પિતાજી એ તેમનું એડમિશન ક્રિશ્વિયન મિશનરી સંસ્થા લુર્થન મિશન સ્કુલ, તિરુપતિમાં કરાવ્યુ હતુ, જ્યાં તેમણે 5 વર્ષ સુધી સ્ટડી કરી હતી. 1900 માં વેલ્લુરના કોલેજમાં તેમણે શિક્ષા પ્રાપ્ત કરી હતી. મદ્રાસ ક્રિશ્ચયન કોલેજમાંથી પુરી કરી. તેમણે દર્શન શાસ્ત્રમાં એમ એ પણ પુરુ કર્યું.

 Remembering the great guru, Sarvepalli Radhakrishnan

Image Courtsey: The Economic Times

જ્યારે ભારતને સ્વતંત્રતા મળી તે સમયે જવાહરલાલ નેહરુનું રાધાકૃષ્ણ ને આગ્રહ કર્યો હતો, વિશિષ્ટ રાજદુતના રુપમાં સોવિયત સંઘની સાથે રાજકિય કાર્યોની પુર્તિ કરવ.

નેહરુજીની વાતને સ્વીકારતા તેમણે 1947 થી 1949 સુધી સંવિધાન નિર્માત્રી સભાના સદસ્યના રુપમાં કાર્ય પણ કર્યું. 13 મે 1952 થી 13 મે 1962 સુધી દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યાં.

13 મે 1962 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરવામાં આવી. રાજેન્દ્ર પ્રસાદની તુલનામાં તેમનો કાર્યકાલ ચુનોતિભર્યો હતો. કારણ કે,  તે સમયે ભારત અને ચીન અને પાકિસ્તાન સાથે યુદ્વ  થયા અને તેમાં પણ ચીનની સાથે ભારચને હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ બે પ્રધાનમંત્રી ઓના દેહાંત પણ કાર્યકાલ દરમિયાન જ થયો હતો.

આ પણ વાંચો: હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદની દેશભક્તિ જોઇને જ્યારે દંગ રહી ગયો હતો હિટલર

No comments

leave a comment