Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝનર્મદામાં શિક્ષકોના ધરણા, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

નર્મદામાં શિક્ષકોના ધરણા, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

Share Now

ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના અગત્યના પડતર પ્રશ્નોનો લાંબા સમય પછી પણ ઉકેલ ન આવતા, શિક્ષકોએ આજથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. આજથી રાજપીપળા ખાતે નર્મદા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના શિક્ષકો (Teachers of Narmada) દ્વારા કાળી પટ્ટી પહેરી, ધારણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. 

Teachers of Narmada protesting against government

  • શિક્ષકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
  • રાજપીપળા ખાતે શિક્ષકો દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ 
  • અગત્યના પ્રશ્નોનો લાંબા સમય પછી પણ ઉકેલ ન ઉકેલાયા 
  • શિક્ષકોને છેલ્લાં ત્રણ વર્ષના હપ્તા રોકડ ચુકવવામાં આવ્યા નથી
  • રાજપીપળામાં શિક્ષકોનું ધરણા પ્રદર્શન 

આ પણ વાંચો: ધોળકિયાનું સુરત આવવા આમંત્રણ, પ્રત્યેક મહિલા હોકી ખેલાડીને ૨.૫૦ લાખનું ઇનામ 

નર્મદા જીલ્લાના રાજપીપળા જીલ્લાના શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. શિક્ષકોના અગત્યના પડતર પ્રશ્નો જેવા કે પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી, તમામ હેતુઓ માટે સળંગ ગણવા બાબતે અને તથા સાતમાં પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચુકવવા છે. આ પ્રશ્નો અંગે સરકાર દ્વારા સંદર્ભ-ર થી જાહેરાત કરવામાં આવી હતી. પણ તેમ છતાં શિક્ષકોને છેલ્લાં ત્રણ વર્ષના હપ્તા રોકડ ચુકવવામાં આવ્યા નથી. જેને શિક્ષકો દ્વારા જલ્દીથી જલ્દી ચુકવવાની માંગ કરી હતી.

Teachers of Narmada protesting against government

આ સિવાય ૧૯ જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ સચિવાલય ગાંધીનગરના બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરીપત્રમાં રહેલી વિસગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવાની માંગ પણ કરવામાં આવી હતી, જે પણ પૂરી નથી કરવામાં આવી. ઉપરાંત સી.પી.એફ. અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જી.પી.એફ. અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવા ની માંગ પણ કરાઈ છે.

નર્મદા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના (Teachers of Narmada) પ્રમુખ મહેન્દ્રસિંહ સિંધા અને માધ્યમિક પ્રમુખ દિગ્વિજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, “હાલ સંયુક્ત મહામંડળનું આંદોલન ચાલી રહ્યું છે. જેના બીજા તબક્કાના ભાગરૂપે આજથી “કાળી પટ્ટી” ધારણ કરી ધરણા પ્રદર્શન કરીશું. અને જ્યાં સુધી અમારી માંગો પૂરી કરવામાં નહિ આવે, ત્યાં સુધી અમે આ જ પ્રકારે ધરણા કરીને વિરોધ કરીશું.”

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment