ટી20 વર્લ્ડ કપમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ T20 ફોર્મેટની કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું છે. ન્યુઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ટી20 સીરિઝ માટે મંગળવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાને T20 ક્રિકેટ ટીમ માટે રોહિત શર્માના રૂપમાં નવો કેપ્ટન મળ્યો છે. જ્યારે પૂર્વ કેપ્ટન કોહલીને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમમાં સ્થાન મળ્યું નથી.
IPLના ત્રણ સ્ટાર્સને મળી તક
ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી ટી20 સીરિઝમાં ભારતીય ટીમમાં 16 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિરીઝ માટે આઈપીએલના યુવા સ્ટાર્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં વેંકટેશ ઐયર, અવેશ ખાન, હર્ષલ પટેલ અને ઋતુરાજ ગાયકવાડના નામ સામેલ છે. રોહિત શર્માને યુવા ટીમની કમાન મળી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ આ તકનો કેવી રીતે લાભ ઉઠાવે છે તે તો સમય જ કહેશે.
આ પણ વાંચો:પાકિસ્તાનમાં રમવા તૈયાર નથી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ, મેચ પહેલા પ્રવાસ કર્યો રદ્દ
આ ટીમ માટે ભારતીય ટીમમાંથી ઘણા મોટા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. જેમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનું નામ સામેલ છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાને પણ બહાર કાઢવામાં આવ્યો છે. જો કે, બીસીસીઆઈના જણાવ્યા અનુસાર આ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં ભારતીય ટીમ નીચે મુજબ હશે.
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, ઋષભ પંત, ઈશાન કિશન, હર્ષલ પટેલ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, એન.એસ. સિરાજ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરિઝનો કાર્યક્રમ
નવેમ્બર 17: 1લી T20, જયપુર
19 નવેમ્બર: બીજી T20, રાંચી
21 નવેમ્બર: ત્રીજી T20, કોલકાતા
25 નવેમ્બર: પહેલી ટેસ્ટ, કાનપુર
3 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, મુંબઈ
ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડ કપમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ T20 ફોર્મેટણી કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું છે. ન્યુઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ટી20 સીરિઝ માટે મંગળવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાને T20 ક્રિકેટ ટીમ માટે રોહિત શર્માના રૂપમાં નવો કેપ્ટન મળ્યો છે. જ્યારે પૂર્વ કેપ્ટન કોહલીને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમમાં સ્થાન મળ્યું નથી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4