રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા (Team India)ને સિરીઝમાં 2-0ની અજેય લીડ અપાવી છે. તેવામાં આજે રવિવારે કીવી ટીમનો વ્હાઈટ વોશ કરવા માટે રોહિત શર્મા (Rohit Sharma)ની ટીમ કોલકાતાના મેદાનમાં ઉતરશે. ટીમ મેચ (Match)જીતી લય જાળવવાનો પ્રયત્ન કરશે.
Team India સામે NZનું પ્રદર્શન ખાસ ન રહ્યું
સીરઝની પહેલી 2 મેચની વાત કરીએ તો કીવી બેટ્સમેન (Batsman)મિડલ ઓવરમાં વિસ્ફોટક પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાંચીમાં રમાયેલી બીજી મેચમાં પહેલી 6 ઓવર સુધી કીવી ટીમનો સ્કોર 60 રનથી પણ વધુ હતો, તેમ છતાં મિડલ ઓવર્સમાં હર્ષલ પટેલ સહિત ઈન્ડિયન બોલર્સ (Indian bowlers)સામે કીવી બેટ્સમેન ખાસ રન કરી ન શક્યા અને જેના પરિણામે હાઈસ્કોર નોંધાવામાં નિષ્ફળ રહ્યા હતા.
ટીમ ઇન્ડિયા પહેલા ટોસ જીતી બેટિંગ કરશે
ઈન્ડિયન ટીમે પહેલી બંને ટી20 મેચમાં ટોસ જીતી બોલિંગ (Bowling)પસંદ કરી હતી. તેના કારણે રોહિત શર્મા અને ટીમને સરળતાથી સ્કોર ચેઝ કરી સિરીઝ પોતાને નામ કરવામાં આસાની રહી હતી. હવે રોહિત શર્મા આ મેચમાં પણ પ્રથમ ટોસ જીતી અને મેચ પર મજબુત પકડ જમાવવાની કોશીશ કરશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
આ પણ વાંચો: ડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી
પિચ પર રહેશે નજર
કોલકાતાના ઈડન ગાર્ડનની પિચ બેટિંગ ફ્રેન્ડલી રહેશે. આ પિચ પર સ્પિનર્સને મિડલ ઓવર્સમાં સહાય મળી શકે છે. જેથી બંને ટીમમાં સારા સ્પિન બોલર હોવાથી રસાકસી ભર્યો જંગ જોવા મળશે. આ પિચ પર સ્કોર ચેઝ કરતા સમયે 7માંથી 5 મેચ ટીમ જીતી ચૂકી છે.
Team India યુવા ખેલાડીને આપી શકે છે તક
ટીમ ઇન્ડિયા સિરીઝ (Series)માં 2-0થી આગળ ચાલી રહી છે. જેને લઇને રોહિત શર્મા અને કોચ દ્રવિડ યુવા ખેલાડીને તક આપી શકે છે. જેના પગલે ઋતુરાજ ગાયકવાડની સાથે ઈશાન કિશનને પણ તક મળી શકે છે. જ્યારે બોલિંગ આક્રમણમાં આવેશ ખાનનો પ્લેઇંગ-11માં સમાવેશ થઈ શકે છે.
ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ-11: કે.એલ.રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, વેંકટેશ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, આવેશ ખાન, દીપક ચાહર, હર્ષલ પટેલ
ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ-11: માર્ટિન ગપ્ટિલ, ડેરિલ મિચેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઈફર્ટ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉદી, ઈશ સોઢી, ટ્રેંટ બોલ્ટ
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4