Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeન્યૂઝતેલંગાણાના સીએમ ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂત પરિવારને આપશે વળતર

તેલંગાણાના સીએમ ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂત પરિવારને આપશે વળતર

Telangana-CM
Share Now

ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતોને વળતરની સતત માંગણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કર્યા પછી, ઘણા નેતાઓએ એવી માંગ ઉઠાવી હતી કે આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતોના પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે.

જો કે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ તેલંગાણા સરકારે ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતના પરિવારોને ત્રણ-ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રી  કે ચંદ્રશેખર રાવે આની જાહેરાત કરતી વખતે બીજી ઘણી માંગણીઓ કરી છે.

તેલંગાણા સરકાર 3 લાખ રૂપિયા આપશે

તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરએ કહ્યું છે કે તેલંગાણા સરકાર ખેડૂતોના આંદોલનમાં જીવ ગુમાવનારા 750 થી વધુ શહીદ ખેડૂતોને 3 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે આ પરિવારોને વળતર તરીકે 25-25 લાખ રૂપિયા આપવામાં આવે, સાથે જ તેમની સામે નોંધાયેલા તમામ કેસ કોઈપણ શરત વિના પાછા ખેંચવામાં આવે.

આ પણ વાંચો:કૃષિ કાયદાઓને લઈને રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાનું વિવાદિત નિવેદન

વરુણ ગાંધીએ એક-એક કરોડ રૂપિયા આપવાની માંગ કરી

તમને જણાવી દઈએ કે કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદથી આ બે માંગણીઓ સૌથી વધુ ઉઠાવવામાં આવી રહી છે, જેમાં પ્રથમ વળતરની માંગ છે અને બીજી ખેડૂતો પર નોંધાયેલા કેસ પરત લેવાની છે. બીજેપી સાંસદ વરુણ ગાંધીએ પણ અગાઉ આ ખેડૂત પરિવારોને 1-1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.

હાલ ખેડૂતો પાછા ફરવાના મૂડમાં નથી

જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કૃષિ કાયદાઓ પરત લીધા બાદ ખેડૂતો ક્યારે ઘરે પરત ફરશે કે પછી આંદોલન ચાલુ રહેશે. જો કે, ખેડૂતોએ સ્પષ્ટતા કરી છે કે તેમની અન્ય ઘણી માંગણીઓ છે, જેના વિશે સરકારે વાત કરવી જોઈએ. મતલબ કે ખેડૂતો અત્યારે ઘરે પરત ફરવાના મૂડમાં નથી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment