Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝ5G નું ટેસ્ટિંગ ગુજરાતમાં થશે, બે કંપનીઓને મળ્યા લાઇસન્સ અને સ્પેક્ટ્રમ

5G નું ટેસ્ટિંગ ગુજરાતમાં થશે, બે કંપનીઓને મળ્યા લાઇસન્સ અને સ્પેક્ટ્રમ

5G testing
Share Now

5G ની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે સરકાર દ્વારા બે ટેલિકોમ કંપનીઓને લાઇસન્સ અને સ્પેક્ટ્રમ આપવામાં આવ્યા છે. જેથી 5G નું ટેસ્ટિંગ (5G testing)ગુજરાતમાં થશે.

5G testing અહીં થશે

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાતમાં 27 મેના ​​રોજ 5G પરીક્ષણ માટે, જેમને લાઇસન્સ અને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યા છે તેમાં વોડાફોન આઈડિયા લિમિટેડ ગાંધીનગરમાં (શહેરી માટે), માણસા (અર્ધ શહેરી માટે) અને ઉનાવા,(ગ્રામીણ) નોકિયા સાથે સાધનોના સપ્લાયર તરીકે તેમજ જામનગરમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ (અર્ધ શહેરી/ગ્રામીણ) સેમસંગ સાથે સાધનોના સપ્લાયર તરીકે સામેલ છે.

5G Network

5G માટે ગુજરાત LSA, DoTની સ્ટીયરિંગ કમિટી કે જેમાં સુમિત મિશ્રા ડિરેક્ટર, વિકાસ દધીચ ડિરેક્ટર અને સૂર્યશ ગૌતમ મદદનીશ વિભાગીય ઈજનેરનો સમાવેશ થાય છે, તેમણે ગઇકાલે ગુરૂવારના ​​રોજ, વોડાફોન આઈડિયા લિમિટેડ અને નોકિયાની તકનીકી ટીમ સાથે ગાંધીનગર ખાતે પરીક્ષણ સ્થળોની મુલાકાત લીધી હતી.

5G Network 1

ટીમે ગાંધીનગરની મહાત્મા મંદિર 5G સાઇટ પર ડેટા સ્પીડ તપાસી હતી, જે લગભગ 1.5 Gbps – 4G કરતાં લગભગ 100 ગણી ઝડપી હોવાનું જણાયું હતું. સ્પીડ ટેસ્ટ નોન-સ્ટેન્ડઅલોન 5G મોડ પર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચુ: અંબાણીનો દબદબો : સતત 14મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, રસી પૂનાવાલાને ફળી

  • 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ પ્લેબેક – વપરાશકર્તા 5G પર સર્વર પ્રદાન કરતી સામગ્રી સાથે જોડાય છે અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં સ્થાનનો અનુભવ કરે છે, જાણે કે તે પ્રત્યક્ષ રીતે ત્યાં હોય.
  • વર્ચ્યુઅલ રિયાલિટી કનેક્ટેડ ક્લાસરૂમ – 5G નેટવર્ક દ્વારા 360° લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા વિદ્યાર્થીઓ સુધી રિમોટલી પહોંચવા માટે શિક્ષકને સુવિધા આપે છે. વિદ્યાર્થીને ખાનગી પાઠની અનુભૂતિ થાય છે, જ્યાં તે શિક્ષક સાથે વૉઇસ ચેટ અથવા કસરત દ્વારા વાર્તાલાપ કરી શકે છે.
  • 5G ઇમર્સિવ ગેમિંગ – ગેમર્સની હિલચાલ ઓનલાઈન કેપ્ચર કરવામાં આવે છે અને 5G નેટવર્ક મારફતે ગેમિંગ પ્લેટફોર્મ પર મોકલવામાં આવે છે જ્યાં તેને પ્રી-રેકોર્ડેડ ગેમિંગ વીડિયોમાં મર્જ કરવામાં આવે છે.
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટેડ 360 ડિગ્રી કેમેરા – 360-ડિગ્રી કેમેરામાંથી રીઅલ ટાઇમ વિડિયો સ્ટ્રીમ 5G નેટવર્ક દ્વારા અપલોડ કરવામાં આવે છે; એન્ડ યુઝર્સ વાસ્તવિક 360 અનુભવ મેળવે છે અને વધારાની આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ સાથે, તે લોકો, બેગ, બોટલ, લેપટોપ વગેરે જેવી વસ્તુઓ પણ શોધી શકે છે.

5G testing પહેલા એક નજર 5G સુધી

5G ના સફળ પરીક્ષણ (Testing)અને આ ટેક્નોલોજીના આગમન સાથે, ઇન્ટરનેટની દુનિયા એટલી ઝડપી બની જશે કે, આજે તમે જે ડેટા ઝડપથી ટ્રાન્સફર કરી રહ્યા છો તેના કરતાં તેની ઝડપમાં 20 ગણો વધારો થશે. ટેસ્ટ દરમિયાન 100 ગણી સ્પીડ પણ નોંધાઇ છે. જ્યાં સુધી 5G ના સફરની વાત છે, વૉઇસ કૉલ્સ દ્વારા 1G ની સફર વર્ષ 1980 થી શરૂ થઈ, ત્યારબાદ દસ વર્ષ પછી 2G આવ્યું. તેના દસ વર્ષ બાદ 3G જેણે વિડિયો કોન્ફરન્સિંગની સફર શરૂ કરી અને બાદમાં 2009માં 4G એ ઇન્ટરનેટ (Internet)ની સ્પીડ પહેલા કરતાં ઘણી ઝડપી બનાવી અને હવે 5Gની મદદથી ઈન્ટરનેટની સ્પીડ ઝડપી થવાની સાથે કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં નવી ક્રાંતિની અપેક્ષા છે.

તમારા નામ પર કેટલા છે સિમ? જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment