Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝટેલિકોમ વિભાગની ટીમના સુરતમાં દરોડા, 20 ડેટલા ચાઇનીઝ બુસ્ટર જપ્ત કર્યા

ટેલિકોમ વિભાગની ટીમના સુરતમાં દરોડા, 20 ડેટલા ચાઇનીઝ બુસ્ટર જપ્ત કર્યા

Chinese booster
Share Now

આપણે બધા મોટે ભાગે મોબાઇલ નેટવર્કને લઈ પરેશાન રહેતા હોઈએ છીએ. જ્યારે કોઈ પણ મોબાઈલ કંપનીના મોબાઈલ નેટવર્ક નથી આવતા, ત્યારે આપણે સરકારે આપેલી પોર્ટેબિલિટી સુવિધાનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ સુરતમાં કેટલાક લોકો એવા પણ બહાર આવ્યા જેમણે મોબાઈલમાં નેટવર્સ ન આવતા કંપનીના મોબાઈલ ટાવરમાં છેડછાડ કરી હતી. જેનો પર્દાફાશ ખુદ ટેલિકોમ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદની ટેલિકોમ વિભાગની એક ટીમે સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને 20 જેટલા મોબાઈલ નેટવર્ક હેકિંગ ચાઇનીઝ બૂસ્ટર્સ (Chinese booster)ઝડપ્યા છે.

ચાઇનીઝ બૂસ્ટર (Chinese boosters) મોબાઇલ કંપનીના ટાવરને પણ ધ્વસ્ત કરી નાખે છે

તસવીરમાં તમે જોઈ શકો છો કે આ એ જ ચાઈનીઝ બૂસ્ટર છે જેનો સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો મોબાઈલ નેટવર્કના ઉપયોગ માટે તેમાં છેડછાડ કરીને તેમના ઘરો અને ઓફિસમાં મોબાઈલ કંપનીઓના મોબાઈલ ટાવરનો ઉપયોગ કરતા હતા. આ નાના દેખાતા ચાઇનીઝ બૂસ્ટર (Chinese boosters)એટલા શક્તિશાળી છે કે તેઓ મોબાઇલ કંપનીના મોટા ટાવરોનું નેટવર્ક તોડી નાખે છે અને તેનો ઉપયોગ કરનારાઓને વધુ નેટવર્ક પૂરું પાડે છે. જ્યારે ભારત સરકાર (Government Of India)ના કોમ્યુનિકેશન અને ટેલિકોમ મંત્રાલયને આ ફરિયાદ કરવામાં આવી, ત્યારે અમદાવાદથી વાયરલેસ મોનિટરિંગ સ્ટેશનની એક ટીમને મંત્રાલય દ્વારા સુરતમાં ગેરકાયદેસર રીતે ચાલતા મોબાઈલ બૂસ્ટરને શોધવા અને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વિવિધ મોબાઈલ કંપનીઓના મોબાઈલ ટાવર તોડનારાઓના સ્થળો પર સુરતમાં 20 જેટલા સ્થળો પર દરોડા પડ્યા છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશની આંતરરાજય ‘કંજર ગેંગ’ ને ઝડપી પાડતી વલસાડ જિલ્લા પોલીસ

કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન ટેલિકોમ મંત્રાલય (Ministry of Telecom)ને મળેલી ફરિયાદ બાદ, સુરતમાં દરોડામાં 20 ગેરકાયદે બુસ્ટર હટાવાયા છે, પરંતુ હવે એ કહેવું મુશ્કેલ છે કે, આટલા મોટામાં શહેરમાં વધુ કેટલા બૂસ્ટર લગાવવામાં આવ્યા હશે. સુરતમાં ગેરકાયદેસર રીતે સ્થાપિત મોબાઇલ સિગ્નલ બૂસ્ટર દૂર કરનારા કર્મચારી રોહિત કુમારે જણાવ્યું હતું કે, નાના દેખાતા ચાઇનીઝ બુસ્ટર ઘર કે ઓફિસમાં મોબાઇલ જેટલું જ રેડિયેશન ફેલાવે છે. જ્યારે પણ મોબાઈલ ટાવર (Mobile Tower)લગાવવામાં આવે છે, ત્યારે લોકો એ પણ કહીને તેનો વિરોધ કરે છે કે રેડિયેશન ફેલાય છે, ઘણા મોબાઈલ ટાવર્સનું રેડિયેશન એટલું ખતરનાક છે કે તેનાથી બ્લડ કેન્સર અને સ્કિન પ્રોબ્લેમ થવાની પણ શક્યતા છે, પરંતુ આ નાના બૂસ્ટર્સનો ઉપયોગ કરનાર લોકોને એ પણ નથી ખબર હોતી કે તે લગાવું કાયદેસર છે કે, ગેરકાયદેસર નેટવર્કથી પરેશાન લોકો 10-12 હજાર રૂપિયા ખર્ચ કરીને ફિટ કરાવી નાખે છે. જો મોબાઈલમાં નેટવર્ક ન આવે તો સરકારે પોર્ટેબિલિટીનો વિકલ્પ આપ્યો છે, લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ ગેરકાયદે ચાઈનીઝ બુસ્ટર લગાવવું જોઈએ નહીં.

દેશમાં કેટલા હશે આવા ચાઈનીઝ મોબાઈલ સિગ્નલ બૂસ્ટર (Chinese booster)?

સુરતમાં પકડાયેલા ચાઈનીઝ મોબાઈલ સિગ્નલ બૂસ્ટરની જેમ જો સરકાર દેશભરમાં આવા દરોડા પાડે તો શક્ય છે કે, આવા ગેરકાયદે બુસ્ટરનો ઉપયોગ કરનારા લોકો મોટી સંખ્યામાં મળી આવશે. અજાણતા, લોકો મોબાઇલ સિગ્નલ લઇ આવવા માટે બૂસ્ટરમાંથી નીકળતાં ખતરનાક રેડિયો એક્ટિવ કિરણથી લોકો અજાણ છે, તેથી સરકારે આ દિશામાં જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે.

હાઇવે પરથી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઇ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment