Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝવોડાફોન-આઈડિયા માટે સૌથી મોટી રાહત: સરકારે આપી AGR સહિતના મુદ્દે રાહત

વોડાફોન-આઈડિયા માટે સૌથી મોટી રાહત: સરકારે આપી AGR સહિતના મુદ્દે રાહત

Telecom Relief Package : Govt Approves AGR Installment and Debt to Equity Conversion, Says Report
Share Now

અમદાવાદ : ભારતીય કોર્પોરેટ જગતના સૌથા ચર્ચાસ્પદ મુદ્દા ટેલિકોમ સેક્ટરના AGR કેસ મુદ્દે સરકાર હવે વોડાફોન-આઈડિયાની સાથે અન્ય ટેલિકોમ કંપનીઓને રાહત આપવાની તૈયારીમાં છે. એક અગ્રણી ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર સરકાર ટેલિકોમ સેક્ટરના AGR કેસની ચૂકવણી અને અન્ય મુદ્દે પણ આજની કેબિનેટ બેઠકમાં રાહત(Telecom Relief Package) આપવા જઈ રહી છે.

Vodafone Idea AGR Dues and Debt

Telecom Relief Package

અહેવાલ અનુસાર સરકારે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(AGR) કેસની બાકી ચૂકવણી માટે વધુ સમય આપ્યો છે. સુપ્રિમ કોર્ટે એજીઆરના પૈસા તાત્કાલિક ચૂકવવા આદેશ કર્યો હતો પરંતુ, એજીઆર મુદ્દે હવે કેબિનેટ તરફથી રાહત મળી રહી છે. મોદી સરકારે એજીઆરની ચૂકવણી માટે કંપનીઓને 4 વર્ષનો સમયગાળો આપ્યો છે. બાકીના પૈસા આગામી 4 વર્ષમાં ચૂકવવાના પ્રસ્તાવને આજે મોદી કેન્દ્રિયમંડળ મંજૂરી મળી છે.

આ સિવાય સરકારે દેવાને ઈક્વિટીમાં કન્વર્ટ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. આ રાહત પેકેજ(Telecom Relief Package)ની આધિકારીક જાહેરાત આજે બપોરે થનારી 3 વાગ્યાની પ્રેસવાર્તા દરમિયાન થશે. આ અહેવાલ બાદ આઈડિયા વોડાફોનનો શેર 5% ઉંચકાયો છે જ્યારે ભારતી એરટેલનો શેર પણ 4%ના ઉછાળે પ્રથમ વખત 700 રૂપિયાના ઐતિહાસિક લેવલની પાર નીકળ્યો છે. સૌથી વધુ ફાયદો વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલીને થવાની સંભાવના છે.

આ પણ વાંચો  : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળી શકે છે મોંઘવારી ભથ્થું

ટેલિકોમ કંપનીઓનું પ્રથમ પગલું

ટેલિકોમ ઓપરેટરોએ ટેરિફમાં વધારો કરીને પ્રથમ પગલું ભર્યું છે તો હવે સરકારે લાયસન્સ ફી ઘટાડવા, સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જ, વિલંબિત સ્પેક્ટ્રમ હપ્તાની ચુકવણી માટે મોરેટોરિયમ સમય વધારવા જેવા પગલાં સાથે આગળ આવવું જોઈએ. રિલાયન્સ કોમ્યુનિકેશન અને વીડિયોકોન જેવી કંપનીઓની અવદશા બાદ ટેલિકોમ સેક્ટરની ખસ્તા હાલત થઈ હતી. ત્યારબાદ 2016માં જિયોની એન્ટ્રીએ ટેલિકોમ સેક્ટરની શકલ અને સુરત બદલી દીધી હતી અને ટેરિફ એટલેકે ભાવમાં મસમોટો ઘટાડો કરીને સ્પર્ધા વધારી હતી.

ત્યારબાદ 10 વર્ષ જુના AGR પ્રકરણમાં 2019ના અંતમાં ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એડજસ્ટ ગ્રોસ રેવન્યુ(AGR)ના બાકી દેવાને કારણે બાકી રહેલ ત્રણ ટેલિકોમ કંપનીઓ-ભારતી એરટેલ, વોડાફોન ઈન્ડિયા, આઈડિયા સેલ્યુલર મરણશૈયાએ પહોંચી હતી,જેમાંથી ભારતી એરટેલ મહામુસીબતે ઉભી થઈ રહી છે પરંતુ, આવતીકાલના ભવિષ્ય એટલેકે 5જી ટેક્નોલોજી માટે તૈયાર નથી અને વોડાફોન-આઈડિયાના મર્જર બાદ પણ સ્થિતિ સુધરી નથી રહી અને કંપની હવે દેવાળિયૂં ફૂંકવાને આરે પહોંચી છે,તેવા પણ મત બજારમાં પ્રવર્તી રહ્યાં છે.

Modi Govt may not merge debt-laden Vodafone Idea with state-owned  BSNL-MTNL

શું છે AGR મુદ્દો ?

રેગ્યુલેટરી સંસ્થા દ્વારા એડજસ્ટેડ રેવન્યુ મુદ્દે થયેલ કેસમાં ટેલિકોમ કંપનીઓને ત્રણ માસમાં 1.47 લાખ કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો. વોડાફોન આઈડિયાને 53,038 કરોડ અને ભારતી એરટેલને 35,586 કરોડ ચૂકવવા આદેશ સુપ્રિમ કોર્ટે કર્યો છે.

સરકારને લાયસન્સ પેટે 92,642 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે અને 55,054 કરોડ રૂપિયા યુસેઝ ચાર્જના પણ ચૂકવવાના રહેશે તેવા સુપ્રિમ કોર્ટના AGR મુદ્દેના ચુકાદા બાદ ટેલિકોમ કંપનીઓના અસ્તિત્તવ સામે જોખમ ઉભું થયું હતુ.

આ પણ વાંચો  : ઝોમેટના સ્થાપક ગૌરવ ગુપ્તાએ આપ્યું રાજીનામું

Viની સૌથી ખરાબ સ્થિતિ

સૌથી વધુ 2જી સબસ્ક્રાઈબર ધરાવતા વોડાફોન-આઈડિયાને 3જી અને બાદમાં 4જી સિસ્ટમ બાદ સૌથી વધુ ફટકો પડ્યો છે. વોડાફોન આઈડિયાને છેલ્લા ત્રણ વર્ષથી લગભગ દર મહિને ગ્રાહકો ગુમાવવાનો વારો જ આવ્યો છે. 2019ના AGRના ચુકાદાએ વોડા-આઈડિયાની કમર તોડી દીધી છે. Viમાં દેશની બેંકોના અને અન્ય રોકાણકારોના લાખો કરોડ અટવાયેલા છે.

વોડાફોન આઈડિયાની બેલેન્સ શીટ પર નજર કરીએ તો કંપનીનું ચોખ્ખું દેવું રૂ. 1.80 લાખ કરોડ કરતા વધુ છે, જેમાંથી વિલંબિત સ્પેક્ટ્રમ ચુકવણી (રૂ. 96,300 કરોડ) અને AGR બાકી (રૂ. 61,000 કરોડ)ના રૂપમાં સરકારી દેવું જ આશરે 1.57 લાખ કરોડ છે. આમ કહી શકાય કે વોડાફોન આઈડિયા ટકી રહે તે જોવાનું સરકારના જ હિતમાં છે તેથી સરકારે આ રાહત પેકેજ(Telecom Relief Package) તૈયાર કર્યું છે.

આ પણ વાંચો : IPO બજારની તેજી મોટી આફતના એંધાણ ? અડધાથી વધુ IPO માત્ર ઓફર ફોર સેલ

બિરલાનો બોમ્બ લેટર

ડાફોન-આઈડિયા(Vi) ખસ્તા હાલત જોઈને મુખ્ય પ્રમોટર કંપની અને વિશ્વની ટોચની ટેલિકોમ કંપની વોડાફોન Plcએ Viમાં પોતાનો સમગ્ર હિસ્સો વેચવાની ઓફર કરી છે અથવા સરકારને મર્જર(Voda-Idea BSNL Merger)‌નો પ્રસ્તાવ આપ્યો છે.

Vi should be closed down or merged with BSNL-MTNL, Says Kumar Birla

Voda-Idea Shutdown ?

એક અહેવાલ અનુસાર Vodafone Plcએ વોડાફોન-આઈડિયામાં રહેલો પોતાનો 45% હિસ્સો મફતમાં વેચવાની ઓફર કરી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર વોડાફોન Plcએ Viની લેણદાર ભારતીય બેંકો અને નાણાંકીય સંસ્થાઓને તેમની સમગ્ર હિસ્સેદારી મફતમાં આપવાની તૈયારી દર્શાવી છે. આ સિવાય વોડાફોન ઈન્ટરનેશનલે તેમની ભારતીય કંપની વોડા-આઈડિયાનો સમગ્ર હિસ્સો સરકારને પણ વેચવા માટે ઓફર કરી છે. વોડાફોન-આઈડિયાનું ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL) સાથે મર્જર (Voda-Idea BSNL Merger)કરવાની પણ ઓફર આપવામાં આવી છે,તેમ બેંકિંગ સૂત્રોએ કહ્યું છે.

વોડા-આઈડિયાએ નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 6985.1 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી હતી,જે અગાઉના ત્રિમાસિકગાળામાં રૂ. 4540 કરોડ હતી. સરકારે ઇન્ટરકનેક્શન યૂઝિંગ ચાર્જ(IUC) નાબૂદ કર્યા છતા વોડાફોન-આઈડિયાની આવકમાં ઘટાડો થયો છે અને ખોટ વધવી એક ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો : ભારત ફોરેક્સ રીઝર્વમાં વિશ્વમાં પાંચમા સ્થાને, પ્રથમ સ્થાને કોણ છે ?

Viના બાકી દેવાનું શું ? 

લેણદારોએ કહ્યું કે સરકારી જાહેર ક્ષેત્રની દૂરસંચાર કંપની BSNL સાથે વોડાફોન-આઈડિયાનું મર્જર(Voda-Idea BSNL Merger) થશે તો પણ જુનું દેવું BSNL-Vi, નવી મર્જ થયેલ કંપનીના બુકમાં ટ્રાન્સફર થશે અને નવી કંપનીએ ચૂકવવું પડશે.

વોડાફોન-આઈડિયાના લેણદારોએ કહ્યું કે Viની પ્રમોટર કંપની આદિત્ય બિરલા સમૂહ(ABG) અને વોડાફોન ઈન્ટરનેશનલ(Vodafone Plc)એ સરકારી રાહત અને AGR-સ્પેકટ્રમ ફી મુદ્દે નક્કર સ્પષ્ટતા વગર વધુ ફંડ ઉમેરવાની ના પાડી છે અને બંને પ્રમોટરોએ તેમનો હિસ્સો લેણદારોને આપવાની અથવા BSNLને સોંપી દઈ સરકારી કંપની મર્જ(Voda-Idea BSNL Merger) કરવાની ઓફર કરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment