Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝએક-બે નહી પણ 30થી વધુ કલામાં માહિર છે અમદાવાદની રાધા દેસાઈ ઐયર

એક-બે નહી પણ 30થી વધુ કલામાં માહિર છે અમદાવાદની રાધા દેસાઈ ઐયર

Thread art
Share Now

અંતરમાંથી ઉઠતી પ્રેરણાની અભિવ્યક્તિ એટલે કળા. મનમાં જે આવે તે હાથ દ્વારા એક કોરા કાગળ પર રચાતુ જાય તે પણ છે એક કળા. દરેક માણસમાં કોઇને કોઇ કળા છુપાયેલી હોય છે, પણ સમય સાથે તે કળાને કંડારવાની જરુર હોય છે. આપણને થાય કે, મહેંદીના કોનથી માત્ર હાથમાં જ મહેંદી મુકાય, પરંતુ આજે અમે અમદાવાદની એક એવી મહિલાની કળા વિશે રૂબરુ કરાવીશું કે, જે મહેંદીથી વિભિન્ન રીતે પોટ્રેટ અને મિનિએચર બનાવે છે.

mahendi Miniature

  • મહેંદીથી વિભિન્ન રીતે પોટ્રેટ બનાવતી આ મહિલા છે અમદાવાદની રાધા દેસાઈ.
  • 15 વર્ષથી મહેંદીના વર્ક સાથે જોડાયેલી છે અમદાવાદી રાધા દેસાઈ
  • રાધા દેસાઈ બનાવી રહી છે જુદા જુદા 30 થી 40 પ્રકારના આર્ટ.
  • એક નવા આર્ટ ફોર્મ સાથે રાધાએ મિનિએચર બનાવવાની કરી હતી શરુઆત.
  • અત્યાર સુધી રાધા બનાવી ચુકી છે 150 થી 200 જેટલા મિનિએચર્સ.

art

સોશિયલ મીડિયાનો સદુપયોગ: 

આજની જનરેશન જ્યાં લાઇક્સ અને વ્યુઝમાં સંડોવાયેલી છે, ત્યાં રાધાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ એક નવી કળા શીખવા માટે કર્યો, રાધાએ સોશિયલ મિડિયાના માધ્યમથી મિનિએચર વિથ રેઝિંગ આર્ટ શીખવાનું શરૂ કર્યું. રાધા મહેંદીથી મિનિએચર બનાવે છે અને તેમાં રેઝિનથી ટચ આપે છે. છેલ્લા 2 વર્ષથી રાધાએ લાઈફ સાઈઝ પોટ્રેટ બનાવવાનું શરૂ કર્યુ હતું. આ કળાને કારણે રાધાને 2020ની ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું હતું.

Award

ગુજરાતી કલાકારો જેમાં મલ્હાર ઠાકર, શ્રદ્ધા ડાંગર, આરોહી પટેલ, કાઝલ ઔઝા વૈધ અને નાટ્યગુરુ સ્મિતા શાસ્ત્રી જેવા અનેક પ્રખ્યાત આર્ટીસ્ટના રાધાએ મહેંદીથી લાઈફ સાઈઝ પોટ્રેટ બનાવ્યા છે. રાધા કોઈ પણ તસ્વીરને જોઈ મહેંદીથી આબેહુબ સ્કેચ પણ તૈયાર કરી નાખે છે.

વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને રાધાએ પોતાના ઘરને સજાવ્યુ છે. કળાનો પર્યાય બનેલી રાધા થ્રેડ આર્ટમાં પણ માહિર છે. કોઈ પણ વુડના બેઝ ઉપર ખિલ્લી લગાવીને કરે છે થ્રેડ આર્ટ, થ્રેડ આર્ટમાં કરેલું લાઈટિંગ પણ અદભૂત લાગે છે. થ્રેડ આર્ટ કોઈને ગિફ્ટ કરવા માટે પણ બેસ્ટ છે. વેસ્ટ બોટલ ઉપર તેણે અલગ અલગ રંગની દોરીઓથી બોટલને એક નવો ઓપ આપ્યો છે. રાધા દેસાઈની જેલ વેક્સ કેન્ડલ બનાવવામાં પણ માસ્ટરી છે. 

Gel wax candle

અલગ અલગ વિસ્તારની પ્રાદેશિક કલા કંડારવામાં પણ રાધા માહિર છે. કચ્છનું પ્રખ્યાત કચ્છી મડ મીરર વર્ક, આદિવાસી વિસ્તારનું પ્રસિદ્ધ વારલી પેઈન્ટિંગ, એબ્સટ્રેક આર્ટ, કેનવાસ પર આલ્કોહોલિક આર્ટ અને બાંધણી આર્ટ પણ અદભૂત બનાવે છે. આ બધી જ કળામાં રાધાને પ્રેક્ટિસથી જ માસ્ટરી આવી ગઇ છે. રાધા કલરફુલ દોરા લઈને અલગ અલગ સાઈઝમાં નયનરમ્ય રંગીન ડ્રિમ કેચર પણ બનાવે છે. આર્ટ કળાથી રાધાએ પોતાના ઘરને જાણે મ્યુઝિયમ બનાવી દીધું છે. રાધા દેસાઈ આર્ટના ક્ષેત્રે હજુ આગળ પ્રગતિ કરવા માંગે છે. રાધાની આ કળામાં તેનો પરિવાર પણ સાથ આપે છે. 

આ પણ વાંચો : શું આ જાણો છો? 250 મીટર ઊંચા પર્વત પર બરસાના મહેલમાં આ એક કાર્યક્રમ ઉજવવામાં આવે છે…!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment