Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝકર્ણ ભૂમિ સુરત: છેલ્લા 21 દિવસમાં અંગદાન કરવાની આ પાંચમી ઘટના

કર્ણ ભૂમિ સુરત: છેલ્લા 21 દિવસમાં અંગદાન કરવાની આ પાંચમી ઘટના

Surat
Share Now

સુરત (Surat)શહેરે અંગદાનક્ષેત્રે સમગ્ર દેશમાં ડંકો વગાડયો છે. વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઈનડેડ મનીષ પ્રવિણચંદ્ર શાહના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.       

સુરત (Surat)ના આ પરિવારે અંગદાનની ઇચ્છા વ્યક્ત કરી      

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા મનીષભાઈને તારીખ ૧૬મી સપ્ટેમ્બરના રોજ રાત્રે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવાની ફરિયાદ કરતા ઘરની નજીકમાં રહેતા ડોક્ટરે (Doctor)તેમને તપાસી દવાઓ આપી હતી. તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક ખાનગીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેઓની એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવ્યું. ત્યારબાદ તેમને ICU ખસેડ્યાના એકાદ કલાક પછી તેઓ બેભાન થઇ ગયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરો સર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. તારીખ ૧૯મીના રોજ ન્યૂરોસર્જનની ડોકટરોની ટીમે મનીષભાઈને બ્રેનડેડ જાહેર કર્યાં હતા . ડોનેટ લાઈફને જાણ કરતા ટીમે હોસ્પિટલ પહોંચી મનીષભાઈના તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાન (Organ donation)ની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ. જેથી પરિવારજનોમાં પત્ની મોનાબેન, પુત્રો અનુજ અને અભી, ભાઈ નિલેશભાઈ, પિતરાઈ ભાઈ જતીનભાઈએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.        

આ પણ વાંચો: સુરત પોલીસ ચોરોથી બે કદમ આગળ, રાજસ્થાની લુંટારાઓને 11કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યા

પરિવારજનોએ શું કહ્યું

કિડની અને લિવર કોને ફાળવવામાં આવ્યા

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદ (Ahemadabad)ની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને ફાળવવામાં આવ્યા. જયારે NOTTO દ્વારા ફેફસા કલકત્તાની મેડીકા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.  

કલકત્તાની ટીમે દાનનો કર્યો સ્વીકાર      

કલકત્તા (Kolkata)ની મેડિકા સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના ડૉ.અર્પણ ચક્રવર્તી, ડૉ.સૌમ્યજીત ઘોષ અને તેમની ટીમે સુરત આવી ફેફસાંનું દાન સ્વીકાર્યું. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી કિડની (Kidney)અને લિવરનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.     

1625 કિમીનું અંતર કાપી ફેફસા કલકત્તા ખાતે ટ્રાન્સપ્લાન્ટ કર્યા     

સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ (Hospital)થી કલકત્તાનું ૧,૬૨૫ કિ.મીનું અંતર ૧૯૦ મીનીટના સમયમાં ફેફસા (Lungs)નું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાની મેડિકા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ (Hospital)માં કલકત્તાના ૪૬ વર્ષીય વ્યકિતમાં કરવામાં આવ્યું છે. આ વ્યક્તિના ફેફસા કોવિડને કારણે ખરાબ થઇ ગયા હતા અને તે એકસો ત્રણ દિવસથી ECHO મશીનના સપોર્ટ પર હતા. આમ કોરોનામાંથી સાજા થયેલા મનીષભાઈએ કોરોનાની મહામારીમાં સપડાયેલા કલકત્તાના રહેવાસીને નવું જીવન આપ્યું.     

    

બંને કિડની ક્યા ટ્રાન્સપ્લાન્ટ કરાઇ  

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડની વડોદરાના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં તેમજ બીજી કિડની અમદાવાદના રહેવાસી ૨૯ વર્ષીય યુવકમાં જયારે લિવર વડોદરાના રહેવાસી ૨૧ વર્ષીય યુવકમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં ડૉ.પ્રાંજલ મોદી, ડો.વૈભવ સુતરીયા, ડો. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.         

રાજ્યમાં છેલ્લા 21 દિવસમાં સુરતની આ પાંચમી ઘટના

ગુજરાતમાં છેલ્લા એકવીસ દિવસમાં સુરત (Surat)થી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ પાંચમી ઘટના છે જેના થકી ૨૫ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. ફેફસાં અને લિવર સમયસર કલકત્તા અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ (Police)તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

રાજ્યમાં ફેફસાના દાનની આ 11 મી ઘટના

ગુજરાતમાંથી ફેફસાના દાનની આ અગિયારમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાં દાન કરાવવાની આ દસમી ઘટના છે, જેમાંથી ૪ ફેફસાં મુંબઈ, ૨ ફેફસાં બેંગ્લોર, ૮ ફેફસાં ચેન્નાઈ, ૪ ફેફસાં હૈદરાબાદ અને ૨ ફેફસાં કલકત્તામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.     

સુરત (Surat)ની ડોનેટ લાઇફે મેળવ્યું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનું સ્થાન

સુરતની ડોનેટ લાઈફ (Donate Life)ના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાન ક્ષેત્રેમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. ડોનેટ લાઈફના પ્રેસીડેન્ટશ્રી નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં  સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૪ કિડની, ૧૭૦ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૨૦ ફેફસાં અને ૩૦૬ ચક્ષુઓ કુલ ૯૪૪ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૬૫ વ્યક્તિઓને નવુ જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment