Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝશ્રીનગરમાં આતંકીઓએ સ્કૂલમાં ઘૂસી ફાયરિંગ કર્યું, પ્રિન્સિપાલ-શિક્ષકનું મોત

શ્રીનગરમાં આતંકીઓએ સ્કૂલમાં ઘૂસી ફાયરિંગ કર્યું, પ્રિન્સિપાલ-શિક્ષકનું મોત

Srinagar
Share Now

જમ્મુ કાશ્મીરના શ્રીનગર (Srinagar)માં આતંકવાદીઓ છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આતંકીઓ નાગરિકોની હત્યા કરી રહ્યાં છે. આજે ગુરુવારે ફરી એકવાર આતંકવાદીઓએ શાળાના આચાર્ય અને શિક્ષકની ગોળી મારી હત્યા કરી હતી. છેલ્લા 5 દિવસમાં આતંકવાદીઓએ 7 નાગરિકોની હત્યા કરી છે.

Srinagar ની સ્કૂલમાં આતંકીઓએ કર્યો હતો ગોળીબાર

મળતી માહિતી મુજબ, આજે ગુરુવારે સવારે લગભગ 11.15 કલાકે ઇદગાહના સંગમ વિસ્તારમાં આવેલી સરકારી બોયઝ સ્કૂલમાં કેટલાક આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં શાળાના આચાર્ય અને શિક્ષક ઘાયલ થયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બંનેનું મોત નીપજ્યું હતુ. આ તમામ વચ્ચે હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારનો ઘેરાવ કરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ઉમર અબ્દુલ્લાએ દુ:ખ વ્યક્ત કર્યું

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ આતંકવાદી ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરી લખ્યુ કે, શ્રીનગરથી વધુ એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આ વખતે ઇદગાહ વિસ્તારમાં આવેલી સરકારી શાળાના બે શિક્ષકોની હત્યા. આતંકના આ અમાનવીય કૃત્ય માટે નિંદાના શબ્દો પૂરતા નથી, પરંતુ હું મૃતકોની આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો: જમ્મુ કશ્મીરના આતંકીઓની નવી સ્ટ્રેટેજી, પુલવામામાં ગ્રેનેડ હુમલામાં ૪ નાગરિકો ઘાયલ

Srinagar માં મંગળવારે ત્રણ લોકોના મોત થયા હતા

શ્રીનગરમાં મંગળવારે આતંકવાદીઓએ ત્રણ નાગરિકોની હત્યા કરી હતી. સવારે આતંકવાદીઓએ બાંદીપોરા જિલ્લાના હાજીન વિસ્તારમાં સુમોના પ્રમુખ નાયદખાઇ મોહમ્મદ શફી ઉર્ફે સોનુની હત્યા કરી હતી. ત્યારબાદ બિન્દરૂ મેડિકેટના માલિક માખન લાલની ગોળી મારીને હત્યા કરી હતી અને ત્યારબાદ પાણીપુરી વેચાનાર વ્યક્તિની ગોળી મારી હત્યા કરી હતી. 

બંદૂકના નાળચે રોકડની લૂંટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment