જેમ જેમ જીવનશૈલી સરળ બની રહી છે, તેને સરળ બનાવવા માટેના સાધનો માનવીને નુકશાન પહોંચાડી રહ્યાં છે, આપણને લાગે છે કે આપણે મોબાઇલનો યુઝ કરીએ છીએ પણ મોબાઇલ આપણો યુઝ કરે છે તેમ કહેવુ ખોટુ નહિ હોય..સવાર પડતાં જ આજના ટીનેજર્સ તો પહેલાં મોબાઇલ ચેક કરે છે, તેમાં પણ મેસેજ, પછી રિપ્લાઇ આપે અને પછી ફોનને ચાર્જીંગમાં મુકીને નહાવા, ચા પીવા જેવા કામોમાં લાગે છે, તેનો મતલબ તમે સમજી રહ્યાં છો?
Image Courtsey: Prykhodov/Getty Images
જો થોડા સમય માટે વોટ્સઅપ બંધ પણ થઇ જાય તો એવુ લાગે છે કે શું થયુ, કેમ કોઇના મેસેજ નથી આવતા, આ પરિસ્થિતિઓ, વારંવાર મેસેજ ચેક કરવા, રિપ્લાઇ આપવો, અથવા ફોનમાં કોઇનો મેસેજ આવ્યો હશે છે તેવુ લાગવુ તેમજ ફોનની રીંગ વાગવી અને મોબાઇલમાં તરત મેસેજનો રિપ્લાઇ આપવો વગેરે તમને સામાન્ય લાગતુ હોય તો ચેતી જજો..આ બધુ સામાન્ય નથી.
તમે એક ગંભીર બીમારીને આપી રહ્યાં છો આમંત્રણ
એવી ઘણી બીમારીઓ છે, જેના વિશે વાત નથી થતી, Textaphrenia એક એવી બીમારી જેનો શિકાર તમે બની જાઓ છો પણ તેનો અણસાર પણ નથી લાગતો.
શું છે Textaphrenia?
તમે કોઇ વ્યક્તિ સાથે મેસેજ દ્વારા વાતચીત કરો છો, તો તમને ધીરે ધીરે તે વસ્તુઓની આદત પડી જાય છે. વધુમાં ટીનેજર્સ આ બીમારીના શિકાર બને છે કારણ કે હાલના ટીનેજર્સને ટેક્સ્ટ મેસેજની આદત થઇ ગઇ છે. મેલબર્ન સ્થિત RMIT University, (Melbourne) ની એક રિપોર્ટ મુજબ યંગસ્ટર્સ આ બીમારીનો ભોગ વઘુ બને છે.
TEXTIETY, GOOGLE IMAGE
લક્ષણો
ઇનસિક્યોરિટી (insecurity), એંગ્જાયટી (Anxiety) ડિપ્રેશન (anxiety), આત્મનિર્ભરતા ની અછત (low self-esteem) જેવા લક્ષણો બધામાં જોવા મળે છે. છેલ્લાં 2 વર્ષોમાં ટેક્સ્ટ મેસેજમાં 89 % માં વધારો થયો છે. એક સર્વે અનુસાર જાણવા મળ્યુ છે કે, ટિનેજર્સ 9 દિવસોમાં 4000 થી વધુ ટેકસ્ટ મેસેજ કરવામાં આવે છે.
ટેકસ્ટાફ્રેનિકાની સાથે ઘણી બીજી કંપનીઓ સાથે જોડાયેલી છે, જેમાં textiety, post-traumatic text disorder અને binge texting.
આ એક એવી સમસ્યા છે જેમાં તમે પોતાને મેસેજ કરાવાની આદતમાં પરોવી દો છો.. મેસેજ મોકલ્યા બાદ જ્યાં સુધી રિપ્લાઇ ન આવે ત્યાં સુધી રાહ વ્યક્તિ મેસેજની રાહ જોવે છે. તેમજ ક્વિક રિપ્લાઇ ન આવવાના કારણે ગુસ્સો, ડિપ્રેશન, ચિડિયાપણુ જેવી સમસ્યાઓ થાય છે.
જુઓ વીડિયો
ટેક્સટાફ્રેનિયાને દુર કરવાના ઉપાયો
- ટીનેજર્સે જેટલુ થઇ શકે તેટલું જ વર્ચુઅલ કમ્યુનિકકેટથી દુર રહે છે
- કોઇ પણ જરુરી કામ ને પુરુ કરવા માટે એક ગૃપ માં ભેગા થઇને પ્રોબલ્મને સોલ્વ કરો
- ફોનનો ઉપયોગ ઓછો કરો અને રાતના સમયે ફોનનો ઉપયોગ ન કરવો
- બની શકે તેટલો પોતાના મિત્રોને અને પરિવારની સાથે સમય વિતાવવો
- મેસેજનો રિસ્પોન્સ ન આવે તો તેની સામે પોતાનો સમય વ્યર્થ ન કરો
આવી જ રોચક માહિતી મેળવવા માટે જોતા રહો OTT India
આ પણ વાંચો: હવે આ બેંકના ATM માંથી તમે OTP વગર પૈસા નહીં ઉપાડી શકો