Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝસુરત: મંડપ કાપડ ઉત્પાદન ઉદ્યોગ ઠપ્પ, 300થી વધુ વેપારીઓની હાલત દયનિય

સુરત: મંડપ કાપડ ઉત્પાદન ઉદ્યોગ ઠપ્પ, 300થી વધુ વેપારીઓની હાલત દયનિય

Share Now

છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન કોરોના મહામારીને કારણે લગભગ તમામ વેપાર ધંધાઓ પડી ભાંગ્યા છે. વાત કરીયે સુરતના કાપડ ઉદ્યોગની (Surat textile industry) તો બહુ ઓછા લોકો જાણે છે કે, સુરતમાં સાડી અને ડ્રેસ મટીરીયલ્સ ઉપરાંત અન્ય જગ્યાએ વપરાતા કાપડનું પણ ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. જેમાં ખાસ વાત કરીયે તો લગ્નપ્રસંગ હોય કે ધાર્મિક કાર્યક્રમો કે પછી રાજકીય આયોજનો…આ તમામ આયોજનો દરમ્યાન જે મંડપ બાંધવામાં આવે છે, તે મંડપના કાપડનું ઉત્પાદન (textile manufacture) પણ સુરતમાં જ કરવામાં આવે છે

મંડપના કાપડનું ઉત્પાદન (textile manufacture) પણ સુરતમાં જ

હાલ દેશભરમાં 90 ટકા જેટલું મંડપનું કાપડ ઉત્પાદન (textile manufacture) અને વેચાણ માત્ર સુરતમાંથી જ કરવામાં આવે છે, આ મંડપ કાપડ ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર કોરોના પેહલા અંદાજે 2000 કરોડનું હતું.

સુરતના કાપડ ઉદ્યોગમાં (Surat textile industry) મંડપના કપડાં બનાવનારા અને વેચનાર 300થી વધુ વેપારીઓની હાલત અત્યારે દયનિય છે. કોરોના મહામારીને લીધે તમામ પ્રસંગો પર રોક લાગી જવાને કારણે આ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો હતો.

textile manufacture company

દસ વર્ષ પેહલા મંડપના કાપડ ઉદ્યોગમાં (textile industry) સુરતનું નામમાત્ર કાપડ જતું હતું. પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી દેશભરમાં લગભગ 90 ટકા મંડપનું કાપડ માત્ર સુરતમાંથી જ જાય છે. દર વર્ષે માર્ચથી જૂન મહિના દરમ્યાનની લગ્નસરાની સીઝનમાં (marriage season)  જ આ ઉદ્યોગને 50 ટકા જેટલો વેપાર મળતો હોય છે, પરંતુ ગત વર્ષ અને આ વર્ષે પણ કોરોનાને કારણે માત્ર 5 ટકા જેટલો જ વેપાર થયો છે. ગયા વર્ષ દરમયાન વેચાયેલ માલનું પેમેન્ટ લોકડાઉનને કારણે અટકી પડ્યું હતું. જે દિવાળી બાદ ફરી વેપાર શરુ થતાં એક આશા જાગી હતી, પરંતુ ફરી બીજી લહેર આવતાં આ તમામ ચુકવણી અને માલનું ઉત્પાદન અટકી પડતાં આ ઉદ્યોગને અંદાજિત 250થી 300 કરોડનું માસિક નુકશાન સહન કરવું પડ્યું છે.

300થી વધુ વેપારીઓની હાલત અત્યારે દયનિય

આ પણ વાંચો: ગુજરાત માટે ગૌરવની વાત: આદિવાસી વિસ્તારની દીકરી બની નેવી મર્ચન્ટ 

textile manufacture company

  • દેશભરમાં 90 ટકા જેટલું મંડપના કાપડનું સુરતમાંથી ઉત્પાદન (textile manufacture)
  • 300થી વધુ વેપારીઓની હાલત અત્યારે દયનિય
  • કોરોના મહામારીને લીધે તમામ પ્રસંગો પર રોક
  • વેચાયેલ માલનું પેમેન્ટ લોકડાઉનને કારણે અટકી પડ્યું હતું 
  • સુરત મંડપ કાપડ ઉત્પાદન ઉદ્યોગ ઠપ્પ 

હાલ સરકારે સાર્વજનિક ગણેશઉત્સવને મંજૂરી આપી છે. ત્યારે આ ઉદ્યોગના વેપારીઓને એક આશા જાગી છે, કે થોડો ઘણો વેપાર મળશે. પરંતુ મહારાષ્ટ્રમાં હજુ પણ પરિસ્થિતિ સુધરી નથી, જેને કારણે વેપારીઓમાં થોડી ચિંતા છે. કારણકે દર વર્ષે મહારાષ્ટ્રમાંથી ગણેશ ઉત્સવ (Ganesh Utshav) માટે મંડપના કાપડની અંદાજે 100 કરોડ જેટલી ખરીદી કરવામાં આવે છે. જે ગત વર્ષે શક્ય બન્યું ન હતું. અને હાલ હજુ પણ મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ નહિ સુધરે તો તે વેપાર પણ હાથમાંથી જવાની શક્યતાઓ છે.

શહેરોમાં થતાં આયોજનો પર રોક લાગી

Ganesh Utshav

IMAGE CREDITS- GOOGLE IMAGE

વેપારીઓ જણાવી રહ્યાં છે કે હાલ હજુ લોકો ભયભીત છે, એટલે ગણેશ ઉત્સવની (Ganesh Utshav) પરમિશન તો સરકારે આપી દીધી છે. પરંતુ આયોજન કરવામાં આવે અને જો ફરી કોરોના સંક્રમણ વધે તો આયોજનો અટવાઈ પડશે. બીજું કે સરકારે માત્ર ચાર ફૂટની મૂર્તિની જ પરમિશન આપી છે. જેથી મોટા મંડપ નહિ  બંધાય, તો એના કારણે પણ આ ઉદ્યોગના વેપાર પર કાપ મુકાશે.

સમગ્ર દેશમાં નાના ગામડાઓમાં જ નહિ, પરંતુ મોટા શહેરોમાં થતાં આયોજનો પર પણ રોક લાગી છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી જોઈએ તેવો વેપાર ન હોવાને કારણે ઘણા વેપારીઓ એ ધંધો બંધ કરવાની તેમજ કેટલાકે તો ધંધો બદલવાની ફરજ પડી છે. જો કે તેઓ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે, આ બાબતે તેમના વેપારને કોઈ રાહત આપવામાં આવે અથવા તો મોટા આયોજનોમાં છૂટછાટ આપવામાં આવે, તો જ આ મંડપના કાપડ સાથે સંકળાયેલ વેપાર ફરી પાટા પર આવી શકશે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment