Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝભાઈ ભાઈ.. આરોગ્ય શાખાને ધન્યવાદ છે…

ભાઈ ભાઈ.. આરોગ્ય શાખાને ધન્યવાદ છે…

health and wellness
Share Now
  • ખારચીયા હેલ્થ અને વેલનેશ સેન્ટરના નર્સ રીનાબેનની સુઝબુઝ અને સતર્કતાથી સગર્ભા રસીલાબેનને નવજીવન મળ્યું
  • ડીલિવરી બાદ માતાને પોસ્ટ હેમરેજ(પી.પી.એચ)ની ત્વરિત સારવાર ઉપલબ્ધ કરી સ્વાસ્થ્ય પ્રદાન કરતુ ઉપલેટા આરોગ્ય કેન્દ્ર
  • જરૂરીયાતમંદ લોકો માટે આર્શિવાદરૂપ બનતી ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ સુદ્રઢ આરોગ્ય સેવાઓ

health and wellness

રાજયના દુર સુદુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યની નિઃશૂલ્ક સેવાઓ ઉપલબ્ધ થાય અને દેશનો નાગરીક આર્થિક કારણોસર સારવાર વગરનો ન રહે તે માટે રાજય રસકાર દ્વારા તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર તથા હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ કાર્યરત કરાયા છે. જયાં લોકો ખાસ કરીને ડાયાબીટીઝ, સગર્ભા બહેનો અને બી.પી. કે હાર્ટની બીમારી ધરવતા લોકોની નિયમીત તપાસ અને પ્રાથમિક તપાસ પણ કરાય છે. રાજય સરકારની આ સેવાઓ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અનેક પ્રકારે ઉપકારક બની રહી છે. તાજેતરમાં જ મુળ ઉપલેટા તાલુકાના અને હાલ જાળગામના રહેવાસી એવા સગર્ભા રસીલાબેન કેશુભાઇ કિડિયાને ખારચીયા ગામે કાર્યરત હેલ્થ અને વેલનેશ સેન્ટરની સેવાઓએ અને તેના કાર્યરત કર્મચારીઓની સતર્કતાએ માતા અને બાળકને નવજીવન આપ્યું છે.

આ પણ જુઓ : લાંચ લેતા ઝડપાયા જમાદાર

રસીલાબેન કિડિયા સગર્ભા હોઇ તેમનું અર્લી રજીસ્ટ્રેશન કરાયું હતું. આ ગામ ખારચિયા હેલ્થ અને વેલનેશ સેન્ટરના નેજા હેઠળ આવતું હોઇ ત્યાં તેમની નિયમિત તપાસ કરાઇ રહી હતી. પરતું તેમનું વજન માત્ર ૪૦ કિલો અને લોહીનું પ્રમાણ સાવ ઓછું ૭.૫ હતું. આ ઉપરાંત અગાઉ ૨૦૦૯માં પણ ડીલીવરી થઇ હોવાથી તેઓની હાઇરીસ્ક એ.એન.સી. નોંધ કરાઇ હતી. આથી તેઓને આયર્ન સોર્સની બોટલ પણ ચડાવાઇ હતી. જેથી લોહીનું પ્રમાણ વધીને ૧૦.૫ થયું હતું. તા. ૨૧/૦૫/૨૦૨૧ ના રોજ તેઓને પી.એચ.સી. સેન્ટર મોટી પાનેલી ખાતે બે કિલો અને ૨૦૦ ગ્રામ વજનના બાળકનો જન્મ થયો હતો. પરંતુ ત્યાર બાદ તેઓને પોસ્ટ હેમરેજ(પી.પી.એચ) શરૂ થઇ જતાં સ્ટાફ નર્સ રીનાબેન સુવા દ્વારા સતર્કતા દાખવી તેઓને પ્રાથમિક સારવાર આપી હેલ્થ અને વેલનેશ સેન્ટર ખારચીયાના ડો. નારણ ડાંગર તથા પી.એચ.સી. સેન્ટર મોટી પાનેલીના ડો. વોરાને તુરત જ જાણ કરી હતી. જેના કારણે તેઓ લાભાર્થી રસીલાબહેન સાથે તુરત ઉપલેટા ખાતે સામુહીક અરોગ્ય કેનદ્ર ખાતે પહોચી ગયા હતા. એટલું જ નહીં માર્ગમાં જ તાલુકા હેલ્થ ઓફીસર ડો. હેપ્પીને જાણ કરવામાં આવતાં તેઓએ લાભાર્થી પહોંચે તે પહેલા જ ગાયનેક તબીબને ઉપલેટા ખાતે હાજર રાખ્યા હતા.

health and wellness center

રસીલાબેનને ત્વરિત સારવાર હેઠળ લઇને ગાયનેક ડોકટર અને તેની ટીમ દ્વારા સ્ટીચ (ટાંકા) લેવામાં આવ્યા ઉપરાંત લોહિનું પ્રમાણ ૫.૫ થઇ જતાં એક યુનીટ બ્લડ પણ ચડાવાયું હતું. ત્યાર બાદ બીજા દિવસે તેઓને રજા આપવામાં આવી હતી. હાલ રસીલાબેનને આયર્ન સોર્સ પી.એચ.સી. સેન્ટર પાનેલી ખાતે ચાલુ છે. તથા માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. રસીલાબેનને નવજીવન મળતાં પરીજનો દ્વારા નર્સ રીનાબેન તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓનો આભાર વ્યકત કરાયો હતો.આમ હેલ્થ અને વેલનેશ સેન્ટરના સ્ટાફ નર્સ રીનાબેનની સમયસુચકતા અને સતર્કતાએ રસીલાબેન તથા બાળકને નવજીવન આપ્યું હતું. રાજય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ શરૂ કરાયેલ આરોગ્ય સેવાઓ અનેક આર્થીક નબળા અને જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

આયુષ્માન ભારત – આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો:

આયુષ્માન ભારત (એબી) એ નિવારક, પ્રોત્સાહક, રોગનિવારક, પુનર્વસન અને ઉપશામક સંભાળની વિસ્તૃત સેવાઓ પૂરી પાડવા આરોગ્યની સંભાળ તરફ પસંદગીના અભિગમથી આગળ વધવાનો પ્રયાસ છે. તેમાં બે ઘટકો છે જે એકબીજાના પૂરક છે. તેના પ્રથમ ઘટક હેઠળ, વ્યાવસાયિક પ્રાથમિક આરોગ્ય સંભાળ, કે જે સાર્વત્રિક અને વપરાશકર્તાઓ માટે મફત છે, સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નજીકની સેવાઓની વિસ્તૃત શ્રેણીના ડિલિવરી માટે 1,50,000 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (એચડબ્લ્યુસી) બનાવવામાં આવશે. સમુદાય. બીજો ઘટક પ્રધાન જન આરોગ્ય યોજના (પીએમ-જેવાય) છે જે રૂ. ગૌણ અને તૃતીય સંભાળ મેળવવા માટે 10 કરોડથી વધુ ગરીબ અને નિર્બળ પરિવારોને દર વર્ષે 5 લાખ.

એચડબ્લ્યુસીએ વિસ્તૃત શ્રેણી સેવાઓ પહોંચાડવાની કલ્પના કરી છે જે માતા અને બાળ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓથી આગળ વધે છે, જેમાં બિન-વાતચીત રોગો, ઉપચાર અને પુનર્વસન કેર, ઓરલ, આઇ અને ઇએનટી કેર, માનસિક આરોગ્ય અને કટોકટી અને આઘાત માટે પ્રથમ સ્તરની સંભાળનો સમાવેશ થાય છે. મફત આવશ્યક દવાઓ અને ડાયગ્નોસ્ટિક સેવાઓ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment