Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝICC વર્લ્ડ કપ પહેલા અક્ષર પટેલના સ્થાને શાર્દૂલની પસંદગી થઈ, હાર્દિક પંડ્યાનું ખરાબ સ્થાન તો પણ રહ્યો ટીમમાં

ICC વર્લ્ડ કપ પહેલા અક્ષર પટેલના સ્થાને શાર્દૂલની પસંદગી થઈ, હાર્દિક પંડ્યાનું ખરાબ સ્થાન તો પણ રહ્યો ટીમમાં

T-20
Share Now

T-20 વર્લ્ડકપ 2021ને શરૂ થવામાં હવે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે. નાના ફોર્મેટની આ મોટી ટૂર્નામેન્ટ યૂએઇ અને ઓમાનમાં રમાશે. આ માટે તમામ દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે પરંતુ આ દરમિયાન શુક્રવાર સુધી કોઇ પણ ટીમ પોતાની ટીમમાં ફેરબદલ કરી શકે છે. જોકે આઇપીએલ 2021ના બીજી તબક્કામાં ઘણા ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યા બાદ ભારતીય ટીમમાં પણ ફેરબદલના એંધાણ હતા.

જેને લઇ અત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે. જેમાં ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને મુખ્ય T-20 ટીમમાં લેવામાં આવ્યો છે, જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. અક્ષર પટેલ  પહેલાથી જ ટીમમાં છે. તેને 15 સભ્યોની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

T-20

શાર્દુલ ઠાકુરને અક્ષર પટેલના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યો છે અને ટી-20 વર્લ્ડકપ માટે 15 સદસ્યોની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અક્ષર પટેલના સ્થાને શાર્દુલને લેવાનો નિર્ણય કોઇ ઇજા નહીં પરંતુ BCCIનો નિર્ણય છે. ઠાકુરને ટીમમાં સામેલ કરવાનું સંભવિત કારણ હાર્દિક પંડ્યાની અનિશ્ચિતતા છે. હવે અક્ષરને સ્ટેન્ડ બાય ખેલાડીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ફોર્મ ખરાબ હોવા છતા ટીમમાં રાખવામાં આવ્યો  છે.

હાર્દિક પંડ્યાએ IPLના બીજા ફેઝમાં બોલિંગ કરી નહોતી. બેટિંગમાં તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. તે માત્ર એક મેચમાં સારા ફોર્મમાં રહ્યો હતો, પરંતુ ત્યારપછી હાર્દિક આગામી ત્રણ ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. તેણે IPLના બીજા ફેઝની 5 મેચમાં 75 રન કર્યા હતા.

એક કહાની દોલત વિલાસ પેલેસની જુઓ વીડિયો

BCCIએ એવા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી છે જે IPL સમાપ્ત થયા બાદ ટીમ ઇન્ડિયાને પ્રેક્ટિસ કરાવવા માટે UAEમાં રહેશે. આ ખેલાડીઓમાં આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમેન મેરીવાલા, વેંકટેશ અય્યર, કર્ણ શર્મા, શાહબાઝ અહેમદ અને કે.ગૌતમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ICC T-20 વર્લ્ડ કપ માટે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), રિષભ પંત (wk), કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ,  ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી. જ્યારે સ્ટેન્ડ બાય ખેલાડીઓ તરીકે શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ રહેશે. T-20 વર્લ્ડકપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ રહી છે અને ટીમ ઇન્ડિયાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધના મેચથી થશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment