Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝ7 બાળકોના પિતા 67 વર્ષના વૃદ્ધને 19 વર્ષની યુવતી સાથે થયો પ્રેમ, લગ્ન કરી અને…

7 બાળકોના પિતા 67 વર્ષના વૃદ્ધને 19 વર્ષની યુવતી સાથે થયો પ્રેમ, લગ્ન કરી અને…

Share Now

પલવલ જિલ્લાના હથીન વિસ્તારમાં પ્રેમ લગ્ન (Love marriage)નો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 67 વર્ષના વૃદ્ધએ 19 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા છે. એટલુ જ માત્ર નહીં, પરંતુ બંનેએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ (High court) પહોંચી અને પતિ અને પત્નિ હોય અને પરિવાર સામે જીવનું જોખવ હોવાનું જણાવી સુરક્ષા અંગેની માગ કરી હતી.  

વૃદ્ધને 7 બાળકો છે

આ મામલામાં ચોંકાવનારી વાત તો એ છે કે 67 વર્ષના વૃદ્ધને 7 બાળકો છે અને તેઓ પણ લગ્નતર સંબંધ સાથે જોડાયેલા છે. જ્યારે યુવતીએ પણ આ પહેલા લગ્ન કર્યા હતા. પંજાબ હાઇકોર્ટે (High court) કેસની ગંભીર હોવાની નોંધ લેતા પલવલ જિલ્લા પોલીસ વડાને આદેશ આપ્યો છે કે એક ટીમ બનાવે જેમાં એક મહિલા પોલીસ કર્મી પણ સામેલ હોય. જે યુવતીની સુરક્ષા કરે અને વૃદ્ધ અંગેની તપાસ કરે.

હાઇકોર્ટમાં અરજી દાખલ

નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, હથીન ગામમાં હુંચપુરીના રહેનારા 67 વર્ષના વૃદ્ધ વ્યક્તિએ નૂંહ જિલ્લાના એક ગામની 19 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ (High court)માં અરજી દાખલ કરતા કહ્યુ કે અમને લોકોને યુવતીના પરિવારજનોથી જીવનું જોખમ છે.

મામલાની તપાસ કરાઇ રહી છે

નાયબ પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું કે હાઇકોર્ટ (High court)થી મળતા આદેશ મુજબ આ કેસની તપાસ કરવામાં આવે અને બંનેને સુરક્ષા આપવામાં આવે. આ ઉપરાંત એ પણ તપાસ કરવામાં આવે કે આ લગ્ન કેવા સંજોગોમાં થયા છે. ડીએસપીએ જણાવ્યું કે વૃદ્ધ અને યુવતીના પહેલાથી જ લગ્નેતર સબંધ છે અને વૃદ્ધને 7 બાળકો છે. જે તમામના લગ્ન થયેલા છે અને તેમની પત્નિનું ચાર વર્ષ પહેલા મોત નિપજ્યું હતુ.

વૃદ્ધ અને યુવતી વચ્ચે કઇ રીતે સંપર્ક થયો

પોલીસે એ પણ જણાવ્યું કે પ્રેમ લગ્ન (Love marriage) કરનારી યુવતીના પ્રથમ લગ્ન થકી કોઇ બાળકો નથી. યુવતીના પરિવારમાં જમીન અંગેનો વિવાદ હતો અને પ્રેમ લગ્ન (Love marriage) કરનાર વૃદ્ધ તેને આ મામલામાં મદદ કરવા જતા હતા, જ્યાંથી બંને વચ્ચે સંપર્ક થયો હતો. ડીએસપીએ જણાવ્યું કે જે પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તે આધારે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનો જવાબ તપાસ કર્યા બાદ કોર્ટમાં દાખલ કરવામાં આવશે.

પોલીસે યુવતીનું નિવેદન નોંધ્યુ

આ સમગ્ર મામલાને લઇને પોલીસે બુધવારે કોર્ટમાં કલમ 164 હેઠળ યુવતીનું નિવેદન નોંધ્યુ છે કે બંને એ પોતાના ઇચ્છા અનુસાર લગ્ન કર્યા છે, ખુશ છે અને પોતાના મા-ભાઇથી જીવને કોઇ જોખમ નથી, કોર્ટમાં સુરક્ષાને લઇને પણ યુવતીએ કોઇ માગ કરી નહતી.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેક પ્રેમ લગ્ન (Love marriage)ના અનોખા કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો બ્રિટનમાં સામે આવ્યો હતો. મહિલાને પોતાના પુત્રના મિત્ર સાથે જ પ્રેમ થઇ ગયો. ઇંગ્લેન્ડ (England)ના વેસ્ટ સસેક્સમાં રહેનારી મૈરીલિન બટિગિગે પોતાનાથી 29 વર્ષ નાના વિલિયમ સ્મિથ સાથે લગ્ન કર્યા છે. આ યુગલને લગ્નનાં 12 વર્ષ પુરા થયા છે અને બંને મેરેજ (Marriage) એનીવર્સરીની ઉજવણી કરી રહ્યા છે.  

મૈરીલિન બટિગિગ અને વિલિયમ સ્મિથની પ્રથમ મુલાકાત વર્ષ 2006 માં થઇ હતી. તે સમયે મૈરીલિનની ઉંમર 45 વર્ષ અને વિલિયમ સ્મિથની ઉંમર 16 વર્ષ હતી. એક રિપોર્ટ મુજબ મૈરીલિન બટિગિગનો પુત્ર વિલિયમ સ્મિથનો ખાસ મિત્ર હતો. 2006 માં સૌથી પહેલા વિલિયમને ઘરે લઇ આવ્યો હતો. વિલિયમ વધુ વીડિયો ગેમ રમવા માટે પોતાના મિત્રને ત્યાં આવતો હતો અને તેની મુલાકાત ત્યાં તેના મિત્રની માં એવી મૈરીલિન સાથે થઇ હતી.

મુલાકાત કર્યા બાદ મૈરીલિન બટિગિગ અને વિલિયમ સ્મિથ ધીરે ધીરે એક બીજાની નજીક આવ્યા અને બંનેની વચ્ચે એક નવો સંબંધ સ્થાપિત થયો. ત્યારબાદ બંનેએ વર્ષ 2009 માં લગ્ન (Marriage) કર્યા હતા.  વિલિયમ સ્મિથ સાથેના લગ્ન (Marriage) પહેલા મૈરીલિન બટિગિગને 7 બાળકો હતા, પરંતુ લગ્ન (Marriage) બાદ પરિવારે તેની સાથે સંબંધ તોડી નાખ્યો. બંનેની મુલાકાત કરાવનારા પુત્રને છોડીને મૈરીલિનની પોતાના કોઇ પણ પુત્ર સાથે વાતચીત થતી નથી. જ્યારે વિલિયન પણ લગ્ન (Marriage) પછી પરિવારના સંપર્કમાં નથી.

આ પણ વાંચો : પ્રેમ તો પ્રેમ : 7 બાળકોની માતાને પોતાના પુત્રના મિત્ર સાથે જ થયો પ્રેમ અને બાદમાં…

Androidhttp://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment