Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝકાબુલથી ૮૫ ભારતીયોને લઇ એરફોર્સનું C-130J વિમાન ભારત તરફ રવાના

કાબુલથી ૮૫ ભારતીયોને લઇ એરફોર્સનું C-130J વિમાન ભારત તરફ રવાના

Share Now

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પાછા લાવવામાં આવી રહ્યા છે. તાલીબાનો રાજ વચ્ચે પણ ભારતીયોની એરલિફ્ટ શરુ છે. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ એરફોર્સનું C-130J વિમાન શનિવારે  સવારે 10.30 વાગ્યે ૮૫ જેટલા ભારતીયોને લઈને કાબુલ એરપોર્ટ (Kabul airport) પરથી ઉપડ્યું હતું. અહેવાલ અનુસાર હજુ બીજા ૨૦૦ લોકોને પણ ભારત પાછા લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અને તેના માટે  એરફોર્સનું બીજું વિમાન C-17ને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે. 

ભારતીયોને કાબુલ એરપોર્ટ (Kabul airport) થી પરત લાવામાં આવ્યા!

આ પહેલા ગયા મંગળવારે પણ કાબુલથી ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. ૧૨૦થી પણ વધુ ભારતીયોને વિમાન ગ્લોબમાસ્ટર C-17થી ભારતમાં લાવવામાં આવ્યા હતા. આ વિમાનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ, ITBPના કર્મચારીઓ અને અન્ય લોકો સામેલ હતા. આ પહેલાં પણ સોમવારે 45 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

Indian Air Force's C-130J took off from Kabul airport

અફઘાનિસ્તાનમાં જ્યાંથી તાલીબાનો દ્વારા પોતાનું શાસન લાગુ પાડવામાં આવ્યું છે. ત્યારથી જ આખા દેશમાં અફરાતફરીનો માહોલ ઉદ્ભવ્યો છે. અફઘાનિસ્તાનના લોકો તાલીબાનોની કેદમાંથી છુટવા નાસીપાસ કરી રહ્યા છે. સાથે જ બારના દેશોના લોકો કે જે અફઘાનિસ્તાનમાં રહેતા હતા, તેમને પણ પોતાના દેશો મદદ કરીને અફઘાનિસ્તાનથી બહાર કાઢવા માટે મથી રહ્યા છે. આ વિમાનો ૩ કલાકમાં ભારત પહોચી શકે છે.

પોતાના બાળકોના મોં પર કપડું બાંધી દે છે !

કબુલમાં ફસાયેલા લોકોની હાલત ખુબ દર્દનીય છે. લોકો ખુબ ડરેલા છે. લગભગ કોઈ પણ કામ વગર બહાર નથી નીકળી રહ્યું. જો રસ્તા પર કોઈ કાર આવતી દેખાય અથવા તો તેનો અવાજ સંભળાય તો લોકો બાથરૂમમાં પુરાય જાય છે. અને પોતાના બાળકોના મોં પર કપડું બાંધી દે છે, જેથી બાળકોનો અવાજ ના સંભળાય, અને તાલીબાનોની જપેટમાં ના આવી જાય.

people are running in afghanistan

હાલ કબુલ એરપોર્ટ પર, તેની ફરતે કાંટાળી તારથી ફેન્સિંગ કરવામાં આવ્યું છે. જેથી લોકો એરક્રાફ્ટ્સની નજીક ના પહોચે. આ એરપોર્ટ પર સેકડો લોકો ભેગા થયા છે. તાલીબાનોના ત્રાસથી બધા નાસી છૂટવા ઈચ્છે છે. ત્યારે આ ભીડમાં રહેલી એક મહિલાએ પોતાના બાળકને  ફેન્સીંગની બીજી તરફ ફેકે છે. ત્યારે ત્યાં ઉભેલા બ્રિટીશ સૈનિકોએ આ બાળકને બચાવી લીધું હતું. આ પ્રકારે એક માતાની કરુણતા જોઇને  બ્રિટીશ સૈનિકની આંખમાં પણ પાણી આવી ગયું હતું.

પોતાના માસુમ જીવને ફેન્સિંગની તરફ ફેક્યો

kabul airport viral images

કાબુલ એરપોર્ટની (Kabul airport) ચારે તરફ અણીદાર તારની ફેન્સિંગ કરવામાં આવી છે. જેથી કોઈ પણ ભાગીને વિમાન સુધી ના પહોચી શકે. ફેન્સિંગની એક તરફ ભીડ અને બીજી બાજુ અમેરિકી અને બ્રિટિશ સૈનિક સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલ છે. ત્યાર સ્થાનિક લોકોની ભીડ થઇ હતી. કેટલીક અફઘાની મહિલા (Afghan women) ઓ તો પોતાના નાના નાના માસુમ બાળકોને લઈને આવી પહોચી હતી. મહિલાએ વિચાર્યું કે જો બાળકને ફેન્સિંગની બીજી તરફ પહોંચાડી દેવામાં આવે તો તેમને સૈનિકો એરક્રાફ્ટમાં મજબૂરીથી પણ બેસાડી દેશે. એવું વિચારીને તેમણે પોતાના માસુમ જીવને ફેન્સિંગની તરફ ફેક્યો હતો. ત્યાં રહેલા બ્રિટીશ સૈનિકો પણ ગદ્દ ગદ્દ થઇ ગયા હતા. અને તેને આ બાળકને ઝીલી લીધો હતો.

આ પણ વાંચો: કરો યા મરો: છેવટે સામાન્ય જનતા ઉતરી આઝાદીની લડાઈ પર!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment