Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝરંગીન રોશનીથી ચમકતો નર્મદા ડેમ : સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

રંગીન રોશનીથી ચમકતો નર્મદા ડેમ : સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

NARMADA DEM
Share Now

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમને દિવાળી વેકેશનમા રંગબેરંગી લાઈટોથી સજાવવામા આવ્યું છે.હાલ દિવાળી અને નૂતન વર્ષે વેકેશનમા પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે. દિવસે નર્મદા ડેમતો સૌ કોઈએ અનેક વાર જોયો હશે પણ રંગબેરંગી લાઈટોથી સજાવેલ રાત્રીનો અદભુત નજારો પ્રવાસીઓનું આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

રાત્રીનો રંગીન રોશનીથી ચમકતો નર્મદા ડેમનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

LIGHTING IN NARMADA હાલ વેકેશનમા રોશનીથી સજાવેલ રંગબેરંગી નર્મદા ડેમનો રાત્રીનો અદ્ભૂત નજારોજોવા લોક ટોળાં ઉમટ્યા છે. રાત્રીનો રંગીન રોશનીથી ચમકતો નર્મદા ડેમનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. રાત્રે પણ સ્ટેચ્યુ જોવા પ્રવાસીઓ ઉમટ્યા હતાજેમાં જુદા જુદા રંગ બદલતા ડેમના દ્રશ્યોનો નજારો પ્રવાસીઑનું મન મોહી લે છે. નર્મદા ડેમને વાર તહેવારે રંગીન લાઈટોથી સજાવાય છે. હાલ નર્મદા ડેમ રંગીન લાઈટોથી શોભી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, કંગના રનૌત, શિન્ઝૉ આબે સહિત 119 હસ્તીઓને પદ્મ પુરસ્કાર

ગુજરાતનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બની ગયેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દિવાળી સહિતના તહેવારોમાં પરિવાર સાથે ફરવા લાયક ડેસ્ટિનેશન બન્યું

NARMADA વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. ગુજરાતીઓ રજાના દિવસોમાં ફરવાના શોખીન હોવાથી બીજા રાજ્યોમાં જવાને બદલે પોતાના જ વતનમાં પ્રવાસની મજા માણી રહ્યા છે. દિવાળી વેકેશનને લઈને કેવડિયામાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં દોઢ લાખ લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે અને હજી પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે. કેવડિયામાં માત્ર દેશનાં જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ પણ હવે સરદાર વલ્લભભાઈ પટેલનાં 182 મીટરનાં સ્ટેચ્યૂને જોવા માટે અચૂક આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ માત્ર 33 મહિનામાં પૂર્ણ થયો હતો. હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગુજરાત જ નહીં, બલકે દેશ-વિદેશના પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની ગયું છે, ત્યારે કેવડિયાની આસપાસ અલગ-અલગ જોવાલાયક અને માણવા લાયક 21થી વધુ પ્રોજેક્ટો આવેલા છે. ગુજરાતનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બની ગયેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દિવાળી સહિતના તહેવારોમાં પરિવાર સાથે ફરવા લાયક ડેસ્ટિનેશન બન્યું છે.

ખોડલધામ મંદિર ખાતે પણ ખાસ લાઈટીંગ

હાલ ખોડલધામ મંદિરને કરાયેલી દિવાળીની રોશનીનો ડ્રોનથી લેવાયેલો આકાશી નજારાનો વીડિયો સામે આવ્યો છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. દિવાળીના પર્વમાં દર વર્ષે ભક્તો મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. ત્યારે આ વર્ષે દિવાળીના પર્વને લઈને ખોડલધામ મંદિર ખાતે ખાસ લાઈટીંગ, રંગોળી દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે. આકાશમાંથી અસંખ્ય લાઈટોથી શણગારેલ મંદિરનો નજારો કઈક અલગ જ લાગી રહ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment