સંસ્કૃતિની જાળવી રાખવા, લોકો ભારતીય સંસ્કૃતિને યાદ રાખે, આજની યુવા પેઢીને હિન્દૂ સંસ્કૃતિનું જ્ઞાન મળે અને હિન્દૂ સંસ્કૃતિનો અમૂલ્ય વારસો જળવાય રહે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિધાર્થીઓ માટે ખાસ હિન્દૂ ધર્મના પ્રાચીન ગ્રંથો શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિત માનસના પ્રસંગોને અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે.
યુનિવર્સિટી દ્રારા ખાસ કમિટીની રચના કરાઈ જે તૈયાર કરશે નવો અભ્યાસક્રમ
યુનિવર્સિટી દ્વારા આ સત્રથી કોમ્પ્યુટર સાયન્સ અને બેન્કિંગ એવા બે નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે આવતા સત્રથી રામચરિતમાનસ અને ભગવદ્દગીતાના બંન્ને ધાર્મિક પુસ્તકોના પ્રસંગોને અભ્યાસક્રમમાં પાઠ તરીકે ઉમેરવામાં આવશે. આ માટે યુનિવર્સિટી દ્રારા ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. જે કમિટી દ્રારા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે.
ફિલોસોફી વિભાગમાં રામચરિતમાનસના પાઠ ઉમેરવામાં આવશે
આર્ટ્સ ફેકલ્ટીના અલગ અલગ વિભાગમાં આ પાઠ ઉમેરવામાં આવશે. જીવન કેવી રીતે જીવવું એના માટે ફિલોસોફી વિભાગમાં રામચરિતમાનસના પાઠ ઉમેરવામાં આવશે.
આ પણ વાંચો : ડ્રગ્સ કેસ : નવાબ મલિક પર સમીર વાનખેડેના પિતાએ નામ, ચરિત્ર, પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચાડવાનો લગાવ્યો આરોપ
આ પ્રકારના અભ્યાસક્રમથી વિધાર્થીઓમાં સારા સંસ્કારોનું થશે સિંચન
આ સાથે મેનેજમેન્ટ વિભાગમાં હનુમાનજી અને લંકા વિજયની જે કથા છે કે જેમાં હનુમાનજી મહારાજ મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખાય છે માટે એ પ્રસંગો પણ તેમાં ઉમેરવામાં આવશે. અને સોસિયોલોજી વિભાગમાં સમાજ રચના માટે સારા પાઠ રામચરિત માનસ અને ભગવદ્દગીતાના પ્રસંગો સાથે ઉમેરવામાં આવશે. યુનિવર્સિટીનું માનવું છે કે આ પ્રકારના અભ્યાસક્રમથી વિધાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થશે.
નવો અભ્યાસક્રમ ઘડવાની કામગીરી પૂરી થવાના આરે
ઉલ્લેખનીય છે કે હાલ પુરજોશમાં નવી શિક્ષણ નીતિને અમલ કરવાની કામગીરી ચાલી રહી છે. ડિસેમ્બર સુધીમાં નવો અભ્યાસક્રમ ઘડવાની કામગીરી પૂરી થઇ જશે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આર્ટસના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં અભ્યાસ ક્રમમાં ભગવદ્ ગીતા અને રામચરિત માનસને સમાવવામાં આવશે. જે ખરેખર સરાહનીય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4