દેશમાં એક સારા સમાચાર આવ્યા છે. ભારતની વસ્તીમાં(population) પ્રથમ વખત પ્રતિ 1000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા વધીને 1020 થતી જોવા મળી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ માહિતી સામે આવી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ કુમાર પૉલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે બુધવારે 2019-21 માટે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફેક્ટશીટ બહાર પાડવામાં આવી છે. અગાઉ, NFHS-4 માં, 1000 પુરૂષો દીઠ સ્ત્રીઓની સંખ્યા 991 હતી.
22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંદર્ભમાંના તારણો
પહેલા સર્વે તબક્કામાં સમાવિષ્ટ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંદર્ભમાં NFHS-5 ના તારણો ડિસેમ્બર 2020 માં બહાર પાડવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં સર્વે કરાયેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઓડિશા, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. NFHS-5 સર્વેક્ષણ કાર્ય દેશના 707 જિલ્લાઓમાં લગભગ 6.1 લાખ નમૂનાના ઘરોમાં હાથ ધરવામાં આવ્યું છે.જેમાં 724,115 સ્ત્રીઓ અને 101,839 પુરૂષોને આવરી લેવામાં આવ્યા છે.જેથી જિલ્લા સ્તર સુધી અલગ અંદાજો પૂરો પાડવામાં આવે છે.
મહિલાઓની વસ્તીમાં(population) થયો વધારો
પહેલીવાર ભારતની કુલ વસતિમાં 1000 પુરુષે મહિલાઓની સંખ્યા 1020 થઈ છે. બુધવારે જાહેર કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના આંકડામાં આ વાત કહેવામાં આવી છે. આ પહેલાં 2015-16માં થયેલા NFHS-4માં આ આંકડો પ્રતિ 1000 પુરુષે 991 મહિલાનો હતો.તો તેની સાથે જ જન્મ સમયના જેન્ડર રેશિયોમાં પણ સુધારો આવ્યો છે. 2015-16માં 1000 છોકરાએ 919 છોકરીનો રેશિયો હતો.જ્યારે નવા સર્વેમાં એ 1000 છોકરાએ 929 છોકરીએ પહોંચ્યો છે. મહત્વની વાત એ છે કે કુલ વસતિમાં શહેરો કરતાં ગામડાંમાં જેન્ડર રેશિયોમાં સુધારો આવ્યો છે.
પહેલીવાર દેશમાં પ્રજનન દર 2 ટકા પર આવ્યો
ગામડામાં સર્વે પ્રમાણે, 1000 પુરુષે 1037 મહિલા નોંધવામાં આવી છે, જ્યારે શહેરોમાં 985 મહિલાઓ છે.તો તેની સાથે પહેલીવાર દેશમાં પ્રજનન દર 2 ટકા પર આવ્યો છે. 2015-16માં આ 2.2 હતો. ખાસ વાત એ છે કે 2.1ના પ્રજનન દરને રિપ્લેસમેન્ટ માર્ક માનવામાં આવે છે. એટલે કે એક દંપતી બે બાળકને જન્મ આપી રહ્યાં છે ,તો એ બે બાળક તેમને રિપ્લેસ કરી દેશે. 2થી ઓછા બાળકને જેન્મ આપવાનો અર્થ છે કે વસતિ ઘટવાની શક્યતા છે. 2.1ના પ્રજનન દર પર વસતિ વધારો સ્થિર રહી શકે છે.તો આ પરીવર્તનથી એ કહી શકાય છે કે વસ્તી (population)વધારામાં ધટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ડેન્ગ્યુનો ઉપચાર પપૈયાના પાનનો રસ? જાણો શું કહે છે વિજ્ઞાન
41% મહિલાઓને 10 વર્ષ કરતાં વધુ શિક્ષણ મળ્યું
વસતિ(population)ગણતરીમાં ભલે મહિલાઓની સંખ્યા વધી ગઈ હોય પરંતુ મહિલાઓની વાત કરવામાં આવે તો હજી તેમની સ્થિતિમાં એટલો સુધારો આવ્યો નથી. આજે પણ દેશમાં 41% મહિલાઓ એવી છે, જેમને 10 વર્ષ કરતાં વધુ શિક્ષણ નથી મળ્યું, એટલે કે માત્ર 41% મહિલાઓ જ એવી છે, જે 10 ધોરણ કરતાં વધારે અભ્યાસ કરી શકી છે. 5જીના સમયમાં પણ ઈન્ટરનેટની પહોંચ દેશની માત્ર 33% મહિલાઓ સુધી સીમિત રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.વસ્તી વધારામાં મહિલાઓની વસ્તી (population)78.6% મહિલાઓ પોતાનું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરે છે.
2015-16માં આ આંકડો 53% હતો. જ્યારે 43.3% મહિલાઓને નામે કોઈ ને કોઈ પ્રોપર્ટી છે.જ્યારે 2-15-16માં આ આંકડો 38.4% છે. માસિક દરમિયાન સુરક્ષિત સેનિટરી પેડ્સનો ઉપયોગ કરતી મહિલાઓ 57.6%થી વધીને 77.3% થઈ ગઈ છે. જોકે બાળકો અને મહિલાઓમાં એનિમિયા મોટી ચિંતા હાલ જોવા મળે છે. 67.1% બાળકો અને 15થી 49 વર્ષની 57% મહિલાઓ એનિમિયાથી પીડિત છે.
Android: http://bit.ly/3ajxBk4