Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝદેશ અને લોકતંત્ર શર્મસાર થયું : સંબિત પાત્રાનો પલટવાર રાહુલ ગાંધીના આરોપોનો લઇ

દેશ અને લોકતંત્ર શર્મસાર થયું : સંબિત પાત્રાનો પલટવાર રાહુલ ગાંધીના આરોપોનો લઇ

sambit patra vs rahul gandhi
Share Now

સંસદનું મોનસૂન સત્ર પુરુ થઇ ગયું પરંતુ રાજ્યસભામાં કાલે થયેલા હંગામાને લઈને આજે વિપક્ષી દળોના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કરી. સમગ્ર મોનસુન સત્ર દરમિયાન પેગાસસ, ખેડૂત જેવા મુદ્દાઓ પર સતત હંગામો કરી રહેલા વિપક્ષે સરકાર પર લોકશોહીની મર્યાદા ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજ્યસભામાં પ્રથમ વખત સાંસદોને માર મારવાની ઘટના બની છે. બીજી તરફ શિવસેનાએ આ ઘટનાને પાકિસ્તાનની બોર્ડર પર હોવાનો અનુભવ ગણાવ્યો છે.રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્યસભામાં પ્રથમ વખત સાંસદોને માર મારવામાં આવ્યો. રાહુલ સિવાય શિવસેના, રાકાંપા, રાજદ, સમાજવાદી પાર્ટી, DMK અને અન્ય વિપક્ષોએ કહ્યું કે રાજ્યસભામાં બુધવારે લોકશાહીની હત્યા કરવામાં આવી છે. તો બીજેપી ના સ્પીકર સંબિત પાત્રાએ તમામ આરોપો ફગાવ્યા છે.

રાહુલ ગાંધીના લોકતંત્રની હત્યા કરવાનો આરોપ

રાહુલ ગાંધીએ કહ્યું- રાજ્યસભામાં પહેલીવાર સાંસદોને મારપીટ કરવામાં આવી. શા માટે વિપક્ષને સરકાર સાંભળવા તૈયાર નથી ? મોનસુન સત્ર ખત્મ થઈ ગયું છે. અમે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો. સરકારને કહ્યું કે આ અંગે ચર્ચા કરવામાં આવે પરંતુ સરકારે ડિબેટ કરવાથી ઈન્કાર કરી દીધો. અમને સંસદમાં બોલવા જ ન દીધા. દેશના 60 ટકા લોકોનો અવાજ સાંભળવામાં આવ્યો નથી. સંસદમાં અમને સાંભળવામાં આવ્યા નથી. આ માર્ચમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર તાનાશાહી અને લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષના આ આરોપો પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે, વિપક્ષે સતત હંગામો કરી સંસદને સડક બનાવી દીધી.

આ પણ વાંચો : રાહુલ ગાંધી બાદ ટ્વિટરની ચકલીની જાળમાં લોક થયા રણદીપ સુરજેવાલા સહિત 5 નેતાઓના ટ્વિટર એકાઉન્ટ

દેશ અને લોકતંત્ર શર્મસાર થયુંઃ BJP

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ- જે પ્રકારનો વ્યવહાર આજે કોંગ્રેસ પાર્ટી અને કેટલીક અન્ય વિપક્ષી પાર્ટીઓએ રસ્તા પર ઉતરીને કર્યો છે. જે પ્રકાર અરાજકતા સંસદની અંદર વિપક્ષી પાર્ટીઓ અને ખાસ કરી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ દેખાડી છે, તેનાથી દેશ અને લોકતંત્ર શર્મસાર થયું છે. તેમણે કહ્યું- એક સુરક્ષાકર્મીને પણ ઈજા થઈ છે. તે પણ હોસ્પિટલમાં છે. આ તે વિપક્ષ છે જે કહી રહ્યાં હતા કે સંસદનું એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ, પરંતુ જ્યારે સત્ર ચાલી રહ્યું હતું, કોરોના પર એક દિવસ પણ ચર્ચા થવા દીધી નહીં. માત્ર હંગામો કર્યો તો શું દેશ માફ કરશે વિપક્ષને ??? દેશ અને દેશની લોકતાંત્રિક ગતિવિધિઓમાં બાધા પહોંચાડનાર વિપક્ષ એટલે જ રસ્તા પર છે.

દેશને બદનામ કરી રહ્યો છે વિપક્ષઃ સરકાર

વિપક્ષના પ્રદર્શનને લઈને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી અને કેટલાક વિપક્ષના લોકો તો સરૂઆતથી કહી રહ્યાં હતા કે અમે સંસદના સત્રને વોશઆઉટ કરવા માટે વોશિંગ મશીન લાવ્યા છીએ. તમે માત્ર સંસદને બદનામ કરી રહ્યાં નથી પરંતુ દેશને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છો.

આપને જણાવી દઈએ કે સંસદ ચોયાસુ સત્રમાં હંગામો જ થતો રહ્યો અને કામ થયું ઓછું. વિપક્ષ દ્વારા સતત પેગાસસ, કૃષિ કાયદા અને મોંઘવારીને લઇ વિરોધ થતો રહ્યો અને રેલીઓ કરી અને સમય એમાં જ ગયો જેના અકરને કામ ના થયું અને અનેક વાર વડાપ્રધાન એ પણ અપીલ કરી હતી કે ચર્ચા કરો પરંતુ હંગામો નહિ અને ગઈ કાલે જ વેંકૈયા નાયડુ પણ ભાવુક થઇ ગયા હતા અને હંગામાને કારણે લોકતંત્રના મંદિરની મર્યાદા ભૂલી રાહહ્યું છે વિપક્ષ એમ જણાવ્યું હતું. સંસદના ચોમાસુ સત્રમાં હંગામો જ થતો રહ્યો અને કામ ના થયું તો કહી શકાય કે દેશના હિતના પ્રશ્નો સાઈડમાં રહી ગયા અને સત્ર બન્યું હતું હંગામાનું સત્ર અને હવે પૂરું થતા ફરી રાજનીતિ શરૂ અને આરોપો પણ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment