રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA) એક આઇકોનિક સંસ્થા છે અને સૈન્ય શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાની વૈશ્વિક બ્રાન્ડ છે. NDA પાસે સંપૂર્ણપણે વિકસિત એરફિલ્ડ છે, જ્યાં વાયુસેનાના કેડેટ્સ સુપર ડીનોમા એરક્રાફ્ટમાં તાલીમ મેળવે છે.
આ એરફિલ્ડનો ઉપયોગ Mi 17 1V મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટર, ચેતક અને સૈન્યના ALH ની નિયમિત તાલીમ અને તેના પરિચાલન મિશન માટે પણ કરવામાં આવે છે. એરફિલ્ડના પરિચાલનના પરિઘમાં વધારો કરીને પરિવહન વિમાનો માટે પણ તેનો ઉપયોગ શરૂ કરવા માટે 23 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમની ખાતે C-130 એરક્રાફ્ટના પાઇલટ્સ દ્વારા પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા.
જુઓ આ વિડીયો: Field Landing On Rajasthan Highway
સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેકઓફ સાથે, આ એરફિલ્ડને ભારતીય વાયુસેનાના અગ્રહરોળના પરિવહન વિમાનો દ્વારા હવાઇ કામગીરીઓ હાથ ધરવા માટે સક્ષમ એરફિલ્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ તાલીમ અને પરિચાલન સૈન્ય ઉડ્ડયન બંને પ્રકારે એરફિલ્ડના ઉપયોગ માટે લાંબાગાળે લાભદાયી પુરવાર થશે.
આ પણ વાંચો: જમ્મુ કશ્મીરના આતંકીઓની નવી સ્ટ્રેટેજી, પુલવામામાં ગ્રેનેડ હુમલામાં ૪ નાગરિકો ઘાયલ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4