Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝલવ જેહાદઃ યુવક પરિણીત મહિલાની સાથે તેની 3 વર્ષની પુત્રીને પણ લઈ ભાગ્યો

લવ જેહાદઃ યુવક પરિણીત મહિલાની સાથે તેની 3 વર્ષની પુત્રીને પણ લઈ ભાગ્યો

Love Jihad
Share Now

વલસાડ જિલ્લાના વાપીમાં લવજેહાદનો બીજો મામલો સામે આવ્યો. ( Love jehad ) વાપીમાં રહેતી એક પરિણીતાને લગ્નની લાલચ આપી ધર્માંતરણનો ( Conversion ) કરવામાં આવ્યો પ્રયાસ. ( Love jehad )

Love Jihad

Love Jihad

વલસાડ જિલ્લાના વાપી બલિઠા વિસ્તારમાં રહેતો વિધર્મી પરિણીત યુવક સાથે GIDCમાં આવેલી એક જ કંપનીમાં સાથે ફરજ બજાવતી પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ થયો હતો. ( Love jehad ) તેઓ છેલ્લા 5 વર્ષથી એક જ કંપનીમાં સાથે ફરજ બજાવતા હતા. થોડા સમય પહેલા પરિણીત મહિલા તેના પતિ સાથે ઘર કંકાશથી કંટાળી ગઈ હતી. જ્યારબાદ આરોપીએ પરિણીત મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. અને ધર્માંતરણ કરાવવા મહિલાને તેની 3 વર્ષની બાળકી સાથે ભગાડી ગયો હતો. જે બાદ મહિલાના પતિએ વાપી ટાઉન પોલીસ મથકે પત્ની અને બાળકી ગુમ થયા હોવાની નોંધ કરાવી હતી.

Love Jihad

Love Jihad

આ ગુનામાં આરોપી પહેલેથી જ પરીણીત હતો. અને મહીલા પણ પરણીત હોવાથી આરોપી તેને જણાવતો હતો કે, તું ધર્મ પરીવર્તન કરીશ તો જ હું તારી સાથે લગ્ન કરીશ. ( Love jehad ) જેથી આરોપી તથા ભોગ બનનારને શોધવા માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસીંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બિહાર ખાતે મોકલી આપવામાં આવી હતી. જે ટીમ દ્વારા આરોપી જાવેદ અલી પાસેથી ભોગ બનનાર તથા તેની પુત્રીને મુક્ત કરાવી પરત વાપી ખાતે લાવવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ( Love jehad ) આપને જણાવી દઈએ કે પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આ પહેલા વાપીમાંથી જ એક યુવતીને ઈન્દોરના એક યુવકે પોતાના ચંગુલમાં ફસાવીને લઈ ગયો હતો. જેમાં પોલીસે યુવતીને મધ્યપ્રદેશના ઈન્દોરથી મુક્ત કરાવી હતી. તે મામલામાં સામે આવ્યુ હતુ કે યુવક પરિણીત હતો તેમ છતા તે યુવતની બળજબરીથી પોતાની સાથે લઈ ગયો હતો. જે બાદ તે તેને અજમેર ખાતે પણ લગ્ન માટે લઈ ગયો હતો.  અને અનેક વાર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની પણ ફરીયાદ નોંધાઈ હતી. 

બાયલાઈન- કેયુર મિસ્ત્રી સાથે હેરત સિંહ રાઠોડનો અહેવાલ ઓટીટી ઈન્ડિયા વલસાડ  

વધુ વાંચો- એક જાદુઈ થેરાપી પ્લેટ કે જે સમાજ માટે લાવશે એક જાદુઈ પરિવર્તન

No comments

leave a comment