Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝદેશનો સૌપ્રથમ એફસીઆર પ્લાન્ટ ક્યાં સ્થપાયો? કઈ રીતે કામ કરે છે આ પ્લાન્ટ?

દેશનો સૌપ્રથમ એફસીઆર પ્લાન્ટ ક્યાં સ્થપાયો? કઈ રીતે કામ કરે છે આ પ્લાન્ટ?

FCR PLANT LAUNCH
Share Now

સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિકિકરણ વધી રહ્યું છે. ઔધોગિક એકમો વધવાના કારણે પર્યાવારણને પણ નુકસાન થઈ રહ્યું છે. આખું વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગથી પરેશાન છે, ત્યારે દુનિયાના ઘણા દેશો ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં આપણો ભારત દેશ પણ ખુબ મહેનત કરી રહ્યો છે. પર્યાવરણ સંરક્ષણ આયોજનના ભાગરૂપે ગુજરાતમાં ક્લાયમેન્ટ ચેન્જનો અલાયદો વિભાગ પણ શરૂ કરવામાં આવેલો છે. ઔદ્યોગિક એકમો વધવાને કારણે ફેક્ટરીમાંથી નીકળતા ગંદા પાણીને ટ્રીટ કરીને કેવી રીતે નદીમાં છોડી શકાય અને તેના નક્કર વેસ્ટને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે માટે અમદાવાદની વટવા જી.આઈ.ડી.સી.માં ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર પ્લાનટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

અમદાવાદની વટવા જી.આઈ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટના શુભારંભમાં કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર, મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ વટવા જીઆઈડીસીમાં ફેન્ટમ કેટાલીક રીએક્ટર પ્લાન્ટના શુભારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. વટવા જી.આઈ.ડી.સી.માં ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીમાં નવી ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર ટેક્નોલોજીથી સજ્જ સ્થાપિત કરેલા આ CETPનો લાભ વટવા જી.આઈ.ડી.સી.ના લગભગ 700 જેટલા ઉદ્યોગોને મળશે. વટવા જીઆઈડીસીમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 30 એમ એલ ડીની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટ 70 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ પ્લાન્ટથી પર્યાવરણના કાયદાના માપદંડોનું સરળતાથી પાલન દ્વારા વટવા ઔદ્યોગિક વિસ્તારના વેસ્ટ વોટરના નિકાલ અંગેના 100 ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બનશે. તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

FCR Plant Launch

IMAGE CURSTY : YOGESH THAKKAR

વટવા જીઆઈડીસીમાં સ્થાપના કરવામાં આવેલ વોટર વેસ્ટ ટ્રીટમેન્ટ માટેનો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર પ્લાન્ટ દેશનો સૌપ્રથમ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ દેશના અન્ય ઔદ્યોગિક એકમો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થશે. આ પ્લાન્ટમાં ફેક્ટરીના ગંદાપાણીમાંથી કેમિકલ અને પાણીને અલગ પાડવામાં આવશે. જેથી શુદ્ધ થયેલું પાણી નદીમાં ઠાલવી શકાશે અને વેસ્ટ નીકળેલ નક્કર કચરાને સિમેન્ટની ફેક્ટરીમાં મોકલવામાં આવશે. આ પ્લાન્ટથી ઔધોગિક ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થશે એવું ચોક્કસથી કહી શકાય.

જુઓ આ વિડીયો : દેશનો સૌપ્રથમ એફસીઆર પ્લાનટ કઈ રીતે કામ કરે છે. અને શું કામ કરે છે?

 

આવો જાણીએ આ ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર પ્લાન્ટ કઈ રીતે કામ કરે છે. વટવા જીઆઈડીસીની તમામ ઈન્ડસ્ટ્રીઝનું કેમિકલવાળું પાણી આ પ્લાન્ટ ખાતે બનાવેલ ટાંકીમાં આવશે. આ ટાંકીની બાજુમાં સફેદ રંગની બે ટેન્ક બનાવવામાં આવેલી છે. આ સફેદ ટેન્ક હાઈડ્રોજન પરોક્સાઈડની છે. તેની બાજુમાં કાળા રંગની 2 ટાંકી બનાવવામાં આવેલી છે. આ કાળા રંગની ટાંકી હાઈડ્રો સલફ્યુરિક એસિડની છે. 

FCR Plant Launch

IMAGE CURTSY : YOGESH THAKKAR

આ શુદ્ધ પાણીમાંથી ટીડીએસ સીએડી ઘટાડવા માટે ફેન્ટમ કેટેલિટીક રિએક્ટર્સમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. અશુદ્ધ પાણીની મુખ્ય પ્રોસેસ એફસીઆર કોલમમાં થશે. આ એક કોલમ 10 એમ એલ ડીની ક્ષમતા ધરાવે છે. એવી રીતે ત્રણ એફસીઆર કોલમમાં વેસ્ટ વોટર વહેડાવવામાં આવશે. ત્યારબાદ આ પાણીને ડિગ્રેસિફિકેશન ટાંકીમાં વહેડાવવામાં આવે છે. ત્યાંથી આ પાણીને ન્યુટ્રિલાઈઝેશન ટાંકીમાં વહેડાવવામાં આવે છે. જ્યાં પીએચ વધારવા માટે હાઈડ્રેટેડ ચૂનો ઉમેરવામાં આવશે. જે પાણીનું એસિડિક નેચર છે તેને ન્યુટ્રિલાઈઝેશ ક્લિઅર કરીને ફાઈનલ ક્લેરિફેકેશન માટે આગળની ત્રણ ટાંકીમાં મોકલાશે. આ ત્રણ ટાંકી બીએસએફ રેપીડ ફ્લોગ્સ પ્રોસસ છે. અહીં ક્લેરિફેકશન થઈને ટ્રીટમેન્ટ થઈને ફેક્ટરીનું પાણી ફાઈનલ પમ્પિંગમાંથી છુટુ પડશે.  ત્યારબાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધારાધોરણ પ્રમાણે પાણીને ડિસ્ચાર્જ માટે મોકલવામાં આવશે. જેથી પાણીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય. આ પ્લાન્ટમાંથી નિકળતા સોલિડ વેસ્ટને અલગ કરીને સિમેન્ટ ફેક્ટરીમાં આપવામાં આવશે. જેથી સોલિડ વેસ્ટને ફરીથી ઉપયોગમાં લઈ શકાય.

FCR Plant Launch

IMAGE CURTSY : YOGESH THAKKAR

આ પ્લાન્ટની સ્થાપના થવાથી પર્યાવરણનો બચાવ થશે, સાથે ફેક્ટરીના માલિકને પાણીની વપરાશની જે મર્યાદા હતી તેમાં વધારો થશે જેથી પ્રોડક્ટના ઉત્પાદનમાં વધારો થશે. આ પ્લાન્ટ બનવાથી વધુમાં વધુ લોકોને ફેક્ટરીઓમાં નોકરીઓ મળશે. ઔદ્યોગિક એકમોના કેમિકલવાળા પાણીમાંથી કચરો અને પાણીને છુટા પાડવાની દુનિયાની એક માત્ર પદ્ધતિ ફેન્ટમ કેટેલિટીક રિએક્ટર્સ છે. આપણા દેશમાં સૌપ્રથમ આ પ્લાન્ટની અમદાવાદની વટવા જીઆઈડીસીમાં સ્થાપના થવાથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે તેવું કામ છે. આ પ્લાન્ટથી વટવા જીઆઈડીસીની તમામ ફેક્ટરીઓને મોટો લાભ મળશે.. અને આપણા પર્યાવરણમાં સુધારો આવશે. જેથી પરોક્ષ રીતે પણ પ્લાન્ટનો તમામ લોકોને ફાયદો થશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment