Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeસ્પોર્ટ્સT20 world cup: India-Pakistan મેચને લઈને એક દિવસ અગાઉ જ PVR થયું હાઉસફુલ

T20 world cup: India-Pakistan મેચને લઈને એક દિવસ અગાઉ જ PVR થયું હાઉસફુલ

ahmedabad pvr cinema, t 20 world cup
Share Now

UAEમાં T-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. ત્યારે આજે  ભારત વર્લ્ડકપની પ્રથમ મેચ રમવા જઇ રહી છે. ભારત T-20 વર્લ્ડકપની શરૂઆત પાકિસ્તાન સામે મેચ રમીને કરવા જઈ રહી છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હોવાને લીધે દેશભરમાં નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ અગાઉથી જ મેચ જોવા માટે તૈયારીઓ કરી દીધી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ અનેક જગ્યાએ ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઘણા થિયેટરમાં પણ ભારત-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. જેને લઈને એક દિવસ અગાઉ જ થિયેટર હાઉસફુલ થઈ ગયું છે. આજે દેશભરમાં 35 મોટા શહેરોમાં 75થી વધુ PVR સિનેમાઘરોમાં ભારત-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. આમ તો કોરોના બાદ લોકો થિયેટરમાં ઓછા જતાં હતા. પરંતુ ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કરતા થિયેટર એક દિવસ અગાઉ જ હાઉસફુલ થઇ ગયા છે. 

PVRમાં મેચ બતાવવાનું આયોજન 
અમદાવાદ શહેરમાં આવેલ PVRના ૩ થિયેટરમાં ભારત-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. રાણીપના આર્વેદ ટ્રાન્સ કયુબ પ્લાઝા, મોટેરા PVR અને થલતેજના એક્રોપોલિસમાં ભારત-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે શરૂ થશે. થિયેટરમાં દર્શકોને આખી મેચ એટલેકે છેલ્લા બોલ સુધી બતાવવામાં આવશે. PVRમાં મેચ જોવાનું આયોજન ક્કરવામાં આવ્યું છે ત્યારે ટિકિટના ભાવ આ પ્રમાણે રાખવામાં આવ્યા છે.ક્લાસિક ટિકિટના 399, પ્રાઈમ ટિકિટના 399 અને રિક્લ્યાનરના 649 રૂપિયા સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.

ahmedabad pvr cinema, t 20 world cup

આ પણ વાંચો:T20 World Cup માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કઈ ટીમ સામે છે પ્રથમ મેચ

અંતિમ બોલ સુધી મેચ બતાવાશે: PVR ગુજરાતના મેનેજર
PVRના ગુજરાત રાજ્યના મેનેજર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, અમે અમદાવાદ આવેલ PVRના 3 થિયેટરમાં અલગ-અલગ 8 સ્ક્રીનમાં મેચ બતાવવયનું આયોજન કર્યું છે. તેમણે જણાવ્યું કે મોટાભાગની સ્ક્રીન ફુલ થઈ ગઈ છે. મેચ જોવા માટે ઓનલાઇન બુકિંગ વધારે થયું છે. તેમણે કહ્યું કે જે દર્શકો થિયેટરમાં મેચ જોવા માંગતા હોય તેમણે ઓનલાઇન સાઇટ પર ટિકિટ દેખાય તો જ બુક કરવી. તેમણે કહ્યું કે, અંતિમ બોલ સુધી ક્રિકેટ મેચ બતાવવામાં આવશે અને આ દરમ્યાન સરકારી ગાઈડલાઇનનું પાલન પણ કરવામાં આવશે.

સુરતમાં 60 ટકા સીટનું બુકિંગ થયું
UAEમાં T-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. ત્યારે આજે ભારત વર્લ્ડકપની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવા જઈ રહી છે. ત્યારે  T-20 વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને સુરતમાં પણ ઉસ્તાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિકો મેચ જોવા માટે આયોજન કરી રહ્યા છે. સુરતમાં મેચ જોવા માટે ત્રણ સિનેમાઘરોમાં લગભગ 60 ટકા જેટલી સીટનું બુકિંગ થઈ ગયું છે. જેમાં VRમાં 234 સીટ અને 2 સ્ક્રીનમાં, DR વર્લ્ડમાં 190 સીટ, અને રાજ ઇમ્પેરીયલમાં 240 સીટ પૈકી 60 ટકા સીટનું બુકિંગ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, UAEમાં T-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. ત્યારે આજે  ભારત વર્લ્ડકપની પ્રથમ મેચ રમવા જઇ રહી છે. ભારત T-20 વર્લ્ડકપની શરૂઆત પાકિસ્તાન સામે મેચ રમીને કરવા જઈ રહી છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હોવાને લીધે દેશભરમાં નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ અગાઉથી જ મેચ જોવા માટે તૈયારીઓ કરી દીધી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ અનેક જગ્યાએ ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઘણા થિયેટરમાં પણ ભારત-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. જેને લઈને એક દિવસ અગાઉ જ થિયેટર હાઉસફુલ થઈ ગયું છે. આજે દેશભરમાં 35 મોટા શહેરોમાં 75થી વધુ PVR સિનેમાઘરોમાં ભારત-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. આમ તો કોરોના બાદ લોકો થિયેટરમાં ઓછા જતાં હતા. પરંતુ ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કરતા થિયેટર એક દિવસ અગાઉ જ હાઉસફુલ થઇ ગયા છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment