Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝગીરનું હીર હવે ઈટાલીમાં

ગીરનું હીર હવે ઈટાલીમાં

Talala photo
Share Now

ગીરનું હીર ઈટાલીમાં

ગીરનું હીર કહેવાતી કેસર કેરીનો મધુર સ્વાદ હવે ઇટાલીના લોકો પણ માણશે. કેમકે, તાલાલા ગીરની મધમીઠી કેસર કેરીના ૧૫ હજાર બોક્સ ઈટાલી (Italy) રવાના કરવામાં આવ્યા છે. અને એ પણ દરિયાયી માર્ગે…ભારતના ઇતિહાસની આ ઐતિહાસિક ઘટના ગણી શકાય કે, તાલાલા માર્કેટીંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં પ્રોસેસ થયા બાદ ૧૪ ટન કેસર કેરી દરિયાઈ માર્ગે પ્રથમ વખત ઈટાલી મોકલવામાં આવી હોય.

Talala photo

વિદેશમાં કેસરની માંગ

ગીરની કેસર કેરી દેશભરમાં તો લોકપ્રિય બની અને હવે વિદેશોમા પણ કેસર કેરીની માંગ વધી રહી છે. જેથી મૂળ ભારતીય અને ઇટાલી વેપારી દ્વારા તાલાલા ગીરમાંથી કેસરની આયાત કરવામાં આવી છે. ત્યારે મુન્દ્રાથી કેરીના ૧૫ હજાર બોકસ ઈટાલી મોકલવામાં આવ્યા છે. ઇટાલી વાસીઓએ આપણી કેસર કેરીનો સ્વાદ ચાખી પણ લીધો હશે.  ૨૫ દિવસ પહેલા કેસર કેરીને બાય શીપ ઇટાલી જવા રવાના કરાઈ હતી.  માત્ર ગીર જ નહી ગુજરાત અને ભારત દેશ માટે આ ગર્વની વાત છે કે દિન-પ્રતિદિન આપણી કેસર કેરીની માંગ વધી રહી છે. આજ સુધી યુ.કે.(U.K.), અમેરિકા(America) અને અરબ કન્ટ્રીઝ(Arab Countries)માં તો કેસર કેરીની નિકાસ થતી જ પરંતુ હવે વિદેશના અન્ય દેશોમાં પણ ખાસ કેસર કેરીની માંગ ઉઠી રહી છે. જો કે, ગયા વર્ષે અને આ વર્ષે પણ કોરોનાના કારણે નિકાસ ઓછી થઇ છે. ઇટલીમા 15 હજાર કિલો કેસર કેરીનું કન્ટેનર મોકલ્યા બાદ ઇટાલીવાસીઓને કેસરનો સ્વાદ દાઢે વળગ્યો છે અને વધુ કેસરના કન્ટેનરની માંગ થતા હવે બીજું કન્ટેનર રવાના કરવામાં આવ્યું છે. એ પણ બાય શીપ….તાલાલામાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો આ વાતે ખુબ ગર્વ અનુભવી રહ્યા છે. કારણ કે તેમની વર્ષોની મહેનત બાદ કેરીની કીમત હવે વિદેશમાં પણ થવા લાગી છે.

talala photo

વિદેશમાં મોકલવાની પ્રોસેસ

કેસર કેરીને વિદેશમાં એક્સપોર્ટ કરવાની વાતથી જ આપને ખુશ ખુશ થઇ જઈએ છીએ, પરંતુ તેની પ્રોસેસ ઘણી જ કઠીન હોય છે. કેરીને પ્રથમ તો ઘણી બધી પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. ખેડૂતોનાં ખેતરમાંથી કેસરને લવાયા બાદ તેની પ્રોસેસ કરવામાં આવે છે. તાલાલા મેંગો માર્કેટના મેંગો પેક હાઉસમા લાવવામાં આવે છે, કેરીને જોખવામાં આવે અને ત્યારબાદ તેને વોશ કરવામાં આવે છે. વિદેશમાં મોકલવા માટે બોક્સ તૈયાર થઇ ગયા બાદ તેને અમદાવાદ બાય ફ્લાઈટ મોકલવામાં આવે છે. જો કે, ફ્લાઈટ રેટ ખુબ વધુ હોય છે જે ખેડૂતોને પોસાતો નથી. પરંતુ આ વખતે ઇટાલી મોકલવામાં આવેલા બે કન્ટેનર બાય શીપ મોકલવામાં આવ્યા છે. જેમાં ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે.talala photo

કેરી 200 ગ્રામથી 350 ગ્રામ સુધીની હોય છે. 200 ગ્રામથી વધુ વજન ધરાવતી કેરીને અલગ કરાયા બાદ તેને બોકસમા ભરવામાં આવે છે. ત્યાર બાદ તેને કોલ્ડસ્ટોરેજમાં ફૂલિંગમાં 23 ડીગ્રી ટેમ્પરેચરમાં ઠંડી કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય પ્રોસેસ કરી તેને પેકિંગ કરવામાં આવે છે. તૈયાર કરાયેલા કેરીના બોક્સને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે અને અમુક કલાક સુધી તેનું નિરીક્ષણ કરવામાં આવે છે જેથી કેરીમાં બગાડ થાય તો તેને કાઢી શકાય. 
Talala photo

 

ઇટલીમા એક વખત 15 હજાર કિલો કેસર કેરીનું કન્ટેનર મોકલ્યું હતું. જો કે, ઇટાલીવાસીઓને કેસરનો સ્વાદ હવે દાઢે વળગ્યો છે અને વધુ કેસરના કન્ટેનરની માંગ ઉઠી છે. જેથી તાલાલાથી બીજું કન્ટેનર પણ રવાના કરવામાં આવ્યું છે. આ માટે અનેક કામદારોએ સાથે મળીને કેરીના બોક્સ તૈયાર કર્યા છે. સારી-સારી કેરીને અલગ કાઢીને તેને જાળી વાળા કાગળમાં વ્યવસ્થિત પેકિંગ કરવામાં આવે છે. અને બોક્સમાં દબાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખી ગોઠવવામાં આવે છે.

talala photo

જુઓ આ વિડીયો : ગીરનું હીર ઈટાલીમાં

ઈટાલીમાં જબરદસ્ત માંગ

કેરીને ગીરથી ઇટલી શિપ દ્વારા પહોંચાડવામાં લગભગ 25 થી 27 દિવસ જેટલો સમય લાગે છે. ત્યાં સુધી કેરીને ૧૦ ડીગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે. જેથી કેરીની ઓરીજનલ ક્વોલીટી જળવાઈ રહે. ઇટલીના NRI કેરીનો ડિલિવરી લેવા ગીર પહોંચ્યા હતા અને ગીરનું હીર ઇટાલી પહોચી ગયું છે. તેમનું કહેવું છે કહેવા કેસર કેરીની કિંમત ઇટલીમા ખૂબ વધારે મળે છે. ઇટલીમાં કેસર કેરીની જબરદસ્ત માંગ છે અંદાજે 500 ટન કેરીની ખપત થાય તેમ છે. કેરીની નિકાસથી ખેડુતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Talala photo

નિકાસમાં પણ નુકસાનીનો માર

એક તરફ કોરોના અને બીજી તરફ વિનાશકારી વાવાઝોડું…જેને બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોની દશા બગડી છે. આ વર્ષે યુ.કે., સિંગાપુર, કેનેડા અને ઇટલી આ ચાર દેશમાં કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે. દર વર્ષે 100 ટનની નિકાસ કરવામાં આવે છે તે ટાર્ગેટ આ વખતે પૂર્ણ થઇ શક્યો નથી. ત્યારે વાવાઝોડાથી તો ખેડૂતોને નુકસાન વેઠવું જ પડ્યું છે અને હવે નિકાસમાં પણ નુકસાનીનો માર પડ્યો છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android:http://bit.ly/3ajxBk4
IOS:http://apple.co/2ZeQjTt

No comments

leave a comment