Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝઉપલેટામાં દિવ્યાંગોને મળશે નવું ઘર

ઉપલેટામાં દિવ્યાંગોને મળશે નવું ઘર

upleta photo
Share Now

ઉપલેટામાં બનશે નવું ભવન 

ઉપલેટામાં દિવ્યાંગ બાળકોને મળી રહ્યું છે નવું ભવન. તો દિવ્યાંગ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ. ઉપલેટામાં ચાલતા ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દિવ્યજ્યોત દિવ્યાંગ (મંદબુદ્ધિ) બાળકોની સેવા સંસ્થા ઉપલેટા માટે નવા ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

upleta photo

દિવ્યાંગ બાળકોને સારી સુવિધા આપવા એક પ્રયાસ

દિવ્યાંગ બાળકોને વધુ સારી સુવિધા અને સેવા મળી રહે તે માટે પૂરતા પ્રયત્ન અર્થે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી ઉપલેટામાં કાર્યરત એવી દિવ્યાંગ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સંસ્થા ચલાવાઈ રહી છે જેમાં દિવ્યાંગ બાળકોને પોતાના બાળકો કરતાં પણ વિશેષ સાચવી તેમને તમામ સુવિધા અને સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે આ સંસ્થા માટે દાતાઓના સહયોગથી નવા ભવનનું કામ શરૂ આવ્યું છે. 

upleta photo

જુઓ વિડીયો : ભવનનું નવું મોડેલ


 

સંતોએ કર્યું ખાતમુહૂર્ત

કાર્યક્રમમાં સંતો, સંસદ સભ્ય, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ આગેવાનો અને સામાજિક સેવા સંસ્થા સાથે જોડાયેલા અને માનવતા વાદી કાર્ય કરતા તમામ ધાર્મિક અને રાજકીય લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ બાળકો માટે બનવવામાં આવી રહેલા ભવનનું ખાતમુહૂર્ત સંતો દ્વારા કરવામાં આવ્યું હતું.

upleta photo

ભવનનું નવું મોડેલ ખુલ્લું મુકાયું 

કાર્યક્રમમાં ભવનનું નવું મોડેલ ખુલ્લું મુકાયું હતું અને ભવનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મહાનુભાવોના સ્વાગતમાં નાની બાળા દ્વારા ખુબ સુંદર નૃત્ય કરવામાં આવ્યું હતું. આ નવા ભવન માટે દાતાઓએ લાખો રૂપિયા અનુદાન સ્વરૂપે વરસાવ્યા હતા. એમ. એમ. કડીવાર ટ્રસ્ટ-જામજોધપુરના કાંતિભાઈ કડીવાર તેમજ ઉપલેટાના ડો. પ્રો. પી.ડી. ભેડાએ જમીનનું અનુદાન આપ્યું છે. જયારે રાજકોટના તમન્નાબેન મહેન્દ્રભાઈ જલુ દ્વારા રૂપિયા 3,33,333 નું અનુદાન આપ્યું છે. આ ભગીરથ કાર્યમાં સૌથું પ્રથમ અનુદાન જ્યોતિ રેફ્રીજરેશન દ્વારા આપવામાં આવ્યું. આ ભગીરથ કાર્ય અંગે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, આજે ઉપલેટાના દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થાનમાં નવા ભવનનું જે નિર્માણ થઇ રહ્યું છે તેનું ખતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment