ખેડૂતોની હાલત એક સાંધે ને તેર તૂટે જેવી
ખેડૂતોની સ્થિતિ હાલ એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે, વરસાદ થતો નથી અને મોલ બગડી રહ્યો છે. ઉપલેટા પંથકના ખેડૂતોએ કરેલા વાવેતરમાં હાલ રોગો આવી ગઈ છે સાથે જ ઈયળોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.
મેઘરાજા રીસાતા ખેડૂતોની મુસીબતો વધી
હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેચાતા ખેડુતોની મુસીબતો વધી છે ત્યારે ખેડૂતોનો ઉભો મોલ સુકાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ હાલ એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિનું નિર્મળ થાઓ રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે કારણકે વરસાદ ખેંચાતા મુસીબત ઉભી થઇ છે જયારે ઘણા ખેડૂતોએ આગોતરા વાવેતર કાર્ય હોઈ તેમની પણ ચિંતાઓ વધી છે અને વરસાદ નહિ પડતા મોલ મુર્જાઈ રહ્યો છે.
જીવાત આવી જતા મોલ બગડ્યા
મુરજાતા મોલને લઈને ખેડૂતો ચિંતિત જોવા મળી જ રહ્યા હતા સાથે જ આ મોલની અંદર હાલ બીમારીઓ પણ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ મોલની અંદર સુકારો, મચ્છીઓ આવી રહી છે સાથે આ મોલની અંદર ઈયળો પણ જોવા મળતા ખેડૂતો વધુ ચિંતિત જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ઉપલેટામાં વરસાદ વગર પાકની દશા બગડી
ગયા વર્ષે વધુ વરસાદથી અને આ વર્ષે વગર વરસાદે પાકને નુકસાન
ગત વર્ષ પણ અતિ ભારે વરસાદને કારણે તૈયાર મોલ નિષ્ફળ ગયો હતો ત્યારે ગત વર્ષ પણ ખેડૂતોએ ભોગવેલ નુકસાન બાદ આ વર્ષ ખેડૂતોએ નવી આશા સાથે ફરી વાવેતર કરેલ અને ફરી મહેનત શરૂ કરી ધીધેલ પરંતુ આ વર્ષ વરસાદ ખેંચતા મુસીબતોમાં વધારો થયો છે. હાલ હવામાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની આગાહી નહિ હોવાને લઈને ખેડૂતો પણ પોતાના મોલને જોઇને ચિંતિત બની રહ્યા છે અને મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને મોંઘી મજુરી ચૂકવી અને ખેતરોમાં મોલની માવજત કરે છે ત્યારે ઘણા ખેડૂતોએ આ વર્ષ પણ બે-બે વખત વાવેતર કરેલ પરંતુ મજબુત વાતાવરણ નહિ બંધાતા ખેડુતોની ચિંતા યથાવત જોવા મળી રહી છે.
ખેડૂતો બન્યા ચિંતિત
હાલ વાતાવરણ પણ અલગ-અલગ જોવા મળે છે જેથી મોલને પણ વાતાવરણ અનુકુળ નહી આવતું હોઈ તેમ મોલ વરસાદના અભાવે સુકાઈ છે સાથે જ સુકાઈ રહેલા મોલમાં પણ બદલાતા વાતાવરણથી રોગો આવ્યા છે જેથી ઉપલેટા પંથકના ખેડૂતો દિન-પ્રતિદિન મોલને જોઇને વધુને વધુ ચિંતિત બનતા જોવા મળી રહ્યા છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4