Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeનેચર & વાઈલ્ડ લાઈફશું વૃક્ષમાંથી પણ લોહી નીકળે છે?

શું વૃક્ષમાંથી પણ લોહી નીકળે છે?

Share Now

“વૃક્ષ પણ સજીવ છે.” આ આપણે બાળપણથી ભણતા આવ્યા છે. પણ ક્યાંકને ક્યાંક હમેશા આ વસ્તુને આપણે અવગણીએ છીએ. પણ હવે તમારે આ વાત માનવી પડશે. ચાલો આજે વાત કરીએ એક એવા વૃક્ષની જેના વિશે તમે કદાચ ક્યારેય નહિ સાંભળ્યું હોય. આ વૃક્ષનું નામ છે “ડ્રેગન બ્લડ ટ્રી (The Dragon blood tree) ”. કેટલું અજીબ નામ છે ને? જે વૃક્ષનું નામ જ આટલા બધા સવાલો ઉભા કરે છે, એ વૃક્ષ પોતે કેટલા જવાબો લઈને ઉભું હશે…વિચારો જરા! 

IMAGE COURTESY- PINTEREST

હિન્દ મહાસાગરમાં આવેલ યમનની (Yemen) દક્ષિણમાં, એક નાનકડો સોક્રોટા નામનો ટાપુ આવેલ છે. આ ટાપુ આશરે 3665 ચો કિમી જેટલું છે. અત્યારે યમનની માલિકીના આ ટાપુ પર લગભગ 50,000થી વધુની વસ્તી છે. આ માટી વનસ્પતિ માટે એટલી અનુકુળ નથી. અહિયાં વરસાદની પણ તંગી રહે છે. એટલે કે અહિયાં વનસ્પતિને ઉગવા માટે જે જરૂરી તત્વો જોઈએ, એ પૂરતા નથી. તેમ છતાં આવી વિષમ પરિસ્થિતિમાં પણ અહિયાં ૨૭ જેટલી પ્રજાતિની વનસ્પતિ ઉગી છે. જે પોતાના કાર્ય અને દેખાવમાં સામાન્ય વનસ્પતિ કરતા તદ્દન અલગ છે. ત્યારે આ બધી પ્રજાતિમાં જો કોઈ એક વૃક્ષ સૌથી વિચિત્ર અને અલગ હોય તો એ છે ડ્રેગન બ્લડ ટ્રી.

અજીબો ગરીબ “ડ્રેગન બ્લડ ટ્રી”

 

GOOGLE IMAGES

આ વૃક્ષ દેખાવમાં થોડું અજીબ પ્રકારનું છે. જો તેના આકારની વાત કરવામાં આવે તો, એવું લાગે કે જાણે એક મોટી છત્રી ખુલ્લી છે. આ નીચે થી ઉપર ડાળીના ટોચ સિવાયના એક પણ ભાગમાં તમને પાંદડા જોવા નહિ મળે. માત્ર ડાળીના ટોચના ભાગ પર પાંદડાઓ આવે છે. આ વૃક્ષના ફળો નાના નાના બોર જેવા દેખાય છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે ચકલીઓ ખાવા માટે કરે છે.આ વૃક્ષને જયારે કાપવામાં આવે છે, ત્યારે તેની અંદરથી નીકળતું લાલ રંગનું પ્રવાહી પહેલી નજરે લોહી ( Dragon’s blood ) જેવું જ દેખાય છે. અને એટલે જ આને ડ્રેગન બ્લડ ટ્રી નામ આપવામાં આવ્યું છે.

PHOTOGRAPHER- ROD WADDINGTON

ડ્રેગન બ્લડ ટ્રી ની કાર્ય કરવાની રીત પણ તદન જુદી છે. સામાન્ય રીતે માટીમાં રહેલી ભીની બાષ્પને કોઈ પણ વૃક્ષના મૂળ દ્વારા શોષી લેવામાં આવે છે. અને ત્યાર બાદ આ બાષ્પ નીચેથી ઉપરના પાંદડા સુધીના ભાગમાં પહોચતું હોય છે. પરંતુ આ વૃક્ષમાં સીધી વાદળમાં રહેલી બાષ્પને પાંદડા (Leaves) દ્વારા શોષી લેવામાં આવે છે. અને ત્યાર બાદ બાષ્પ વૃક્ષના મૂળ સુધી પહોચે છે. તેના ઉપરના ભાગમાં છત્રી જેવા આકારમાં આવેલી ડાળીઓ અને પાંદડાઓ બાષ્પને જમીનમાં ઉતરતા રોકે છે.

આ પણ વાંચો : જાણો કેવી રીતે બને છે મિયાવાકી વન 

GOOGLE IMAGES

આ વૃક્ષનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. તેની અંદરથી નીકળતા આ લાલ રંગના દ્રવ્યમાંથી મોટા ભાગે ડાય બનાવામાં આવે છે, જેનો ઉપયોગ ટુથ પેસ્ટ, લીપસ્ટીક વગેરેમાં થાય છે. સ્થાનિક લોકો વસ્તુઓને રંગવા માટે પણ આ ડાયનો ઉપયોગ કરે છે.આ ઉપરાંત આના પાંદડાઓનો ઉપયોગ ઘણી બધી દવાઓ બનાવા માટે પણ થાય છે. આ વૃક્ષને લોકો જાદુઈ વૃક્ષ પણ કહે છે. કારણ કે માનવોના લોહીમાં થતી બીમારીઓ આ વૃક્ષમાંથી વહેતા લોહીથી મટાડી શકાય છે. આ વૃક્ષોને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment